નો બેક બ્રાઉની હાર્ટ


સામગ્રી :

 • 2 કપ મેંદો * 1 કપ કોકોપાવડર * 1 કપ ખાંડ * 2 + 1/4 કપ ફૂલ ફેટ દૂધ
 • 1/2 કપ બટર * 1/8 ટી સ્પૂન મીઠું * 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
 • 1/4 કપ અખરોટ * 1 ટી સ્પૂન કોફી પાવડર
  : રીત :
  1 ચોરસ મોલ્ડમાં બટર પેપર પાથરીને સાઈડમાં રાખવું.
  2 પેનમાં બટર,2 કપ દૂધ અને ખાંડ લઇ બટર અને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દેવું.
  3 ત્યાર બાદ તેમાં મેંદો, કોકો પાવડર, કોફી પાવડર, વેનીલા એસેન્સ એડ કરી મિશ્રણ પેન છોડે ત્યાં સુધી હલાવવું.
  4 મિશ્રણને મોલ્ડમાં પાથરવું. હાર્ટ શેપના કટરથી કટ કરવું.
  : નોંધ :
  આ બ્રાઉની ઉપર મેલટેડ ચોકોલેટ રેડી શકાય અથવા મેલટેડ ચોકોલેટ અને સુગર સ્પ્રિંકલર્સથી ડેકોરેટ કરી શકાય
 • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ