રાષ્ટ્રીય
બિહારમાં નિવૃત્ત પીઆઈ ઘરમાં જ કુટણખાનુ ચલાવતા ઝડપાયો
બે મહિલાઓની પણ ધરપકડ
બિહારના મોતિહારીમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બિહાર પોલીસમાંથી નિવૃત્ત થયેલા ઈન્સ્પેક્ટર એસએન શર્મા પોતાના જ ઘરમાં ગંદું કામ કરાવતા હતા. પોલીસ દરોડો પાડવા પહોંચી તો નજારો જોઈને ચોંકી ગઈ હતી. ઘરમાંથી બે મહિલાઓ અને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. મોતિહારી પોલીસે જણાવ્યું કે એસપી સ્વર્ણ પ્રભાતની સૂચના પર મોતિહારીમાં ટ્રેઇની ડીએસપી મધુ કુમારી અને મોહમ્મદ વસીમ ફિરોઝના નેતૃત્વમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં રિટાયર્ડ ઈન્સ્પેક્ટર એસએન શર્મા, બબીતા કુમારી અને ચાંદ તારા ખાતૂનની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. પોલીસના જણાવ્યાં અનુસાર, મોતિહારી શહેરના રેલ્વે લાઇનની બાજુમાં આવેલા અગ્રાવા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. પોલીસને આ સેક્સ રેકેટની માહિતી મળી હતી અને તેને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતાં ન ખૂલતાં પોલીસ પાછળથી ઘરમાં પ્રવેશી હતી.પોલીસે એસએન શર્માના ઘરની તલાશી લીધી અને ત્યાંથી મોટી સંખ્યામાં કોન્ડોમ અને શક્તિવર્ધક દવાઓ મળી આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે તેના ઘરેથી બેંક ઓફ બરોડાના બે ચેક પણ કબ્જે કર્યા હતા. તેમાં વિકાસ તિવારી નામના યુવકની સહી છે. એક ચેકમાં એક લાખ રૂૂપિયા અને બીજા ચેકમાં બે લાખ રૂૂપિયા લખેલા હતા. પોલીસે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય
શેરબજારમાં નવો માઈલસ્ટોન, NSEમાંખાતાની સંખ્યા 20 કરોડને પાર
મહારાષ્ટ્ર નંબર વન, ગુજરાત ત્રીજા સ્થાને: 8 માસમાં 3.10 કરોડ ખાતા વધ્યા
શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) પર છેલ્લા 8 મહિનામાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે જઅજઊ પર ગ્રાહકોની કુલ સંખ્યા 20 કરોડને વટાવી ગઈ છે. આઠ મહિના પહેલા આ સંખ્યા 16.9 કરોડ હતી. જો રાજ્ય પ્રમાણે વાત કરીએ તો મહારાષ્ટ્ર આમાં પ્રથમ સ્થાને છે. મોટાભાગના ખાતા મહારાષ્ટ્રના લોકોના છે.
તેમની સંખ્યા 3.6 કરોડ છે. મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશના ખાતાધારકોની સંખ્યા 2.2 કરોડ છે. ગુજરાતમાં 1.8 કરોડ ખાતા છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ બંનેમાં 1.2 કરોડ ખાતા છે. ગ્રાહક ખાતાની કુલ સંખ્યાના 50 ટકા આ રાજ્યોમાં છે. તે જ સમયે, ટોચના 10 રાજ્યોનો હિસ્સો ત્રણ-ચોથા ભાગનો છે.
ગજઊના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે અમારા રોકાણકારોના આધારે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ મહિનામાં ત્રણ કરોડથી વધુ નવા ગ્રાહક ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ઊઝઋત, છઊઈંઝત, ઈંગટઈંઝત અને ઇક્વિટીમાં રોકાણકારોની ભાગીદારી વધી રહી છે.
હવે નાના શહેરોના લોકો પણ વધુને વધુ શેર માર્કેટમાં જોડાઈ રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ મોબાઈલ ટ્રેડિંગ એપ્સ છે. આજે ઘણી કંપનીઓ ફોન પર જ ઘરે બેઠા ખાતા ખોલાવે છે, જેના કારણે શેર માર્કેટમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે.
ગજઊએ ઇલેક્ટ્રોનિક, સ્ક્રીન-આધારિત ટ્રેડિંગનો અમલ કરનાર ભારતમાં પ્રથમ એક્સચેન્જ હતું. તેણે 1994માં કામગીરી શરૂૂ કરી હતી. સેબીના ડેટા મુજબ 1995 થી દર વર્ષે ઇક્વિટી શેર માટે કુલ અને સરેરાશ દૈનિક ટર્નઓવરની દ્રષ્ટિએ તે ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ માનવામાં આવે છે.
રાષ્ટ્રીય
રીંછ બોમ્બને ફળ સમજીને ખાઈ ગયું, મોમાં ફાટતાં મોત
મધ્યપ્રદેશના બાલાઘાટ જંગલની ઘટના
મધ્ય પ્રદેશમાં બાલાઘાટના જંગલમાંથી વનવિભાગને રીંછનો મૃતદેહ મળ્યો હતો. તેનું મોં ફાટી ગયું હતું અને આજુબાજુથી બોમ્બના અવશેષ મળ્યા હતા. એટલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ખાવાનું શોધવા નીકળેલું રીંછ બોમ્બને ફળ સમજીને ખાઈ ગયું હશે અને બોમ્બ મોંમાં ફૂટી ગયો હશે. રીંછના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
વન અધિકારી ક્ષત્રપાલ સિંહ જાદૌનનું કહેવું છે કે આસપાસનાં ગામડાંઓમાં જંગલી સુવ્વરનો બહુ ત્રાસ છે એટલે ગામના લોકો કાચા બોમ્બ બનાવે છે અને મકાઈના લોટમાં વીંટીને રાખે છે. જંગલી સુવ્વરને ભગાડવા માટે ગામના લોકો ઠેકઠેકાણે આવા બોમ્બ મૂકી રાખે છે. એવા જ બોમ્બથી રીંછનું મૃત્યુ થયું હશે.
રાષ્ટ્રીય
આજનું અખંડ ભારત સરદાર પટેલની દેન
31 ઓકટોબર-સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી
અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રની એક્તા-અખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં થયો હતો. ભારતમાં તેમની જન્મજયંતિને પરાષ્ટ્રીય એક્તા દિવસથ તરીકે ઉજવાય છે. તેમણે એક વિરલ વ્યક્તિ તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આઝાદીની લડતમાં ગાંધીજી સાથે જોડાયેલા દેશ ભક્તોમાં વલ્લભભાઈ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે દેશના હિત ખાતર અઢળક ધનપ્રાપ્તિ થાય એવો વ્યવસાય અને રજવાડી ઠાઠમાઠ છોડી દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું.
ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલિ આપવા ગુજરાતના બીજા પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે. જેના થકી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એક્તા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં પ્રસરી રહ્યો છે. સાથેસાથે પએક ભારત, શ્રેષ્ઠ ભારતથના મંત્રની પ્રતીતિ થઈ રહી છે. પસ્ટેચ્યુ ઓફ યુનિટીથ દેશ-દુનિયાના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. 182 મીટરની ઊંચાઈ ધરાવતું પસ્ટેચ્યુ ઓફ યુનિટીથ અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઊંચાઈ ધરાવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ
એક પ્રખર રાષ્ટ્રભક્ત, જે બ્રિટીશ શાસનના અંત પછી ભારતના 562 દેશી રજવાડાઓને જોડી અખંડ ભારતના શિલ્પી બન્યા.
આઝાદીની લડતમાં અનેક સત્યાગ્રહોમાં મહત્ત્વની ભુમિકા ભજવી.
કુશાગ્ર બુદ્ધિ અને દુરંદેશીતાથી ભારતીય રાજ્ય બંધારણમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
દેશના ભાગલા બાદ શક્તિશાળી અને સંવેદનશીલ ગૃહમંત્રી તરીકે નિરાશ્રિતોના પુન:વસનની કપરી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.
તેજસ્વી વિદ્યાર્થી
ગુજરાતી અભ્યાસ કરમસદની ગામઠી શાળામાં પૂરો કર્યા બાદ આગળના અભ્યાસ માટે વલ્લભભાઈ પેટલાદની શાળામાં દાખલ થયા. ત્યારબાદ વર્ષ 1897માં નડીયાદની શાળામાંથી મેટ્રિક થયા. અંગ્રેજી ભાષા પર વધુ પડતું પ્રભુત્વ એટલે નીચલા ધોરણમાં પણ પોતાના સહાધ્યાયી કરતાં અંગ્રેજી વિષયમાં તે હોશિયાર હતા.
સફળ બેરિસ્ટર
વિચક્ષણ બુદ્ધિ, સામા માણસનો તાગ લેવાની તર્કશક્તિ અને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની કાર્યક્ષમતા વકીલાતના વ્યવસાયમાં સફળ થવા માટેની તેમની મુખ્ય લાક્ષણિકતા હતી.ગાંધીજીની ખેડા જિલ્લાના સત્યાગ્રહની લડત વેળાએ વલ્લભભાઈને તેમનો પરિચય થયો. આગળ જતાં વલ્લભભાઈ વધારે ને વધારે ગાંધીજીના સંપર્કમાં આવતા ગયા. તેમની વચ્ચે હંમેશા પરસ્પર આદર અને શ્રદ્ધાનો ભાવ રહ્યો.
દેશી રાજ્યોનું વિલિનીકરણ
સરદાર પટેલના માયાળુ સ્વભાવ અને સ્પષ્ટ નીતિના સમન્વયથી દેશના 562 જેટલાં રજવાડાઓનું એકત્રીકરણ થયું અને દેશની એક્તા અને અખંડિતતા વધુ બળવાન બની. તેમણે દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી એક નવા ઇતિહાસનું પ્રભાત પ્રગટાવ્યું હતું. આજનું અખંડ ભારત સરદાર પટેલની વિશિષ્ટ રાજનૈતિક સૂઝબૂઝની દેન છે.