Connect with us

રાષ્ટ્રીય

રાહુલ ગાંધી શેરબજારના ખેલાડી: મોટું રોકાણ

Published

on

  • વાયનાડ બેઠક પરથી ઉમેદવારી કરનારા કોંગ્રેસ નેતા પાસે 25 કંપનીઓના શેર, 7 મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ

રાહુલ ગાંધીએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું કે તેના નામે બેંકમાં 26.25 લાખ રુપિયા ડિપોઝિટ છે. તેમનું શેર બજારમાં કુલ રોકાણ 4.33 કરોડ રુપિયાનું છે. કોંગ્રેસ સાંસદ પાસે યંગ ઈન્ડિયાના 100 રુપિયાની કિંમતના 1900 ઈક્વિટી શેર છે જે કુલ 1,90,000 રુપિયા થાય. આ ઉપરાંત 25 કંપનીઓના શેર તેની પાસે છે. રાહુલ ગાંધીએ કુલ સાત મ્યૂચ્યુઅલ ફંડમાં પણ 3.81 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ 15.21 લાખ રુપિયાનું છે. કોંગ્રેસ નેતા પાસે 4.2 લાખ રુપિયાની જ્વેલરી પણ છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીના નામે ગજજ, પોસ્ટ સેવિંગ, ઈન્સ્યોરન્સ પોલિસીમાં લગભગ 61.52 લાખ રુપિયા ડિપોઝિટ છે. રાહુલ ગાંધી પાસે કુલ ચલ સંપત્તિ 9,24,59,264 રુપિયા છે. તો તેની પાસે કુલ અચલ સંપત્તિ લગભગ 11,14,02,598 રુપિયા છે. આ રીતે તેની પાસે કુલ સંપત્તિ 20,38,61,862 રુપિયાની છે. જો કે રાહુલ ગાંધી લગભગ 49,79,184 રુપિયાનું દેવું પણ છે. રાહુલ ગાંધીએ પહેલી ચૂંટણી 2004માં લડી હતી ત્યારે તેમની કુલ સંપત્તિ 55 લાખ રુપિયા હતી.

વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની એફિડેવિટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રુપિયા છે, તે સમયે તેમની ઉપર 71 લાખ રુપિયાની લોન પણ હતી. છેલ્લાં 5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ 5 કરોડ રુપિયાનો વધારો થયો છે. 2014માં કોંગ્રેસ સાંસદ પાસે કુલ 9.40 કરોડ રુપિયાની સંપત્તિ હતી. છેલ્લાં 10 વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 11 કરોડ રુપિયાનો વધારો થયો છે.

કમાણી વાત કરવામાં આવે તો 2018-19માં રાહુલ ગાંધી કુલ કમાણી 1.20 કરોડ રુપિયા હતી. આગામી નાણાંકીય વર્ષમાં તેમની કમાણીમાં વધારો થયો. 2019-20માં આ આવક વધીને 1.21 કરોડ રુપિયા થઈ. 2020-21માં રાહુલ ગાંધીની કમાણીમાં 1.29 કરોડ રુપિયા થઈ. તો 2021-22માં કોંગ્રેસ નેતાની કમાણીમાં વધારો થયો અને તે વધીને 1.31 કરોડ રુપિયા થઈ. 2023માં તેમની કમાણીમાં ઘટાડો આવ્યો અને તે 1.02 કરોડ રુપિયા થઈ.

રાહુલ પાસે અદાણી-અંબાણીના શેર નથી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 15 માર્ચ સુધીમાં રૂૂ. 4.30 કરોડથી વધુ મૂલ્યના પોર્ટફોલિયો સાથે બે ડઝનથી વધુ શેરો (25)માં હિસ્સો ધરાવે છે, તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમણે આપેલી વિગતો દર્શાવે છે. તેમનું ટોચનું હોલ્ડિંગ સ્મોલકેપ સુપ્રજીત એન્જિનિયરિંગ છે ત્યારબાદ આઈટીસી અને આઈસીઆઈ સીઆઈ બેન્ક છે. સુપ્રજીતમાં તેની પાસે 4,068 શેર હતા જેની કિંમત રૂૂ. 16.65 લાખથી વધુ છે. શેરે છેલ્લા 12 મહિનામાં લગભગ 20% વળતર આપ્યું છે. આઈટીસી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં, તેમની પાસે અનુક્રમે રૂૂ. 12.96 લાખ અને રૂૂ. 24.83 લાખની બજાર કિંમતે 3,039 શેર અને 2,299 શેર હતા. તેમના પોર્ટફોલિયોના અન્ય શેરોમાં અલ્કાઈલ એમાઈન્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, દીપક નાઈટ્રાઈટ, ડિવીઝ લેબોરેટરીઝ, ઈન્ફોસીસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને ટાઈટન કંપનીનો સમાવેશ થાય છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ટેબલમાં ટોચ પર છે, ત્યારબાદ બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ છે. પિડિલાઇટમાં તેના 1,474 શેરનું બજાર મૂલ્ય 15 માર્ચ સુધીમાં રૂૂ. 43.27 લાખ હતું. બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ માટે, આ તારીખ સુધીમાં 551 શેર અને 1,231 શેરનું મૂલ્ય અનુક્રમે રૂૂ. 35.89 લાખ અને રૂૂ. 35.29 લાખ હતું. .

આંતરરાષ્ટ્રીય

15 અપહૃત ભારતીય ખલાસીઓને છોડાવવા વિદેશમંત્રી એક્શનમાં: ઈરાન સાથે વાતચીત

Published

on

By

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે તેમણે 17 ભારતીયોને મુક્ત કરવા અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. 13 એપ્રિલે ઈરાને એમએસસી અશિયત નામનું જહાજ કબજે કર્યું હતું, ભારતીય વિદેશ મંત્રાલયને આ માહિતી મળતા જ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. ત્યારથી વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં છે. તેમજ ભારતીયોની મુક્તિ માટે પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ જહાજ એક કાર્ગો જહાજ છે જે આંશિક રીતે ઈઝરાયેલના અબજોપતિ ઉદ્યોગપતિની માલિકીની કંપનીનું છે, વિદેશ મંત્રી જયશંકરે ઈરાન સાથે આ મુદ્દે વાતચીત કરતા કહેરાન ભારત સરકારના અધિકારીઓને આક્લાસીઓને મળવાની છૂટ આપે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે.

હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. જોકે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રવિવારે સાંજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી હતી. એમએસસી અશિયત ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વધતા તણાવને ટાળવો જોઈએ, સંયમ રાખવો જોઈએ અને કૂટનીતિ દ્વારા મામલો ઉકેલવો જોઈએ.

ઈરાનના વિદેશ પ્રધાન ડો. અમીર અબ્દુલ્લાહિયાને જણાવ્યું હતું કે તેઓ અટકાયતમાં લેવાયેલા જહાજને લગતી વિગતોનું અનુસરણ કરી રહ્યા છે અને ઉલ્લેખિત જહાજના ક્રૂ સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની મુલાકાતની શક્યતા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

Continue Reading

Entertainment

સલમાન ખાનના ઘર પર ફાયરિંગના કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર

Published

on

By

 

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબારના કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય સ્થાનિક સમર્થક હતા અને તેમણે શૂટરોની મદદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી, બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વાકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી. સાંતાક્રુઝ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને પછી ત્યાંથી નીકળતા અને ઓટોને પકડતા પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી. પોલીસ પણ આ મામલે સક્રિય દેખાઈ હતી અને અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ઝડપભેર તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે બંને શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને એક શકમંદની ઓળખ પણ થઈ હતી.

ફાયરિંગની ઘટના બાદ ઘણા લોકો સલમાન ખાનની ખબર પૂછવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમાં રાજકારણી બાબા સિદ્દીકી, MNS ચીફ રાજ ઠાકરે, સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, તેનો ભત્રીજો અરહાન ખાન અને સલમાનના નજીકના મિત્ર રાહુલ કનાલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા ટોચના અધિકારીઓ પણ સલમાનના ઘરે પહોંચ્યા હતા.

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને બે હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. હુમલાખોરો પૈકી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ જણાવવામાં આવી રહ્યું છે. વિશાલ ઉર્ફે કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. થોડા મહિના પહેલા વિશાલે પોતે જ ગુરુગ્રામના ભંગારના વેપારી સચિનને ​​રોહતકના ઢાબા પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે વિશાલ વિદેશમાં બેસી ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર શેર બજારમાં: ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

Published

on

By

 

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનો તણાવ માત્ર વૈશ્વિક બજારોમાં જ નહીં પરંતુ ભારતીય બજારોમાં પણ જોવા મળ્યો હતો. આજે ભારતીય બજારો લાલ નિશાન સાથે ખુલ્યા હતા. બજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. શેરબજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 3450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.

બીએસઈ સેન્સેક્સ રેડમાં છે અને 30માંથી માત્ર 3 શેરોમાં વધારો છે અને 27 શેરોમાં ઘટાડો છે. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી રહી છે.

નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં છે. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ છે.

એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થઈ રહી છે.

Continue Reading

Trending