Site icon Gujarat Mirror

જૂનાગઢના બીલખા બાદલપુર ગામે દુષ્કર્મના આરોપીએ કરેલો આપઘાત

જૂનાગઢના બીલખા બાદલપુર ગામે દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2023માં મીતુલ બારૈયા નામના યુવકે એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે બીલખા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે દુષ્કર્મના આરોપી મિતુલ બારૈયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી જૂનાગઢ જેલમાં ધકેલ્યો હતો. ત્યારે જુનાગઢ જેલમાં છેલ્લા એક વર્ષથી દુષ્કર્મનો આરોપી મિતુલ બારૈયા સજા ભોગવી રહ્યો હતો. એક વર્ષ બાદ મીતુલ બારૈયાને સાત દિવસના પેરોલ મળતા તે પોતાના ગામ બાદલપુર આવ્યો હતો, પરંતુ 17 ડિસેમ્બરના પેરોલ પૂર્ણ થતાં ફરી જેલમાં ન જવું પડે એટલે મિતુલે બાદલપુર નજીક આવેલા ડેમ પર જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.


મિતુલે ઝેરી દવા પીધાની જાણ થતા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે બીલખા પોલીસને જાણ કરતા બીલખા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version