જીંજરા સલાડ

સામગ્રી:
1 અધકચરા બાફેલા જીંજરા
1/4 કપ ઝીણી સમારેલ કોબી
1/4 કપ ઝીણું સમારેલ કેપ્સીકમ
1/4 કપ ઝીણા સમારેલ ગાજર
1 ટેબલ સ્પૂન આદુ, મરચા, લસણની પેસ્ટ
3 ટેબલ સ્પૂન સમારેલ ડુંગળી (ઓપ્શનલ)
2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ
2 ટીસ્પૂન સોયા સોસ
2 ટેબલ સ્પૂન ટામેટો કેચપ
1 ટી સ્પૂન વિનેગર
1 ટેબલ સ્પૂન તેલ
મીઠું સ્વાદ મુજબ
પધ્ધતિ:
પેનમાં તેલ લેવું .
તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરવી.
ત્યાર બાદ તેમાં ડુંગળી એડ કરવી.ત્યાર બાદ કોબી, ગાજર અને કેપ્સીકમ એડ કરી સાંતળવું.
જીંજરા, મીઠું, ચીલી સોસ, સોયા સોસ, ટામેટો કેચપ અને વિનેગર એડ કરી મિક્સ કરવું.
ગરમ-ગરમ સર્વ કરવું.
વેરિએશન: જૈન સલાડ બનાવવા લસણ, ગાજર અને ડુંગળીનો ઉપયોગ ન કરવો.

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ