ગુજરાત
હુમલાના બનાવમાં પોલીસે ભીનું સંકેલ્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત
શહેરના ભગવતી સોસાયટીમાં રહેતા ઈરફાન સીદીકભાઈ શાંક દ્વારા પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી ભાણેજ અયાન ઉર્ફે ગુલામ હુસેન આમદ હુસેન જુણેજા, સાહબાજ સલીમભાઈ હિંગરોજા અને આતિફ સહિતના બે શખ્સોએ ગત તા. 1-11નારોજ હુમલો કર્યો હોય જે બનાવમાં થોરાળા પોલીસે સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધ્યો હોય અને આરોપીઓ હાલ જામીન મુક્ત થઈ ગયા છે. ત્યારે ફરીથી હુમલો કરે તેવી શક્યતા હોય આ મામલે તમામ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ સહિત 109 અને 118 સહિત કલમનો ઉમેરો કરી આ બનાવની તપાસ ક્રઈમ બ્રાંચને સોંપવા રજૂઆત કરવામાં આવી છે. થોરાળા પોલીસે આ મામલે ભીનુ સંકેલ્યાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.