જીંજરા ટીક્કી

સામગ્રી:
1 કપ બાફેલા બટાટા છૂંદો
2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ
1/2 કપ બાફેલા જીંજરા
મીઠું-ચાટ મસાલો સ્વાદ મુજબ
1 ટેબલ સ્પૂન સમારેલ ધાણાભાજી
1 ટેબલ સ્પૂન સમારેલ ફુદીનો
2 ટેબલ સ્પૂન બ્રેડ કર્મ્સ,
તળવા માટે તેલ
પદ્ધતિ:
એક બાઉલમાં બાફેલા બટાટાનો છૂંદો, બાફેલા જીંજરા અધકચરા પીસેલા, આદુ મરચાની પેસ્ટ, ધાણાભાજી, ફુદીનો, બ્રેડ કર્મ્સ અને મીઠું બધું મિક્સ કરી દો.
બધું મિક્સ કરીને મનપસંદ આકારની ટીક્કી વાળી લો.
આ ટીકીને ગરમ તેલમાં ફ્રાય કરવી ચાટ મસાલો છાંટી સર્વ કરવી.
વેરિએશન: જૈન ટીક્કી બનાવવા માટે બટેટાના બદલે કાચા કેળાનો ઉપયોગ કરવો.

  • હેતલ માંડવીયા

રિલેટેડ ન્યૂઝ