Connect with us

ગુજરાત

ધોમધખતા તાપમાં રાહત, અમદાવાદ ટ્રાફિક પોલીસને અપાયા એસી હેલ્મેટ

Published

on

ટ્રાફ્કિ પોલીસની સતત ફરિયાદ રહેતી હોય છે કે પોતે ગરમી, ઠંડી અને ચોમાસામાં પણ ફરજ બજાવે છે, જોકે તેમની આ સમસ્યાઓ પર બહુ લાંબા સમય પછી કોઈનું ધ્યાન પડયું હોય એવું લાગી રહ્યું છે.
વરસાદથી બચાવવા તેમને રેઈનકોટ મળે છે, તેમને ઠંડીથી બચાવવા જેકેટ કે સ્વેટર મળે છે. હાલમાં ગુજરાતના અમદાવાદમાં ટ્રાફ્કિ પોલીસ માટે એક અનોખી સુવિધા શરૂૂ કરવાનું નક્કી કરાયું છે. જેમાં તેમને ઉનાળાના સમયે થતી પરેશાનીનો હલ શોધવાનો પ્રયત્ન કરાયો છે. તેના માટે પ્રારંભિક ધોરણે ત્રણ એસી હેલમેટ વસાવાયા છે. આ હેલમેટ લેવાનો હેતુ માત્ર પોલીસને ગરમીથી છૂટકારો મળે તેનો છે. જોકે આ હેલમેટ તેમને પ્રદૂષણથી પણ બચાવી શકશે.
ટ્રાફ્કિ પોલીસ માટે એસી હેલમેટ વસાવાયા છે. જે પોલીસને ઠંડો પવન આપશે અને ગરમીથી બચાવશે. આ હેલમેટ બેટરી ઓપરેટેડ છે, જેથી તેને ચાર્જ કરી શકાશે. હેલમેટમાં રહેલા ગ્લાસથી રોડ પર ડયૂટી દરમિયાન તેમની આંખ અને નાકને પણ બચાવીને તેમને ધૂળ, તડકા અને પ્રદૂષણથી સુરક્ષા મળશે. આ હેલમેટ એક બેટરી સાથે જોડાયેલું છે. હાલ આ હેલમેટ પોલીસને માટે ફયદારૂૂપ છે કે નહીં તેને લઈને હાલ પ્રારંભિક ધોરણે માત્ર ત્રણ હેલમેટ લેવાયા છે. તે કેટલા સફ્ળ રહે છે તે જોઈને આગળની વિધિ નક્કી કરવામાં આવશે. હાલ અમદાવાદના નાના ચિલોડા, પિરાણા ક્રોસ રોડ અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક એક પોલીસ કર્મચારીને આ હેલમેટ અપાયા છે.તેની ડિઝાઈન સામાન્ય હેલમેટ જેવી જ છે, ખાસ વાત એ છે કે તેમાં એસી સાથે પંખો મુકાયેલો છે. બેટરીનો વાયર હેલમેટ સાથે અને બેટરી એક અલગ કવરમાં જોડાયેલી છે. અમદાવાદ શહેર પોલીસની આ પહેલને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની કવાયત હાથ ધરાશે. એસીવાળા હેલમેટની સાથે ગરમીમાં રાહત આપે તેવા અન્ય સ્માર્ટ ગેઝેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સાથે એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટો સાથે મળીને સ્માર્ટ ગેઝેટ વિકસાવવાની પહેલ પણ હાથ ધરવામાં આવી છે.

jamnagar

ખંભાળિયા નજીક ટ્રકની ટક્કરમાં રિક્ષાચાલક આધેડનું મોત

Published

on

ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ ખાતે રહેતા સુલેમાનભાઈ ઇસ્માઈલભાઈ અભુવારા નામના આશરે 55 વર્ષના આધેડ શનિવારે મોડી સાંજે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ટી પોસ્ટ પાસેથી પોતાની જી.જે. 10 ટી.ડબલ્યુ. 6372 નંબરની ઓટો રીક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટીવાય 9151 નંબરના એક ટ્રકના ચાલકે સુલેમાનભાઈની રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં સુલેમાનભાઈને માથાના ભાગે તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના કારણે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અલ્તાફભાઈ સુલેમાનભાઈ અભુવારા (ઉ.વ. 32, રહે. ધરારનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

Continue Reading

rajkot

ગોંડલના મુંગાવાવડી ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ

Published

on

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગામના જ યુવાને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મુંગાવાવડી ગામે રહેતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુંગાવાવડી ગામે રહેતા દર્શિલ સંજયભાઈ દુધાત્રા નામના યુવાનનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુંગાવાવડી ગામે ખેતી કરે છે જ્યારે તેમને સંતાનમાં 15 વર્ષની સગીર પુત્રીને એક વર્ષ પહેલા આરોપીએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાને ભોળવી પોતાના ઘરે બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
ગત તા.29-11-23નાં બપોરના સમયે પણ આરોપીએ સગીરાને ભોળવી પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતં. બપોરના ગુમ થયેલી સગીરાને પરિવારજનોએ પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેના આધારે પોલીસમાં જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Continue Reading

ગુજરાત

રાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ધુમ્મસ, ઠંડીનું પ્રમાણ પણ ઘટયું

Published

on

ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. આજે સવારે પણ સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે ઉપર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી જોવા મળી હતી. રાજયના મોટા ભાગના શહેરોમાં તાપમાન 20 ડીગ્રી આસપાસ રહ્યું હતું.
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ જણાવ્યું કે, અમદાવાદમાં 9 ડિસેમ્બર બાદ ઠંડી વધશે અને તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ગત રાત્રિએ નલિયામાં 16.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.

Continue Reading

Trending