Connect with us

ગુજરાત

રાજકોટ યાર્ડ ઘઉં વેંચશે: ‘ધરતી પુત્ર’ના નામે બ્રાન્ડ બનાવી

Published

on

  • આજથી ઘઉંની ખરીદીનો પ્રારંભ, વિણાટ કરી સ્થાનિક બજારમાં પડતર ભાવે વેચાણ કરશે: જરૂર જણાશે તો અલગથી યાર્ડમાં શેડ બનાવવાની તૈયારી

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી યાર્ડ જ ઘઉંની ખરીદી કરશે અને બાદમાં પોતાની બ્રાન્ડના નામે સ્થાનિક બજારમાં વેંચાણ કરશે. તેના શ્રીગણેશ આજથી કરવામાં આવ્યા છે. ખેડૂતો અને ગ્રાહકોને ફાયદો મળી રહે તેવા હેતુથી આ સ્કિમ શરૂ કરવામાં આવી છે.

આ અંગે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડ ખેડૂતોના હિત અને ગ્રાહકોના સંતોષ માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં યાર્ડ પોતાની એક બ્રાન્ડ ઉભી કરશે અને હરરાજીમાં ભાગ લઇ ઘઉંની ખરીદી કરશે ત્યારબાદ તેનું વિણાટ કરી અને સ્થાનિક બજારમાં તેનું વેંચાણ કરશે. આ વેંચાણ પડતર ભાવે ઓછા નફાથી કરવામાં આવશે. જેથી ખેડૂત અને ગ્રાહકોને પણ લાભ મળી રહે.

વધુમાં જયેશભાઇએ કહ્યુ હતું કે બ્રાન્ડને ધરતી પુત્ર નામ આપવામાં આવશે અને ઘઉંના વેંચાણ માટે રાજકોટ બેડી યાર્ડમાં જ એક પેઢી શરૂ કરવામાં આવશે. જેથી ગ્રાહકોને સરળાથી સ્થાનિક બજારમાં ઘઉં મળી રહે. આજે રૂ.622ના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી હતી અને તેને વિણાટ માટેની પ્રકિગયા હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકને એકદમ સારી ગુણવતાના ઘઉં મળી રહે તે માટે વિણાટની પ્રક્રીયા યાર્ડ દ્વારા જ કરવામાં આવશે. ધરતીપુત્રના નામે બેગ બનાવવામાં આવશે અને ઘઉંનું વેંચાણ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં ઘઉંના ભાવ પણ આસમાનને આંબી ગયા છે અને યાર્ડમાં લોકવન ઘઉંના રૂા.470થી રૂ.533 અને ટુકડા ઘઉંની રૂા.498 થી રૂ.578 સુધીમાં સોદા થયા હતા અને આ ભાવ આગામી દિવસોમાં વધવાની શકયતા છે. મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો હોય જેથી ઘઉં દરેક વર્ગ માટે આશિર્વાદ સમાન જણસી છે અને લોકો બારમાસના ઘઉં ભરતા હોય છે. સામાન્ય પરિવારને પરવડે અને સરળતાથી ઘઉંની ખરીદી કરી શકે તેવા હેતુથી યાર્ડમાં સતાધિશો દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી આશિર્વાદરૂપ સાબીત થશે.

યાર્ડમાં વેકેશન પૂર્ણ થતા ઘઉંની મબલખ આવક થઇ છે. 10 દિવસની રજા બાદ એક જ દિવસમાં યાર્ડમાં એક લાખ મણ ઘઉંની આવક થઇ હતી અને યાર્ડ છલોછલ થતા હાલ યાર્ડમાં ઘઉંની જણસી બંધ કરવામાં આવી છે અને ગઇકાલે આવેલ જણસીની હાલ હરરાજી ચાલી રહી છે. ઘઉં સહીત યાર્ડમાં અન્ય જણસી પણ ઢગલા મોઢે ઠલવાઇ છે અને ભાવ પણ સારા મળી રહ્યા હોવાથી ખેડુતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

યાર્ડમાં સતત જણસીની આવક થઇ રહી હોય અને વિશાળ શેડ હોવા છતાં પણ યાર્ડમાં યોગ્ય જાળવણી થાય અને ખેડુતોની મહેનતને ન્યાય મળી રહે તે માટે યાર્ડમાં શેડ બનાવવામાં આવી રહ્યો છે તેની કામગીરી શરૂ છે જયારે જરૂર જણાય વધુ શેડ બનાવવામાં આવશે તેમ અંતમાં ચેરમેને જણાવ્યું હતું.

ઘઉંના વેચાણને સારો પ્રતિસાદ મળશે તો અન્ય જણસ પણ વેચશું

જ્યેશભાઇ બોઘરા, ચેરમેન રાજકોટ માર્કેટીંગ યાર્ડ

ધરતીપુત્રના નામે પ્રથમ ઘઉંનું વેંચાણ યાર્ડ દ્વારા સ્થાનિક બજારમાં શરૂ કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં જો ઘઉંના વેંચાણને સારો એવો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તબક્કા વાઇઝ અન્ય જણસીનું વેંચાણ પણ યાર્ડની બ્રાન્ડના નામે શરૂ કરવામાં આવશે. યાર્ડમાં 37થી વધારે જણસીની આવક થઇ રહી છે.

ખેડૂતો માટે કિસાન સહાય કેન્દ્ર શરૂ કરાશે
ચેરમેન જ્યેશભાઇ બોઘરાએ કહ્યું હતું કે રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારના ખેડુતો પણ પોતાની જણસી વેંચવા માટે રાજકોટ યાર્ડમાં આવતા હોય છે. તેના માટે યાર્ડમાં કિશાન સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જેથી સ્થળ પર જ ખેડુતોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરી શકાય.

 

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending