Connect with us

ગુજરાત

રાજકોટ જિલ્લા બેંકે રૂા.14,992 કરોડના બિઝનેસ સાથે કર્યો રૂા.226 કરોડનો નફો

Published

on

  • બેંકની વસૂલાત 99.25 ટકા સાથે ઝીરો ટકા Net NPA ઝાળવી રાખ્યું : નાબાર્ડ દ્વારા દિલ્હી લેવલે વડાપ્રધાન હસ્તે સતત પાંચ વખત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ અને ઈનામ મેળવનાર પ્રથમ બેંક

સમગ્ર દેશમાં નમુનેદાર જિલ્લા બેંક એવી રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી. રાજકોટના જનરલ મેનેજર એમ.સખીયાની યાદીમાં જણાવે છે કે, બેંકના પૂર્વ સુકાની વલ્લભભાઈ પટેલ તથા વિઠલભાઈ રાદડિયાએ બનાવેલ વટ વૃક્ષ સમાન આ બેંકના ચેરમેન અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની રાહબરી હેઠળ તથા બોર્ડ ઓફ ડિરેકટરર્સના માર્ગદર્શન અને સહકાર સાથે આ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી ડિપોઝીટ રૂા.8893 કરોડ, ધિરાણ રૂા.6099 કરોડ, બિઝનેસ રૂા.14992 કરોડ અને રૂા.226 કરોડના નફા સાથે જળહળતા પરિણામો જાહેર કરેલ છે.
બેંકની વસુલાત 99.25 ટકા છે. બેંકનું ગયિં ગઙઅ ‘0’ ટકા છે, છેલ્લા 30 વર્ષથઈ વસુલાત ક્ષેત્રે આ બેંકેએ ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે.

બેંકની નમુનેદાર કામગીરી તથા આપવામાં આવતી સુવિધાઓ ઉપર નજર કરીએ તો રૂપે ડેબીટ કાર્ડ, આધાર લિંકેજ, ઈન્ટર બ્રાંચ ટ્રાન્ઝેકશન, 199 શાખાઓ પ્લસ મુખાય કચેરી સીબીએસ નેટવર્કથી જોડાયેલ. RTGS/NEFT/ATM, MICRO ATM, SMS ALERT, MOBILE BANKING, IMPS, , મુખ્ય કચેરીમાં સાંજે 4 થી રાત્રીના 10 વાગ્યા સુધી દાગીના ધિરાણ, પ્રધાનમંત્રી જીવન જયોતી સુરક્ષા બીમા યોજના અટલ પેન્શન યોજના, મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ, બેંક તરફથી તમામ પ્રકારના લોન ધિરાણો આપવામાં આવે છે, આ બેંકે ખેડૂતોને 0 ટકા વ્યાજના દરે રૂા.3625 કરોડ કે.સી.સી. ધિરાણ કરેલ છે, મંડળી સાથે જોડાયેલ ખેડૂત સભાસદોનો બેંક તરફથી રૂા.10.00 લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે અને તેનું તમામ પ્રિમીયમ બેંકે ભરેલ છે. ખેડૂત સભાસદોને રૂા.15000 સુધીની ‘વિઠ્ઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના’ હેઠળ સહાય ચુકવવામાં આવે છે. નાબાર્ડ દ્વારા દિલ્હી લેવલેથી વડાપ્રધાન નાણાપ્રધાન વરદ હસ્તે સતત પાંચ વખત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ અને ઈનામ મેળવનાર પ્રથમ બેંક, બેંકની સર્વાંગી શ્રેષ્ઠ કામગીરી માટે ‘નાફસ્કોબ’ તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવ્ેર્ડ તથા દેશનાં ગૃહ અને સહકાર મંત્રીના વરદ હસ્તે દશાબ્દી (ડેકેટ) એવોર્ડ મેળવનાર બેંક. બેંકના સભાસદો, માનવંતા થાપણદારો તથા ગ્રાહકો, સહકારી આગેવાનઓ, તમામ સહકારી મંડળીઓ, સંસ્થાઓ, ખેડૂતો, શુભેચ્છકો તથા તમામ પ્રજાજનોનો આ બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેરકટર્સ આભાર વ્યકત કરે છે. બેંક તથા સહકારી મંડળીઓ, સંસ્થાઓના કર્મચારીઓને બેંકના જનરલ મેનેજર ખુબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

ગુજરાત

મેવાસાના વૃદ્ધને અપમાનિત કરવા સબબ સરપંચ સામે ફરિયાદ

Published

on

By

 

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જીણાભાઈ હીરાભાઈ પરમાર નામના 62 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધને મેવાસા ગામના સરપંચ પદ પર રહેલા જેઠાભાઈ મારખીભાઈ નંદાણીયાએ પોતાના ઘરે ચા-પાણી પીવા માટે રકાબી અલગ રાખી હોય, તે લઈને ચા પીવાનું કહેતા આ પ્રકારે ભેદભાવ રાખી અને ફરિયાદી ઝીણાભાઈ ચાવડા પ્રત્યે ધિકારપાત્રતા જેવી ભાવનાને પ્રોત્સાહન આપવા બાબત ભાણવડ પોલીસે ઝીણાભાઈની ફરિયાદ પરથી જેઠાભાઈ નંદાણીયા સામે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ હાથ ધરી છે.

મેવાસા ગામના તલાટી મંત્રી પાસે ફરિયાદીએ અનુસૂચિત જાતિના વિકાસ કામો બાબતની માહિતી આર.ટી.આઈ. મારફતે માંગી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

Continue Reading

ગુજરાત

ખંભાળિયા નજીક રિક્ષા અકસ્માતમાં ચાલકનું મૃત્યુ: અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત

Published

on

By

 

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડાથી દેવળીયા ગામ તરફ જતા માર્ગે એક રીક્ષા છકડો લઈને જઈ રહેલા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાનો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.

આ અકસ્માતમાં મહેશભાઈ મકવાણાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય રીક્ષા સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ. 44, રહે. સિક્કા પાટિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક છકડા રીક્ષા ચાલક મહેશભાઈ કિશોરભાઈ મકવાણા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.

_________________________

સગાઈ થતી ન હોવાથી નાના આસોટાના યુવાને જિંદગી ટૂંકાવી

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ભાવિનભાઈ રામાભાઈ રામાવત નામના 25 વર્ષના યુવાને ગત તા. 12 ના રોજ મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક ભાવિનભાઈની સગાઈ થતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ હેમતભાઈ જાનકીદાસ રામાવત (ઉ.વ. 42, રહે. નાના આસોટા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

_________________________

પતિ સાથે થયેલા ઝઘડા બાદ પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકાના વતની પ્રભુભાઈ નાનસિંગભાઈ ચૌહાણ નામના 31 વર્ષના શ્રમિક યુવાને હોળીના તહેવારમાં દારૂ પીવા માટે રાખેલા 500 રૂપિયા ખોવાઈ જવા બાબતે તેના પત્ની શીલાબેન ઉર્ફે ભુરીબેન પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ. 30) સાથે બોલાચાલી થઈ હતી.
આ બનાવ બાદ ગત તારીખ 24 માર્ચના રોજ શીલાબેન ઉર્ફે પુરીબેન ચૌહાણએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક મહિલાના પતિ પ્રભુભાઈ ચૌહાણએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી છે.

Continue Reading

ગુજરાત

દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Published

on

By

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.
નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે. દરેકને સોંપવામાં આવેલ ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જામનગર લોકસભા મતવિસ્તારના રિટર્નીગ ઓફિસર અને જામનગરના જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

Trending