Connect with us

ગુજરાત

રાજ્યભરમાં ફિશરીઝ વિભાગમાં ખાલી પડેલી 230 જગ્યા પર ભરતી કરવા માંગ

Published

on

ગુજરાતમાં ફિશરીઝ વિભાગમાં ખાલી રહેલી 230 જગ્યાઓ પર ફિશરીઝ કોલેજના ડિગ્રી ધારકોને અગ્રતા આપી ભરતી કરવા વિદ્યાર્થી એસોસિયેશનના પ્રતિનિધિ મંડળ દ્વારા લાગતા વળગતાઓને રજૂઆત કરી ખાલી જગ્યાઓ ભરવા માગ કરેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા કેબિનેટ મંત્રીઓ તથા કમિશ્નરની રૂૂબરૂૂ મુલાકાત લઇ રજૂઆત કરેલ જેમાં જણાવેલ કે, ગુજરાત રાજ્યની સૌ પ્રથમ એવી ફિશરીઝ કોલેજની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા વેરાવળ ખાતે વર્ષ 1991-92માં કરવામાં આવેલ ત્યારબાદ વિદ્યાર્થી અને માછીમાર સમાજની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને અન્ય બે કોલેજ નવસારી અને હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવી કે જે માછીમાર સમાજ, સંગઠનો તથા મત્સ્યોદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આ કોલેજમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. કોલેજના સ્થાપના કાળથી હાલ સુધીમાં કુલ 677 વિદ્યાર્થીઓએ મત્સ્ય વિજ્ઞાનમાં સ્નાતક, 168 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક અને 33 વિદ્યાર્થીઓએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરેલ છે. હાલમાં કોલેજમાં પ્રતિ વર્ષ સ્નાતક કક્ષાએ 75 તથા અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાએ અનુક્રમે 30 અને 10 જેટલા વિદ્યાર્થીઓ નીઇન્ટેક છે, જે મુજબ હાલ કોલેજમાં આશરે 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. ગુજરાતએ ભારત દેશનો સૌથી લાંબો 1600 કિ.મી. દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેમ કે વેપારી માટે લાઇસન્સ, બોટોના લાઇસન્સ કોલ વેરીફીકેશન, ડીઝલ કાર્ડ, સબસિડી વગેરે કામ આ ઓફિસ અને તેના વહીવટી અધિકારી એટલે ફિશરીઝ ઓફિસર પર આધાર રાખે છે પરંતુ છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ ગુજરાતના ફિશરીઝ વિભાગમાં મત્સ્યઉદ્યોગ વિભાગની ફિશરીઝ ઓફિસરની પોસ્ટ સંપૂર્ણ ખાલી છે અને તેમનું કામકાજ માત્ર ગાર્ડ દ્વારા ચલાવવામાં આવે છે જેથી માચ્છીમારોને હાલાકી ભોગવવી પડે છે અને ઉપરોકત કામ માટે નાછુટકે મુખ્ય ફીશરીઝ કચેરીના ધક્કાખાવા પડે છે. છેલ્લે 2017 માં ભરતી થયેલ હોય અને હાલમાં રાજ્યમાં મત્સ્યોદ્યોગ અધિકારી (100) મત્સ્યોદ્યોગના મદદનીશ અધિક્ષકની (90 જગ્યાઓ), મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની (10 જગ્યા) અને મત્સ્યોદ્યોગ અધિક્ષકની (30 જગ્યાઓ) ખાલી છે. દરિયાઈ મત્સ્યોદ્યોગ સંસાધનોનું સંચાલન કરવા, વિવિધ મત્સ્યોદ્યોગ સ્કીમનું ગામડાનાં સ્તર સુધી અમલીકરણ અને દેખરેખ, પ્રોસેસિંગ ક્ષેત્રમાં માછલી નિકાસની ગુણવત્તા વધારવા માટે ઉપરોક્ત હોદ્દાની જગ્યાઓ જરૂૂરી સમયાંતરે ભરવી જોઈએ. મત્સ્યોદ્યોગ વ્યવસાયિકો (ઋશતવયશિયત ઙજ્ઞિરયતતશજ્ઞક્ષફહ), મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓનાં સાતત્ય વિકાસ માટે આવશ્યક ભૂમિકા ભજવી છે. આ માટે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન વતી ફિશરીઝ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ ધવલભાઈ જુંગીની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસો. ની કેબિનેટ ટીમ દ્વારા કૃષિ અને મત્સ્યોદ્યોગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મત્સ્યોદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી તથા મત્સ્યઉદ્યોગ કમિશનર નિતિન સાંગવાન સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત કરતા મંત્રીઓ તેમજ કમિશનર સમક્ષ ભરતી, પ્રક્રિયામાં લઘુતમ માપદંડ તરીકે ફક્ત બી.એફ.એસ.સી. તથા તમામ વર્ગની ભરતીમાં ન્યૂનતમ પાત્રતા તરીકે ફક્ત સ્નાતક ડિગ્રી વગેરે બાબતે રજુઆત કરવામાં આવી હતી. આ તકે મંત્રીઓ તેમજ કમિશનર દ્વારા ખાતરી આપી આ બાબતે જરૂરી પગલાં લેનાર હોવાનું જણાવેલ તેમજ આ મુલાકાત ગુજરાત ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓના ઇતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય અને રાજ્યકક્ષાએ ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન સંગઠનનું પ્રતિનિધિત્વ સમગ્ર ફિશરીઝ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભ દાયક અને પ્રગતિ વાન હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending