Site icon Gujarat Mirror

કોડીનાર પાસે કાર અડફેટે માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષકનું કરૂણ મોત

કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની માધ્યમિક શાળા ના નિવૃત્ત શિક્ષક નું કોડીનાર નજીક કારે હડફેટે લેતા મોત થયું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના નિવૃત્ત માધ્યમિક શિક્ષક નું કોડીનાર નજીક માર્ગ અકસ્માત માં મોત થતાં ગામ માં શોક છવાયો છે.

આ અકસ્માત ની વિગત એવી છે કે ડોળાસા ગામ ની ભ. ભા. માધ્યમિક શાળા ના નિવૃત્ત શિક્ષક વરજાંગભાઈ રાજાભાઈ મોરી ( ઉંમર 62 વર્ષ ) કામ સબબ કોડીનાર ગયા હતા.

ત્યાંથી પરત આવી રહ્યા હતા.ત્યારે ખોડીયાર મંદિર ની બાજુ માં આવેલ પેટ્રોલ પંપ ની સામે બપોર ના આશરે દોઢ વાગ્યે પહોંચ્યા ત્યારે પાછળ થી પુર ઝડપે આવતી એક કરે હડફેટે લઈ પંદર વીસ ફૂટ દૂર ધસડ્યા હતા.
જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ સમાચાર ડોળાસા ગામે પહોચત્તા ગામ માં અને કારડીયા રાજપૂત સમાજ માં શોક છવાયો છે.

આ અકસ્માત નો સીસી ટીવી વિડિયો વાઇરલ થયો છે.અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.પણ કોડીનાર પોલીસે આ કાર અને ચાલક ની ભાળ મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કોડીનાર પાસે સર્જાયેલા અકસ્માતમાં નિવૃત શિક્ષકનું મોત થતા પરિવારજનોમાં પણ ગમગિનિ વ્યાપી જવા પામી હતી.

Exit mobile version