Connect with us

rajkot

રાજકોટ યાર્ડ ખરીફ પાકથી ઊભરાયુ: મગફળીની આવક બંધ

Published

on

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતીમાં શિયાળી મૌસમના પગરવ સાથે જ ખરીફ પાકોની આવક શરૂ થઇ ગઇ છે અને યાર્ડોમાં મબાલખ પાક કલવાઇ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મગફળીની અને ડુંગળીની આવક વધતા રાજકોટમાં મગફળી અને ગોંડલમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. હાલ ઘંઉ, કપાસ સોયાબીન, ડુંગળી, મગફળીની આવક થઇ રહી છે. ખેડુતોને પણ ટેકા કરતા ખૂલ્લા બજારમાં વધારે ભાવ મળતા હોવાતી ખૂશ-ખૂશાલ જોવા મળી રહ્યા છે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં 5,500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને કપાસનો 20 કિલોનો 1,300થી 1,577 રૂૂપિયા ભાવ મળ્યો હતો. કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. માર્કેટ યાર્ડમાં શુક્રવારે વહેલી સવારથી જીણી અને જાડી મગફળીની કુલ 6,580 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં જાડી મગફળીની આવક 2,640 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1,125થી 1,412 અને જીણી મગફળીની આવક 3,940 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1,150થી 1,450 રૂૂપિયા મણના બોલાયા હતા. આ ઉપરાંત યાર્ડમાં સોયાબીનની પણ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી. સોયાબીનની આવક 2800 ક્વિન્ટલ થઈ હતી. સોયાબીનનો ભાવ 900થી 1,000 રૂૂપિયા મણનો બોલાયો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ યાર્ડમાં 2450 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટ યાર્ડમાં થઈ છે.જ્યારે ટુકડા ઘઉંના ભાવ 528થી 624 રૂૂપિયા બોલાયા હતા.જ્યારે લોકવન ઘઉંની આવક 250 ક્વિન્ટલ થઈ છે.જ્યારે લોકવન ઘઉંનો ભાવ 510થી 573 રૂૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની સાથે સાથે સુકી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. સુકી ડુંગળીની આવક 7,500 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો સુકી ડુંગળીનો ભાવ 330થી 661 રૂૂપિયા મણના બોલાયા હતા.

rajkot

જસદણમાં ડાઘિયાઓનો આતંક, એક દિવસમાં 18ને બચકાં ભર્યા

Published

on

જસદણ શહેરમાં અનેક વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા એક મહિનાથી કુતરાઓએ જસદણ શહેરમાં આતંક મચાવ્યો છે.
જસદણના ટાવર ચોક, છત્રી બજાર, મેઈન બજાર, મોતી ચોક, હાઈસ્કૂલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ખાસ કરીને રાત્રે 8 વાગ્યા બાદ અંધારું થતાં બાઈક લઈને પસાર થતાં તેમજ ચાલીને પસાર થતા લોકોને કૂતરાઓ કરડે છે. જસદણ શહેરમાં શનિવારે એક જ દિવસમાં જુદી જુદી 11 વ્યક્તિઓને વિવિધ વિસ્તારમાં કુતરા કરડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કુતરુ કરડતા આપવા પાત્ર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે લોકોને કુતરા કરડીયા હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે યાતનાનો સામનો કરવો પડ્યો હતો. જસદણ શહેરના અનેક વિસ્તારોમાં કૂતરાઓએ આંતક મચાવ્યો છે. આ ઉપરાંત કુતરાઓ ઘણી વખત કરડયા પહેલા બાઈક ચાલકની પાછળ દોડતા હોવાથી બાઇક સ્લીપ થવા સહિતના અકસ્માતનો પણ ભય રહે છે. પાલિકા તંત્ર રખડતા કૂતરાઓને પકડીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.

Continue Reading

rajkot

ગોંડલના મુંગાવાવડી ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ

Published

on

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગામના જ યુવાને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મુંગાવાવડી ગામે રહેતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુંગાવાવડી ગામે રહેતા દર્શિલ સંજયભાઈ દુધાત્રા નામના યુવાનનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુંગાવાવડી ગામે ખેતી કરે છે જ્યારે તેમને સંતાનમાં 15 વર્ષની સગીર પુત્રીને એક વર્ષ પહેલા આરોપીએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાને ભોળવી પોતાના ઘરે બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
ગત તા.29-11-23નાં બપોરના સમયે પણ આરોપીએ સગીરાને ભોળવી પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતં. બપોરના ગુમ થયેલી સગીરાને પરિવારજનોએ પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેના આધારે પોલીસમાં જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Continue Reading

rajkot

અલગ થવાના પ્રશ્ને નવદંપતીનો સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ

Published

on

જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા નવદંપતીએ અલગ થવાના પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો નવદંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલા વાજસુરપરા વિસ્તારમાં રહેતા કુલદીપ મુકેશભાઈ પંચાળ (ઉ.વ.20) અને તેની પત્ની અસ્મિતાબેન કુલદીપભાઈ પંચાળ ( ઉ.વ.19) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રિના બેએક વાગ્યાના અરસામાં બંનેએ સજોડે એસિડ પી લીધું હતું. દંપતીને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે સજોડે એસિડ પી લેનાર દંપતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં કુલદીપ પંચાળ અને અસ્મિતાબેન પંચાળના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને નવદંપતીએ અલગ થવા પ્રશ્ને સજોડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending