Site icon Gujarat Mirror

જાણીતા ટીવી ડિરેક્ટર મંજુલ સિન્હાનું નિધન

 

ટીવી ઇન્ડસ્ટ્રીના એક મોટા અને જાણીતા નામ દિગ્દર્શક મંજુલ સિન્હાનું નિધન થયું છે. મંજુલએ મંગળવારના ગોવામાં અંતિમ શ્વાસ લીધા. દિગ્દર્શક પોતાના પરિવાર સાથે ગોવામાં રજાઓ માણી રહ્યા હતા. અહીં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ પડી ગયા. મંજુલને તબીબી મદદ મળી ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. દિગ્દર્શકના અચાનક અવસાનથી ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમનો પરિવાર આઘાતમાં છે.

નિર્માતા અશોક પંડિતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, મંજુલ એક સંસ્થા હતા અને તેમનું આ દુનિયા છોડીને જવું એ ઉદ્યોગ માટે મોટું નુકસાન છે.થ મેં મારી ટીવી કારકિર્દી તેમની સાથે શરૂૂ કરી હતી. મેં તેમની સાથે એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું. આ નુકસાનમાંથી બહાર આવવામાં મને સમય લાગશે.

મંજુલ સિન્હાએ પોતાની કારકિર્દીમાં યે જો હૈ જિંદગી, ખામોશ અને ઝિંદગી ખટ્ટી મીઠી જેવી ઉત્તમ ટીવી સિરિયલોનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે પોતાના દિગ્દર્શનથી ભારતીય ટેલિવિઝનને એક નવી દિશા પણ આપી. મંજુલ એવા પસંદગીના દિગ્દર્શકોમાંના એક હતા જેમણે ભારતીય સિટકોમને માન્યતા આપી.

Exit mobile version