Site icon Gujarat Mirror

કાલાવડ તાલુકાની ત્રણ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની કરાશે ભરતી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી તેમજ પિઠડધામનેસ વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની જગ્યાઓ ભરવાની છે. ઉપર દર્શાવેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલક કમ કુક ની જગ્યા ખાલી પડેલ હોવાથી કેન્દ્રમાં સંચાલક કમ કુક તથા કુક કમ હેલ્પરની નિમણૂંક કરવાની થાય છે.

આ યોજનામાં સંચાલક તરીકે નિમણૂંક માટે વ્યક્તિ એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યકિત ગામમાં ન મળે તો ધોરણ-7 પાસ કરનાર અન્ય વ્યક્તિને સંચાલકની જગ્યાએ નીમી શકાશે. લઘુતમ વયમર્યાદા 20 વર્ષ થી મહતમ વયમર્યાદા 60 વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વયક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે.

અરજદારે અરજી ફોર્મ ભરીને મોડામાં મોડા તા.16/02/2026 ના રોજ 18-00 કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. જેની સર્વેએ નોંધ લેવી.
આ માટેની ઈન્ટરવ્યું તા-19/02/2026 બપોરના 01.00 કલાકે રાખવામાં આવેલ છે, તો સબંધિત અરજદારોએ પોતાના અસલ તમામ આધારો, પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, કાલાવડ ખાતે હાજર રહેવા માટે મામલતદાર, કાલાવડની અખબાર યાદીમાં જણાવાયેલ છે.

Exit mobile version