ટિપ્સ ફ્રોમ મોમ

શિયાળામાં લીલાછમ જીંજરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે અનેક ગુણ ધરાવે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. નાના-મોટા સૌના મોમાં પાણી લાવી દે છે. શિયાળામાં ગરમાગરમ શેકેલા કે બાફેલા જીંજરા અનેક મીઠાઈના સ્વાદ ભૂલાવી દે છે. જીંજરાને અનેક રીતે ખાઈ શકાય છે.

જીંજરાના દાણા કાઢી તેને બાફીને શાક બનાવી શકાય છે.
આ ઉપરાંત મેથીની ભાજી સાથે તથા રીંગણા સાથે જીંજરાના દાણાનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. આ શાક રોટલા સાથે ખાવામાં ખૂબ મોજ પડે છે.
ઊંધિયાના શાકમાં જીંજરાના દાણા નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બાફેલા જીંજરાના દાણામાં મીઠું, મરચું, લીંબુ, નાખી બટર મૂકી વઘાર કરી ઉપર ચીઝ ભભરાવી ચિઝી જીંજરા પણ બનાવી શકાય.
જીંજરાને બાફીને તેમાં ટમેટા ડુંગળી ઝીણા સમારીને,કાકડી વગેરે નાખી સલાડ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે જે ભોજનનો સ્વાદ વધારી દે છે.
જીંજરાને ક્રશ કરી સહેજ ઘી મૂકી શેકીને તેમાં ખાંડ નાખી હલવો પણ બનાવી શકાય.
બાફેલા દાણાંને અધકચરા ક્રશ કરી તેમાં મીઠું લીંબુ, મરચું, ગરમ મસાલો નાખી કચોરી કે સમોસા બનાવી શકાય.

રિલેટેડ ન્યૂઝ