લોકડાઉનમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ પુલાવ

રેસિપીમાં આ વખતે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચણાનો પુલાવ. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રી

1 કપ ચણા ( પલાળેલા )
2 નંગ ડુંગળી
½ ચમચી જીરું
એક નાનો ટુકડો તજ
3 થી 4 નંગ એલચી
સ્વાદનુસાર મીઠું
½ ચમચી મરચું
1 ચમચી હળદર

રીત

  • સ્ટેપ 1

સૌથી પહેલા ડુંગળીને ડીપ ફ્રા. કરો. તે પુલાવ બનાવવાના સમયે અને સર્વ કરતા પહેલાં કામમાં આવશે. પુલાવ માટે ચોખાને પણ પાલાળીને રાખો. કુકરમાં તેલ ગરમ કરીને જીરું, તજ, એલચી અને સમારેલી ડુંગળીને ફ્રાય કરો.


-->
  • સ્ટેપ 2

ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા ઉમેરો. ચોખાની સુગંધ આવતાની સાથે જ તેમાં પલાળેલા ચણા અને હુંફાળુ પાણી નાખો.

  • સ્ટેપ 3

ઉકળતાની સાથે જ તેમાં થોડું મીઠું, હળદની સાથે ફ્રાય કરેલી ડુંગળી મિક્સ કરો. ચોખાને રાંધો અને પાણી ઉડી જાય ત્યાં સુધી ચઢવા દો. એક સીટી વાગે તો પણ પુલાવને પકાવી શકાય છે.



રિલેટેડ ન્યૂઝ