ચેમ્પુરાડો (મેક્સિકન હોટ ડ્રિન્ક)

સામગ્રી:

1/2 કપ – પીળી મકાઈ નો લોટ
2 કપ – દૂધ
2 કપ પાણી
1- તજની સ્ટિક
3 ટેબલ સ્પૂન – બ્રાઉન શુગર
3 ટેબલ સ્પૂન – ક્ધડેન્સ્ડ મિલ્ક
2 ટી સ્પૂન – વેનીલા એસેન્સ
200 – ડાર્ક ચોકલેટ
1/8 ટી સ્પૂન – મીઠું (ઓપ્શનલ)
રીત : સૌ પ્રથમ સોસપેનમાં પાણી અને તજ લઇ 5 મિનિટ ઉકાળવું. ત્યાર બાદ તેમાં મકાઈનો લોટ નાખી મિક્સ કરી હલાવવું. ત્યાર બાદ બ્રાઉન સુગર, મીઠું, દૂધ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં ચાકોલેટ એડ કરી મિક્સ કરવું. થોડી વાર ઉકળવા દેવું.ગરમ ગરમ સર્વ કરવું.
નોંધ : કન્ડેન્સ્ડ મિલ્કના લેવું હોઈ તો તેના બદલે 3 ટેબલ સ્પૂન સુગર ઉમેરવી

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ