Connect with us

ગુજરાત

મંદી બે જિંદગી ભરખી ગઇ: કરખાનેદાર સહિત બે ના આપઘાત

Published

on

  • રાજકોટના કાંગશિયાળીમાં કારખાનેદાર યુવકે ઝેર અને રૂખડિયાપરામાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધા

મહામંદીના કારણે સર્જાયેલી આર્થીકભીંસના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી કારખાનેદાર યુવાને ઝેરી દવા પી અને શ્રમિક પ્રોઢે ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલા ભરી લીધા છે. યુવક અને પ્રૌઢના મોતથી બંને પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જામકંડોણાના મોટા પાદરા ગામના વતની અને હાલ રાજકોટના કાંગસિયાળી ગામે રહેતા અને ભુણાવા ગામ પાસે ભાડાથી પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા પારસ દિનેશભાઈ જારસાણીયા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. કારખાનેદાર યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પારસ જારસાણીયા મૂળ જામકંડોણાના મોટા પાદરા ગામનો વતની હતો અને કાંગશીયાળીમાં રહેતો હતો તેમજ ભુણાવા ગામે ભાડેથી પીવીસીનું કારખાનું ચલાવતો હતો આર્થિકભીંસથી કંટાળી ઝેર પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં રાજીવનગર મેઇન રોડ ઉપર આવેલા રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતા સબીરભાઈ જુસબભાઈ જાડેજા નામના 44 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પ્રોઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સબીરભાઈ જાડેજાને સંતાનમાં બે પુત્રો છે અને સબીરભાઈ જાડેજા બંગડીના કારખાનામાં કામ કરતા હતા પરંતુ બે મહિનાથી ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને બહાર ગયેલી પત્ની ઘરે પરત ફરતા ડેલી બંધ હોવાથી પતરા તોડી અંદર જઈને જોતા સબીરભાઈ જાડેજાનો મૃતદેહ લટકતો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending