મોમોસ

સામગ્રી: 2 કપ મેંદો, મીઠું,1/2 ચમચી બેકિંગ પાઉડર, 1 કપ ટોમેટો ચીલી ચટણી, 1 કપ પાલક કોથમીર ચટણી
ફીલિંગ માટે: હ 1 કપ છીણેલ ગાજર
હ 1 કપ છીણેલ કોબી
1 ચમચો તેલ
1/2 કપ ઝીણી સમારેલ ડુંગળી
1 કપ ઝીણા સમારેલ કેપ્સીકમ
1 ચમચી ઝીણું સમારેલ લસણ
1 ચમચી સોયા સોસ
1/4 ચમચી વિનેગર
1/4 ચમચી મરી પાઉડર
1 કપ હોટ સોર સૂપ (ઓપ્શનલ)
મીઠું
રીત: હ એક બાઉલમાં મેંદો લઇ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરી
ત્રણ ભાગ કરવા.
એક બાઉલમાં ટોમેટો ચીલી ચટણી ઉમેરી લોટ બાંધવો.
એક બાઉલમાં પાલક કોથમીર ચટણી ઉમેરી લોટ બાંધવો.
એક બાઉલમાં સાદો પ્લેન લોટ બાંધવો.
એક કડાઈમાં તેલ મૂકી ડુંગળી અને લસણ ઉમેરી
ફાસ્ટ ગેસે સાંતળો.
પછી તેમાં કેપ્સીકમ, ગાજર, કોબી ઉમેરી ફાસ્ટ ગેસે પકાવું.
હવે ગેસ પરથી નીચે ઉતારી તેમાં સોયાસોસ, મીઠું, વિનેગર અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
પછી તેમાં હોટ
સોર સૂપ ઉમેરી મિક્ષ કરી બાજુ પર મુકવું.
હવે નાની નાની રોટલી વણી ગોળ કાપી લો.
હવે ફીલિંગ ભરી અને ફરતી બાજુએ પાણીવાળી આંગળી ફેરવી પોટલી વાળી લેવી.
10 મિનીટ માટે સ્ટીમ થવા દેવા.
મોમોસને
મોમોસ ચટણી જોડે
સર્વ કરવું.
તો તૈયાર છે મોમોસ…

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ