સૌરાષ્ટ્ર
દ્વારકામાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીની રોડ પર રેલમ છેલમ: શહેરીજનોમાં રોષ

દ્વારકા નગરપાલિકા શહેરની પ્રાથમિક સુવિધાઓ પરત્વે ખુબજ ઉદાસીન વલણ ધરાવે છે અને શહેરની સફાઈ બાબતે જરાપણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી, એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નિર્મળ ગુજરાતના વિચારને સ્વચ્છતા હિ સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વક્તા હિ સેવા અભિયાન અંતર્ગત રાજયવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરાયું છે અને દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
ત્યારે દ્વારકા નગરપાલિકા કાંઈક અલગ દિશામાં રાચે છે અને શહેરમાં સફાઈના નામે મીંડુ છે તથા સફાઈ અભિયાનનું સુરસુરીયું થઇ ગયું છે. શહેરના દ્વારકાીશ મંદિરના જવાના મુખ્યમાર્ગો તથા ગોમતીઘાટ પર નિયમીત સફાઈકામ થતું નથી જેના કારણે બહારથી આવતા યાત્રિકો યાત્રાધામની ખરાબ છાપ લઈને જાય છે.
શહેરના સ્વામીનારાયણ મંદિર રોડ પર ગટરનું દુષિત પાણી રસ્તા ઉપર ફેલાતા લોકોને અવર-જવરમાં ખુબજ મુશ્કેલી ઉભી થઈ છે. આ રસ્તાની આસપાસના વિસ્તારમાં શાકમાર્કેટ, ગોમતીઘાટ તથા હોટેલ-ધર્મશાળાઓ આવેલી હોય ગટરનું દુષિત પાણી ઉભરાવવાથી રાહદારીઓ તથા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પ્રશ્ન પરત્વે પાલિકાના ચીફઓફીસર તદન નિષ્ક્રીય હોય તેમ જણાય છે.
ચીફઓફીસરને ફીલ્ડમાં જઈ કામગીરી ચેક કરવાની જરાપણ ફુરસદ નથી અને એ.સી. ઓફીસમાં બેઠાબેઠા રાજ કરવું છે એટલે તેમને પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે બાદશાહી જીંદગી જીવવામાં વધુ રસ છે. સરકારનો તગડો પગાર લઈને પ્રજાના કામોમાં ઉદાસીનતા દાખવતા આ અધિકારીને ભગવાન દ્વારકાધીશ સદબુધ્ધિ આપે તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
rajkot
બાર એસો.ની ચૂંટણીનો જંગ જામ્યો : ઉમેદવારો એકબીજાને ભરી પીવાના મૂડમાં

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં શિયાળાની ઠંડીમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી છે. સમરસ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે જ પ્રમુખ પદમાં દાવેદારીની બકુલ રાજાણીએ જાહેરાત કરી ચુક્યા છે. જ્યારે એક જૂથ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી પત્તા ખોલે તો નવાઈ નહીં તેવું ચર્ચા રહ્યું છે. લીગલ સિનિયર જુનિયર વકીલોનો ટેકો હોવાની સાથે પ્રમુખ પદમાં સ્વતંત્ર રીતે બકુલ રાજાણી અને સેક્રેટરી તરીકે સુમિત વોરા આવતીકાલે ઉમેદવારી નોંધાવાના છે.
બાર એસોસિએશનની ચૂંટણી આવતા વર્ષે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મહત્વનું પરિબળ બની રહેશે બાર એસોસિએશનની ચૂંટણી જંગમાં સિનિયર જુનિયરો કોની તરફે ઝુકશે તે હજુ સુધી કોઈએ પત્તા ખોલ્યા નથી. તેમજ મહિલા ધારાશાસ્ત્રી કયા જૂથ તરફે મતદાન કરેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આ ઉપરાંત સરકારી વકીલો માટેના કલેકટર કચેરી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા બાદ નિમણૂક કોની કોની થાશે તે પરિબળ પણ ચૂંટણીમાં મુખ્ય ભાગ ભજવે તો નવાઈ નહીં ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામેલી કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ, વકીલોના પ્રશ્નોને કોણ ન્યાય અપાવશે અને રાજકોટ સહિત રાજ્યભરમાં બારની ગરિમા વધારી શકે તેવા વકીલોને વિજય બનાવવા કોર્ટ લોબીમાં ચર્ચા રહ્યું છે.
ઉપપ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ નોંધાવી સ્વતંત્ર ઉમેદવારી
બાર એસોસીએશનની ચુંટણીમાં ઉપ-પ્રમુખ પદના હોદા માટે અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા અને હરેશભાઇ પરસોંડાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. સિધ્ધરાજસિંહ જાડેજા છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી ફોજદારી પ્રેકટીશ કરે છે અને રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્યથી લઈ વિવિધ હોદ્દાઓ ઉપર 8 વખત ચુંટાઈ આવ્યા છે. સિધ્ધરાજસિંહ જાડેજા રાજકોટ બારમાં અનુભવી ઉમેદવાર છે. અને વકીલો માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલોનાં પ્રશ્નોને વાચા આપી નિષ્ઠા પૂર્વક, ઈમાનદારીથી કામગીરી રહ્યા છે. બાપુનાં હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ જાડેજા અને સિનિયર એડવોકેટ હરેશભાઇ પરસોંડાને તમામ બાર એસોસીએશનનાં સીનીયર- જુનીયર ધારાશાસ્ત્રીઓ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતાં.
સમરસ પેનલના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા
રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ 2023-24ના વર્ષની 22 ડીસેમ્બર 2022 ના રોજ યોજાનારી ચુંટણીમાં આજરોજ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ફોર્મ ભ2ી અને દાવેદા2ી નોધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા સમરસ પેનલના ઉમેદવારોને સીનીય2 જુનીયર વકીલોએ હાજરીમાં કોર્ટ કંમ્પાઉન્ડમાં વિજયના નાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પણ ચૂંટણી જંગના મેદાનમાં આવી છે. ત્યારે આજે સમરસ પેનલના પ્રમુખ પદ માટે કમલેશભાઈ શાહ, ઉપ પ્રમુખ પદ માટે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદ ઉપર પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ્યેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝ22 પદ માટે રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદ માટે મેહુલ મહેતા, કારોબારી સભ્યો તરીકે નીશાંત જોષી, ભાવેશ રંગાણી, અમીત વેકરીયા, પ્રવીણ સોલંકી, અજયસિંહ ચૌહાણ, સાગર હપાણી, યશ ચોલેરા, વીશાલ કોટેચા અને રણજીત મકવાણા તેમજ મહિલા કારોબારી અનામત પદ માટે રેખાબેન પટેલે તેમના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી અતુલભાઇ દવે, કેતનભાઈ શાહ અને જયેશભાઇ અતીત સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં સિનીયર જુનિયર વકિલોએ ઉપસ્થિત રહી સમરસ પેનલના તમામ ઉમેદવારોના હારતોરા કરી જીતની શુભેચ્છા પાઠવી હતી.
rajkot
વકીલોના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ગેંગ ઝડપાઇ

રાજકોટ શહેરમાં અગાઉ રેવન્યુની પ્રેક્ટીસ કરતા વકીલોના ખાતામાંથી એક મહિનામાં બે-બે વખત 10-10 હજાર મળી 18થી વધુ જેટલા વકીલોના ખાતામાંથી લાખોની રોકડ રકમ બારોબાર ઉપડી ગયાની વકીલોને જાણ થતા સબરજીસ્ટ્રર સમક્ષ રજૂઆત કરી ગુજરાત સરકારના ગરવી સોફ્ટવેર હેક થયાનો આક્ષેપ કર્યો હતો.જ્યારે અમુક વકીલોએ આ બનાવ સંદર્ભે સાઈબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ હતી.
આ બનાવમાં અગાઉ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયાએ નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓ ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.
આ બનાવમાં સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ કે.જે.મકવાણા,એએસઆઈ વિવેકકુમાર કુછડીયા,સંજયભાઈ ઠાકર, પ્રદીપભાઈ કોટડ, રાહુલભાઈ અને હરેશભાઈ સહિતના સ્ટાફે કરેલી તપાસ મુજબ ટેક્નિકલ એનાલિસિસને આધારે જે ખાતામાં નાણાં જમા થયા તે રાજસ્થાનના બિકાનેરની બેન્કનું હોવાનું ખુલતા પોલીસની ટીમોએ 10 દિવસ સુધી રાત-દીવસ સતત મહેનત કરી કૈલાશ કાનારામ ઉપાધ્યાય (રહે. શનિચર મંદીર પુગલ રોડ સર્જી મંડીની પાછળ બિકાનેર રાજસ્થાન) અને મનોજ રાજુરામ કુમ્હાર (રહે.603 ડી પુરાના શિવ મંદીર વોર્ડ નં.2 બંગલા નગર બિકાનેર રાજસ્થાન)ને પકડી લીધા હતા.
સાયબર ક્રાઇમમાંથી જાણવા મળ્યું હતું કે આ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા દિવસ ચારના રિમાન્ડ મળ્યા હતા.તેમજ આ ગુન્હાનો મુખ્ય સૂત્રધાર પકડવા વધુ એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે.
rajkot
જનાના હોસ્પિ.ના 11 માળ ફાયરની મંજૂરી વગર ખડકાઇ ગયા!

રાજકોટમાં નિર્માણ પામેલ જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભુલ બહાર આવી છે. હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલી જવાતા ફાયર વિભાગે હવે એનઓસી આપવાની ના પાડી દેતા એરિયા મુકવા માટે ચાર માળમાં મોટીભાંગફોડ કરી 40 લાખનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ રિફ્યુઝ એરિયા શા માટે ન મુકાયો તેનું કારણ મહાનગર પાલિકામાંથી જાણવામ ળેલ છે. 11 માળના બિલ્ડીંગ માટે પ્લાન મુકવામાં આવેલ જેમાં ફાયર વિભાગની મંજુરી લીધા વગર ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી મંજુરી મેળવે બાંધકામ કરી લેતા હવે ટાઉન પ્લાનીંગ વિભાગની લાપરવાહી કે સરકારી ઈમારત હોવાના કારણે બાંધછોડ કરવામાં આવી છે. તે મુદ્દે કોર્પોરેસનમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
શહેરમાં 15 મીટરથી વધુ ઉંચાઈની ઈમારત બનાવવા માટે આર્કિટેક દ્વારા લેઆઉટ પ્લાન મુકવામાં આવે તે પ્રથમ ફાયર વિભાગને આપવાનું હોય છે. જેમાં ફાયર વિભાગ ફાય એનઓસી અંતર્ગત ક્યા પ્રકારનું બાંધકામ કરવામાં આવસે તેનો અભ્યસા કરી જરૂરી સુધારા-વધારા કરે છે. ત્યાર બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ઈમારતને બાંધકામની મંજુરી મળે છે. પરંતુ જનાના હોસ્પિટલના લેઆઉટ પ્લાનમાં આ નિયમનો ઉલાળીયો કરવામા આવ્યો હોવાનું ખુલવા પામ્યુ છે. જનાના હોસ્પિટલો લેઆઉટ પ્લાન ફાયર વિભાગને મંજુરી અર્થે આપવાના બદલે ટાઉન પ્લાનીંગ વિભાગમાં રજૂ કરી મંજુરી મેળવી લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અને ટાઉન પ્લાનીંગ વિભાગે ફાયર વિભાગની મંજુરી વગર કેવી રીતે બાંધકામની મંજુરી આપી દીધી તે પણ તપાનસો વિષય બન્યો છે. છતાં લોકાર્પણ થાય તે પહેલા જ જનાના હોસ્પિટલને ફાયર એનઓસી ન મળતા હોસ્પિટલ ખુલ્લી મુકવામાં હવે સમય લાગશે તેવું લાગી રહ્યું છે.
જનાના હોસ્પિટલના 11 માળના બિલ્ડીંગમાંથી લેઆઉટ પ્લાન મુકવામાં આવેલ જેમાં દર્શાવ્યા મુજબ આ હોસ્પિટલમાં નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટા બાળકો માટે 44 બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન જેવી સુવિધાઓ, શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલગ વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ માળે ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય માળ પર 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલના ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલાઈ ગયું છે. જેના કારણે આઈસીયુ વિભાગમાં આગની દૂર્ઘટના બને ત્યારે દર્દીઓને બહાર કાઢવા અને એકઠા કરવા માટેનો હોલ ન હોવાથી મુસ્કેલી સર્જાઈ શકે હવે આ ચાર માળ ઉપર બાંધકામોમાં તોડફોડ કરવી પડશે ત્યાર બાદ ફાયર એનઓસી મળશે તેમ જાણવા મળેલ છે.
જનાના હોસ્પિટલનું કોકડું ફાયર એનઓસી વાંકે ગુચવાયું છે. આ બાબતે મહાનગરપાલિકાના એક પણ અધિકારી કઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ ખુણેખાચરે ચર્ચા જાગી છે કે, બિલ્ડરો પાસેથી મલાઈ તારવવામાં પાછીપાની ન કરનાર ટીપી વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓએ આ સરકારી ઈમારતમાં બેદરકારી દાખવી શું મેળવ્યુ હશે કારણ કે પ્રાયવેટ ઈમારતમાં રહેનાર પોતે જવાબદાર હોય છે. પરંતુ જિલ્લાની સૌથી મોટી અને સ્ત્રીઓ અને બાળકો માટેની જનાના હોસ્પિટલમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવી મોટી ભૂલ કરી છે. જે ક્ષમા પાત્ર નથી છતાં હવે ભૂલ સુધારી બોધપાઠ લેશે.
પ્રાઈવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર ચૂપ!
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનોથી સજજ કરવાની સુચના આપેલ જે અંતર્ગત મનપાના ફાયર વિભાગ દ્વારા સતત એક વર્ષ સુધી ખાનગી હોિસ્પિટલો વિરુદ્ધ અભિયાન હાથ ધરી અનેક હોસ્પિટલોના બાંધકામોના ફેરફાર કરાવ્યા હતા. બેડવાળી હોિસ્પિટલોમાં રિફ્યુઝ એરિયા તમજ એક્ઝિટ ગેટ સહિતના મુદ્દે પણ અનેક વખત માથાકુટ થયેલ છતાં આજની તારીખે નવી હોિસ્પિટલોના બાંધકામ સમયે પ્રથમ ફાયર વિભાગમાં મંજુરી લેવી પડે છે. ત્યાર બાદ ટીપી વિભાગ બાંધકામની મંજુરી આપતું હોય છે. આથી પ્રાયવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર હજારો સ્ત્રીઓની જે સ્થળે સારવાર થવાની છે તેમાં બેદરકાર અને ચૂપ કેમ રહ્યું તેવી ચર્ચા જાગી છે.
કમ્પ્લિશન સર્ટિ મળ્યું છે કે નહીં ?
નવનિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ ફાયર એનઓસીના વાંકે અટકી પડ્યું છે બાંધકામ સમયે લેઆઉટ પ્લાનમાં ફાયર વિભાગની મંજુરી ન હોવા છતાં 11 માળનું બાંધકામ ખડકી દેવાયું છે ત્યારે બાંધકામ થયા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પ્લાન મુજબ બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ આ બાંધકામનું કમ્પલીશન સર્ટી આપવામાં આવ્યું છે કે નહીં તે સહિતની બાબત તપાસનો વિષય બની રહ્યો છે. છતાં કંપ્લીશન સર્ટી આપી દેવામાંઆવ્યું હોય તો ટાઉન પ્લાનીંગ વિભાગે કઈ રીતે સર્ટી આપવાની તે પણ તપાસ જરૂરી બને છે
ચારમાળમાં ભાંગતોડ કરી લોખંડની પ્લેટ મુકાશે
જનાના હોસ્પિટલમાં ફાયર વિભાગની મંજુરી વગર બાંધકામ કરી લીધા બાદ ફાયર એનઓસી ન મળતા કોકડું ગુંચવાયું છે ત્યારે હવે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુરક્ષા માટે ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટો મુકવામાં આવશે જેના કારણે સરકારને 40 લાખથી વધુનો ખર્ચ ભોગવવો પડશે હાલ આ મુદ્દે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસેથી માહિતી માગવામાં આવી હોવાનું અને ફાયર વિભાગે ફાયર એનઓસી માટે કરવામાં આવેલ અરજીમાં પણ આ પ્રકારના બાંધકામો તોડી રિફ્યુઝ એરિયા મુકવાની સુચના આપી છે. આથી હવે ચાર માળમાં હોલ બનાવવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટ મુકવામાં આવશે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર