Connect with us

Politics

કોંગ્રેસના નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી

Published

on

કોંગ્રેસ પણ ભાજપની જેમ લોકસભાની તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને જીત અપાવવા માટે કમર કસી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલાક નેતાઓને લોકસભાની વિવિધ સીટની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. ત્યારે કયા નેતાને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે તે જોઈએ.
આ અગાઉ પ્રમુખ, પુર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પુર્વ વિપક્ષના નેતાને પણ લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠક સોંપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે હતા. જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ બીજીવાર આ લિસ્ટ જાહેર કરાયું છે.
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પ્રભારીએ સિનિયર નેતાઓ સાથેની બેઠક બાદ જવાબદારીઓ નક્કી કરી દેવાઈ છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરી પ્રદેશ પ્રમુખને હવે રિપોર્ટ સોંપશે. જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી, સંગઠનની અસરકારતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજશે. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી એક અહેવાલ તૈયાર કરાશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

india

Parliament Session / શિયાળુ સત્ર પહેલા મળી સર્વપક્ષીય બેઠક, કોંગ્રેસે મહુઆ મોઈત્રાનો કર્યો બચાવ

Published

on

સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં સત્રના એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 23 પક્ષોના 30 નેતાઓએ હાજરી આપી હતી, જેમણે ઘણા સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષના સૂચનોને હકારાત્મક રીતે લેવામાં આવ્યા છે.

આ દિવસથી શરૂ થશે શિયાળુ સત્ર

સર્વપક્ષીય બેઠક પૂરી થયા બાદ સંસદીય કાર્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. અહેવાલ અનુસાર, સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું કે, શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને તે 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસ સુધી ચાલનારા સત્રમાં 15 બેઠકો થશે. અમે આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

તેમણે કહ્યું કે, ગત સત્રમાં પણ જ્યારે વિપક્ષે મણિપુરના વિષય પર ચર્ચા માટે નોટિસ આપી હતી ત્યારે અમે તૈયાર હતા. અમે રાજ્યસભામાં પ્રવેશ પણ લીધો હતો. અમે લોકસભામાં વારંવાર કહ્યું હતું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ.

બેઠકમાં આ નેતાઓ થયા સામેલ

સર્વપક્ષીય બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી, તૃણમૂલ નેતા સુદીપ બંદ્યોપાધ્યાય, એનસીપી નેતા ફૌઝિયા ખાન સહિત 30 નેતાઓ સામેલ થયા.

સંભવિત બિલની યાદી

શિયાળુસત્રમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023 પર વિચારણાની સંભાવના છે.

કોંગ્રેસે મહુઆ મોઈત્રાનો કર્યો બચાવ

સર્વપક્ષીય બેઠક બાદ પ્રમોદ તિવારીએ તૃણમૂળ સાંસદ મહુઆ મોઈત્રાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું માનવું છે કે, જનતા દ્વારા પસંદ કરવામાં આવેલ લોકોની સભ્યતા કોઈ પણ સમિતી દ્વારા છીનવી શકાવી જોઈએ નહીં. આ અંગે ચર્ચા કરવી જોઈએ. હકીકતમાં કેશ ફોર ક્વેરી મામલે લોકસભાની આચાર સંહિતાએ મહુઆ મોઈત્રાને નિચલા સદનની બરખાસ્ત કરવાની ભલામણ કરી છે.

Continue Reading

india

કાલે 4 રાજ્યોના પરિણામ, ભારે ઉત્સુકતા

Published

on

આવતીકાલે ચાર રાજયોની વિધાનસભાની ચુંટણીની મતગણતરી શરૂ થશે. 2024ની લોકસભાની ચુંટણીના માંડ છ માસ આડે રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા અને છતીસગઢમાં ગત મહીને મતદાન થયું હતું. રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે સત્તા જાળવી રાખવાનો તો મધ્યપ્રદેશમાં પણ ભાજપ માટે આવો જ પડકાર છે.
છતીસગઢમાં પણ ફરી પુનરાગમન કરવા કોંગ્રેસ આશાવંત છે. પાંચેય રાજયોમાંથી ત્રણ મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાન હિંદી પટ્ટામાં આવે છે. આ પટ્ટામાં ભાજપ પહેલેથી જ મજબુત છે.
2018માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સતા આચકી આશ્ચર્ય સર્જયું હતું. પરંતુ માત્ર 15 દિવસમાં જયોતિરાદિત્ય સિંધિયાના બળવાના કારણે તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથને ખુરસી ગુમાવી પડી હતી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. 2016માં કોંગ્રેસે ભાજપને સત્તા પરથી દુર કર્યો હતો. હવે આ વખતે ભાજપ એમ કરવા વિશ્વાસ ધરાવે છે.
પાંચેય રાજયોના એકિઝટ પોલ્સ મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભાજપનો હાથ ઉપર છે. જયારે છતીસગઢમાં પાતળી બહુમતી સાથે કોંગ્રેસ ફરી સત્તા કબ્જે કરે તેવો વરતારાઓ છે. તેલંગણામાં કોંગ્રેસ વિજયી બને તેવા સ્પષ્ટ સંકેતો છે.
વિરોધાભાષી એકિઝટ પોલના તારણોથી સસ્પેન્સ વધ્યો છે. મધ્યપ્રદેશમાં બે સિવાય બાકીના બધા એકિઝટ પોલ્સમાં ભાજપને સાદીથી લઇ બમ્પર બહુમતી મળવાની આગાહી કરાઇ છે. રાજસ્થાનમાં પણ એક બે સિવાય બાકીના એકિઝટ પોલ્સમાં ભાજપ સત્તાસ્થાને આવે તેવા સંકેતો છે.
કોંગ્રેસ સામે મુખ્ય પડકાર જુથબંધી છે. છતીસગઢમાં અને મધ્યપ્રદેશમાં જો તે બહુમતીના આંક સુધી પહોંચે તો પણ આંતરીક ભાંગફોડનો ખતરો છે. બીજી તરફ ભાજપ પાસે પાતળી બહુમતી કેમ વધારવવી તેની મહારથ હાંસિલ છે. છતીસગઢના ધારાસભ્યોને કર્ણાટક લઇ જવાનો તખતો ગોઠવાયો છે. ત્યાં હાલના મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને નાયબ મુખ્યમંત્રી સિંહદેવ વચ્ચે ગત ચુંટણીથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં બન્ને મુખ્યમંત્રી પદનો દાવો કરી શકે છે. રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી ગેહલોત અને સચિન પાયલોટની દુશ્મનાવટથી એક તબક્કે રાજય સરકારના અસ્તિત્વ પર ખતરો સર્જાયો હતો. કોંગ્રેસ હાઇકમાંડ એનકેન પ્રકારે પાયલોટને પક્ષમાં રાખવા સફળ થયું હતું. પણ ચુંટણીમાં જુથબંધી હાવી રહી હતી.
કોંગ્રેસની સ્થિતિ એવી છે કે જો સરકાર બનશે તો ફરીથી મુખ્યમંત્રી પદ માટે યુદ્ધ શરૂૂ થશે. આવી સ્થિતિમાં, એક તરફ અશોક ગેહલોતને લાગશે કે તેમના કારણે રિવાજો બદલાયા છે, તો બીજી તરફ સંગઠનને મજબૂત કરવામાં સક્રિય રહેલા સચિન પાયલટ આનો શ્રેય પોતાને આપવા માંગશે. જેના કારણે ફરી એકવાર 2018ની ચૂંટણી જેવી સ્થિતિ સર્જાશે.
2018ગાં જ્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં જીતી હતી, ત્યારે પાર્ટીના એક મોટા વર્ગે સચિન પાયલટને સમર્થન આપ્યું હતું, પરંતુ અશોક ગેહલોતના અનુભવને ધ્યાનમાં રાખીને, તેમને ફરીથી મુખ્યમંત્રી બનવાની તક મળી. એવા પણ સમાચાર હતા કે અઢી વર્ષ સુધી સીએમ રહેવાનો વિકલ્પ પસંદ કરવામાં આવી શકે છે. આ કારણથી વર્ષ 2020માં સચિન પાયલટે કોંગ્રેસ હાઈકમાન્ડ પર તેમને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કર્યું હતું. તેમણે બળવો પણ કર્યો હતો, પરંતુ ઊલટું તેમને ડેપ્યુટી સીએમ પદ ગુમાવવું પડ્યું હતું.
હવે ચૂંટણીની મોસમમાં ગેહલોત અને પાયલોટ વચ્ચેની ખેંચતાણ કંઈક અંશે ઓછી જોવા મળી રહી છે, પરંતુ વાસ્તવિક પરિણામો પછી તે ફરી વધશે. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ હારે તો પણ ગેહલોત-પાયલોટનો મુદ્દો કોંગ્રેસ માટે મોટો માથાનો દુખાવો બની રહેવાનો છે. ત્યારે આખો ખેલ આરોપ-પ્રત્યારોપનો રહેશે. એક તરફ સચિન ગેહલોતના નેતૃત્વ પર સવાલો ઉઠાવશે તો બીજી તરફ ગેહલોત પાયલટ દ્વારા પાર્ટી વિરુદ્ધ આપવામાં આવેલા કેટલાક નિવેદનોને ટાંકશે. તે સ્થિતિમાં પણ સંબંધો બગડશે અને પાર્ટીએ ફરીથી સમજાવટનું કામ કરવું પડશે.

Continue Reading

india

જય હિન્દ, વંદે માતરમ જેવા નારા ન લગાડો, રાજ્યસભાના સાંસદો માટે માર્ગદર્શિકા જાહેર

Published

on

સોમવારથી શરૂૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા રાજ્યસભાના સભ્યો માટે અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સાંસદોને ગૃહની અંદર ધન્યવાદ, જયહિંદ, વંદે માતરમ જેવા નારા લગાવવાનું ટાળવા અને ગૃહની અંદર કે બહાર અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થાની ટીકા કરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.
ગૃહની સજાવટને ટાંકીને, સભ્યોને કાર્યવાહી દરમિયાન સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લહેરાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
માર્ગદર્શિકામાં, સાંસદોને પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સીટ તેને સ્વીકારે નહીં ત્યાં સુધી તેમના દ્વારા આપવામાં આવેલી નોટિસને જાહેર કરવાનું ટાળે.
નોટિસ સાથે જોડાયેલી માહિતી માત્ર મીડિયા અથવા કોઈપણ પ્લેટફોર્મ પર જ નહીં, પરંતુ અન્ય સાંસદો સાથે પણ શેર ન કરવા માટે સલાહ આપવામાં આવી છે.
સભ્યોને બેઠકો તરફ પીઠ ફેરવવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે બે સાંસદો એકસાથે ઉભા થઈને સીધા સ્પીકર પાસે જવું સંસદીય પરંપરાઓ વિરુદ્ધ છે.
શનિવારે સત્ર માટે સર્વપક્ષીય બેઠક યોજાશે. સરકારના એજન્ડામાં સાત નવા બિલ સહિત 17 બિલ છે. જેમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ બિલ ઉપરાંત પોસ્ટ ઓફિસ બિલ, મુખ્ય ચૂંટણી કમિશનર-ચૂંટણી કમિશનર એપોઇન્ટમેન્ટ બિલ જેવા મહત્વના બિલોનો સમાવેશ થાય છે.

Continue Reading

Trending