Connect with us

ગુજરાત

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

Published

on

વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’  શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સમર્પિત કર્યું છે.

લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમાપન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ)થી થાય છે.


આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો મખમલી કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફ્યુઝનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે, તેમજ આ ગીતના શબ્દો પ્રસિધ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે.


“ગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટીક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ ઓડિયો વિઝ્યઅલ રજૂઆત કરવામાં આવી નથી. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક 2021માં વધીને 674 થઈ ગયો હતો,” તેમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું. 

પરિમલભાઈ નથવાણીએ સિંહ અંગે બે કોફી ટેબલ બૂક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વિડિયો તથા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કૉલ ઑફ ધ ગીર પુસ્તક રજૂ કર્યું છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશીપૂર્ણ પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે. આ અગાઉ, 2017માં શ્રી નથવાણીએ ગીર લાયનઃ પ્રાઇડ ઑફ ગુજરાતનું આલેખન કર્યું હતું, જેમાં ગીરના સિંહોના અદ્દભૂત ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સાથે-સાથે તેમના સંવર્ધનની તાતી જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મોહક સિંહણ ગીત ગીર તેમજ એશિયાટિક લાયન્સ તરફના તેમના ઊંડા લગાવ અને પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.આ ગીતને પરિમલભાઈ નથવાણીની યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું છે, જેની લિંક  https://www.youtube.com/watch?v=zyIHftl0rD4 આ ગીતનો ઉપયોગ ક્રેડિટ સાથે કરી શકાશે.

ક્રાઇમ

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

Published

on

By

ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યાર લાકડી, પથ્થર અને સળિયા વડે તૂટી પડ્યા

ભાવનગર જિલ્લાના તળાજાના વેપારીઓએ કિન્નરઓની દબંગગીરીને લઈ કરેલ ફરિયાદ બાદ ભિક્ષાવૃત્તિના વિસ્તારના વર્ચસ્વની લડાઈને લઈ તળાજાના બે કિન્નર ઉપર ઠાડચ ખાતે રહેતા કિન્નરએ પોતાના યુવાન પુરુષ સાગ્રીતોને સાથે લાવી મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.


જર, જમીન અને જોરું આ કહેવત તળાજા વિસ્તારના કિન્નરને પણ લાગુપાડતી ઘટના પાલીતાણા રોડ પર આવેલ સુંદરવન ગૌશાળા નજીક બનવા પામી છે.તળાજા હોસ્પિટલ ખાતે પોતાના ચેલાઓ પર થેયલ હુમલા ને લઈ સારવાર અર્થે દોડી આવેલ દીપિકામાસી એ આરોપ મૂક્યો હતોકે આજે સાંજના સમયે પોતાના અહીં રહેતા સાત ચેલા પૈકીના રિયામાસી અને જાગૃતિમાસી પાલીતાણા હાઇવે પર ભિક્ષાવૃત્તિ કરી રહ્યાહતા.આ સમયે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી એ પોતાના સાગ્રીતો જે એ વિસ્તારના પુરુષ છે તેને સાથે રાખી લાકડી,પથર અને સળિયા વડે હુમલો કરી મૂંઢમાર મારેલહતો.આ લોકોએ જતા જતા ધમકી આપી હતીકે હવે અહીંયા ભિક્ષાવૃત્તિ કરશો તો જાનથી મારી નાખીશું. આ અંગે ઘવાયેલા તમામ કિન્નરને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ આ ઘટના અંગેની જામ થતા ભાવનગર પોલીસનો સ્ટાફ તુરંત હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા કિન્નરોના નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

મારાજીવને પણ જોખમ: દીપિકામાસી
તળાજાના દીનદયાળ નગર ખાતે કિન્નર એકીસાથે રહે છે. તળાજા ના મુખ્યગુરુ તરીકે દીપિકામાસી છે. તેઓએ જણાવ્યું હતુ કે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી તરફથી છેલ્લા પંદરેક દિવસથી ધમકીઓ મળીરહી છે.આજે તેમના તરફથી પોતાના બે ચેલાપર હુમલો કરવામાં આવ્યો. મને પણ શોધે છે. મારા જીવનું જોખમ છે આ સમસ્યાનું નિરાકરણ તુરંત લેવામાં આવે તેવી પોલીસને વિનંતી છે.

Continue Reading

ગુજરાત

સુરેન્દ્રનગરમાં ડમ્પરે ચાર વાહનોને ઉલાળ્યા, બેનાં મોત

Published

on

By

અઙખઈ ચોકડી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટે્રકટર, બાઇક, એસ.ટી. બસ અને છોટા હાથીને અડફેટે લીધા


સુરેન્દ્રનગર શહેરની એપીએમસી ચોકડી પાસે સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા રોપાયેલ વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા દંપતી ટ્રેકટર લઈને જતા હતા.ત્યારે એક ડમ્પરે પાછળથી ભટકાતા ટ્રેકટરના પંખા પર બેસેલ મહિલા જમીન પર પટકાઈ હતી અને ડમ્પરના વ્હીલમાં આવી જતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ ડમ્પરના ચાલકે ટ્રેકટર ઉપરાંત બાઈક, એસ.ટી.બસ, છોટા હાથીને પણ અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયુ છે.


સુરેન્દ્રનગર શહેરમાંથી દોડતા ડમ્પર ફરી એકવાર યમદુત સમાન બન્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર એપીએમસી ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના પ્રભાતભાઈ હીરાભાઈ ઘોડ અને તેમના પત્ની આશાબેન લખતરમાં રહે છે અને રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના વૃક્ષોને પાણીના ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ કરે છે. તા. 9મીએ મોડી સાંજે દંપતી ટ્રેકટર લઈને ડીઝલ પુરાવવા જતા હતા. ત્યારે એપીએમસી ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેકટરના ડાબી સાઈડના પંખા પર બેસેલા આશાબેન નીચે પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ તેમના પરથી ફરી વળ્યુ હતુ. આ ઉપરાંત આ ડમ્પર ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જયો હતો.

જેમાં બાઈક સવાર સુરેશભાઈ શાંતીલાલ વણોલ અને પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઈજાઓ પહોંચી હતી. જયારે ડમ્પરે એસ.ટી.બસ અને છોટા હાથી સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડયુ હતુ. અકસ્માતમાં મોતને ભેટેલા આશાબેનના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે બાઈક સવાર સુરેશભાઈ વણોલ અને પ્રભાત વણોલને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન સુરેશભાઈ વણોલનું મોત થયુ છે. બનાવની પ્રભાતભાઈ ઘોડએ બી ડીવીઝન પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.

કાર અડફેટે રેલકર્મીનું મોત
દસાડાના બજાણા ગામ પાસેથી તા. 9મીએ રાત્રે પીપળીના અને રેલવે કર્મી તરીકે ફરજ બજાવતા હાજીખાન જતમલેક બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક બાઈક સાથે અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં હાજીખાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા સેડલાના પુર્વ સરપંચ મહોબતખાન, તાલુકા પંચાયતના પુર્વ ચેરમેન વિપુલભાઈ મેરાણી સહિતનાઓ દવાખાને ધસી ગયા હતા. પોલીસે લાશનું પીએમ કરાવી ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

રૂપાલાને ભાજપ તમામ જવાબદારીમાંથી મુકત કરે

Published

on

By

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ટાણે રાજપૂત સમાજે ધોકો પછાડયો


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ફરી એક વખત રાજપૂત સમાજે ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાનો મુદો ઉઠાવ્યો છે અને રૂપાલાને તમામ જવાબદારીમાંથી મુકત કરવા ભાજપ તથા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. લોકસભાની ચૂટણી સમયે રાજપૂત સમાજે રૂપાલા સામે મોરચો ખોલ્યો હતો પરંતુ તેમાં ખાસ સફળતા નહીં મળતા નવો મોરચો ખોલ્યો છે અને આગામી દશેરા સુધીમાં મુદત આપી છે અને દશેરા સુધીમાં નિર્ણય ન થાય તો રાજપૂત સમાજની સંકલન સમિતીની બેઠક યોજી ભાવી રણજીતી જાહેર કરવાની ચીમકી આપી છે.


રાજપૂત સમાજે કહ્યું છે કે, આવા વાણી વિલાસનો પ્રયોગ કરવા બદલ ક્ષત્રિય સમાજની રૂૂપાલા માફી માગે તેવી માંગણીઓ કરવામાં આવી છે. સાથોસાથ આવા નિવેદનો પર ભાજપના તમામ હોદ્દાઓ અને તમામ કક્ષાની જવાબદારીમાંથી રૂૂપાલાને મુક્ત કરવા માટે પણ માંગ કરાઈ છે.


રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડીયા પ્રેસ રિલીઝ મારફતે માંગ કરી છે. પરશોત્તમ રૂૂપાલાએ શ્રી રામ વિશે વાણી વાલાસ કર્યો છે તે બાબતે રાજપૂત સમાજ આકરા પાણીઓ છે. આ પહેલા પણ પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે મોટું આંદોલન કર્યું હતું.


રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ‘તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવેલ છે. આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે. સંકલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામાં આવેલ છે. રૂપાલા દ્વારા પુન: સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવેલ છે. અમારી માગણી છે કે ભાજપનું સંગઠનમાંથી રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે.

Continue Reading
રાષ્ટ્રીય38 mins ago

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

મનોરંજન54 mins ago

મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવારજનો શોકમાં ગરકાવ

ક્રાઇમ1 hour ago

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

ગુજરાત1 hour ago

સુરેન્દ્રનગરમાં ડમ્પરે ચાર વાહનોને ઉલાળ્યા, બેનાં મોત

ગુજરાત1 hour ago

રૂપાલાને ભાજપ તમામ જવાબદારીમાંથી મુકત કરે

ગુજરાત1 hour ago

પાલનપુરમાં ભારતનો બીજો 55 ફૂટ ઊંચો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ

ક્રાઇમ1 hour ago

પાંચ વર્ષની બાળા સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનાર અપરાધીને આજીવન કેદ

કચ્છ1 hour ago

કચ્છના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાતા તંગદિલી

ગુજરાત1 hour ago

12472 પોલીસ ભરતી માટે 16 લાખ ઉમેદવારો લાઈનમાં

ગુજરાત1 hour ago

કૂતરું આડું ઉતરતા બાઈક ઉથલ્યું, પાંચ વર્ષના બાળકનું કરુણ મોત

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય21 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત22 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત21 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

ગુજરાત4 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

Trending