Connect with us

Breaking News

આચારસંહિતાના નામે ઝવેરીઓને હેરાનગતિ સામે રોષ,કાલે મહત્વપૂર્ણ મીટીંગ- બે દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનના માર્ગે

વેપારીઓને ચેકીંગનાં બહાને અને દાગીના જપ્ત કરવાની ધમકી આપવામાં  આવતા કારીગરો અને વપારીઓ માટે આ હેરાનગતિ  માથાનાં દુખાવા સમાન બની ગઈ છે.

Published

on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 1 ડિસેમ્બર થી પ્રથમ તબક્કાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ચૂંટણી પંચે જાહેર કરેલી આચારસંહિતાના પાલન કરવામાં રાજકોટના ઝવેરીઓને અન્યાય થઈ રહ્યો છે. આચારસંહિતાના નામે લગ્નની સિઝનમાં ઝવેરીઓના ધંધામાં રોડા નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેથી ઝવેરીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આવતીકાલે ઝવેરીઓની મહત્વપૂર્ણ મિટીંગ યોજાવવા જઈ રહી છે. જો આ મામલે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો બે દિવસમાં રાજકોટના સોની વેપારીઓએ આંદોલનના માર્ગે જવાની તૈયારી છે.

એક તરફ લગ્ન સીઝન બીજી તરફ આચારસંહિતા લાગુ થવાથી સોના-ચાંદીનાં વ્યવસાય લગભગ ૩૦ ટકા જ રહયો છે.આચારસંહિતાના નામે તમામ પુરાવા હોવા છતા, વેપારીઓને ચેકીંગનાં બહાને અને દાગીના જપ્ત કરવાની ધમકી આપવામાં  આવતા કારીગરો અને વપારીઓ માટે આ હેરાનગતિ  માથાનાં દુખાવા સમાન બની ગઈ છે.આ કારણે બહારગામ થી આવતા વેપારીઓ અહી ખરીદી માટે  આવવાનું ટાળે છે. આ બાબતે અધિકારીઆનાથી કંટાળી સોની બજારનાં તમામ વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું વિચારી રહ્યા છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એશોશિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ એવું ગુજરાત મિરરને જણાવ્યુ છે. તેમજ તેમના આ હડતાલ માટેના નિર્ણયમાં જેમ્સ એન્ડ જ્વેલરી એશોશીએશન રાજકોટ – જગદીશભાઈ ઝીઝુવાડીયા, મવડી ગોલ્ડ એશોશીએશન રાજકોટ, ગુજરાત સુવર્ણ કાર સુરક્ષા સેતુ , ઓલ ઇન્ડિયા ગોલ્ડ સ્મિથ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ગોલ્ડ ડીલર્સ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના તમામ વેપારીઓ જોડાશે.

Advertisement

Continue Reading
Advertisement

Breaking News

અદાણી ગ્રુપે મુંબઈના ધારાવી વિસ્તારના પુનઃવિકાસ માટેની રૂ. 5,069 કરોડની બિડ જીતી

300 એકરમાં ફેલાયેલ 10 લાખની અંદાજિત વસ્તી સાથે, ધારાવી વિશ્વની સૌથી ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે અને રોગચાળા દરમિયાન તે ખરાબ રીતે અસરગ્રસ્ત હતી.

Published

on

અદાણી ગ્રુપે મુંબઈના ધારાવી વિસ્તારના પુનઃવિકાસ માટેની બિડ જીતી લીધી છે, જે એશિયાના સૌથી મોટા સ્લમ ક્લસ્ટરોમાંના એક છે.મહારાષ્ટ્ર સરકારના સત્તાવાળાઓએ 29 નવેમ્બરે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય બિડ ખોલી હતી.ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે, અમને ત્રણ બિડ મળી હતી જેમાંથી અમે અદાણી અને ડીએલએફની બે નાણાકીય બિડ ખોલી હતી કારણ કે નમન ગ્રૂપ ટેક્નિકલ બિડિંગમાં લાયક નહોતું.

અદાણી ગ્રુપ દ્વારા બિડ રૂ. 5,069 કરોડની હતી અને DLF રૂ. 2,025 કરોડ હતું. અમે હવે રાજ્ય સરકારની મંજૂરી સાથે આગળ વધીશું અને ધારાવીના પુનઃવિકાસ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) પણ બનાવીશું.અદાણી રિયલ્ટી, ડીએલએફ અને નમન ગ્રુપ નામની ત્રણ કંપનીઓએ ધારાવીના પુનઃવિકાસ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે બિડ સબમિટ કરી હતી. સફળ બિડરની પસંદગી સાથે, છેલ્લા 15 વર્ષોમાં અનેક નિષ્ફળ પ્રયાસો પછી, ધારાવીનો પુનઃવિકાસ આખરે હવે શરૂ થશે.

રૂ. 20,000 કરોડના પ્રોજેક્ટના વિજેતાને સૌથી વધુ પ્રારંભિક રોકાણ પ્રતિજ્ઞાના આધારે નક્કી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકાર આગામી 17 વર્ષમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો અને આગામી સાત વર્ષમાં પુનઃવસન પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. એકંદરે, ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગ રૂપે 10 ​​મિલિયન ચોરસ ફૂટથી વધુની અપેક્ષા છે.

Advertisement

2019માં નિષ્ફળ પ્રયાસ બાદ રાજ્ય સરકારે 1 ઓક્ટોબરે ધારાવીના પુનર્વિકાસ અને પુનર્વસન માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું.એકંદરે, ભારત, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને દક્ષિણ કોરિયાની આઠ કંપનીઓએ 11 ઓક્ટોબરે યોજાયેલી પ્રી-બિડ મીટિંગમાં ધારાવીના પુનઃવિકાસમાં રસ દર્શાવ્યો હતો. જોકે, માત્ર ત્રણ કંપનીઓએ જ પુનઃવિકાસ માટે બિડ સબમિટ કરી હતી.

છેલ્લા 15 વર્ષોમાં, મહારાષ્ટ્ર સરકારે પુનર્વિકાસ માટે ફ્લોટિંગ બિડ દ્વારા ઓછામાં ઓછા ચાર પ્રયાસો કર્યા છે. જોકે, બિડ સાકાર થઈ ન હતી.ધારાવી, 300 એકરમાં ફેલાયેલું છે, જે દવાઓ, ચામડા, ફૂટવેર અને કપડાંનું ઉત્પાદન કરતા અનેક નાના પાયાના, અસંગઠિત ઉદ્યોગોનું હબ તરીકે જાણીતું છે. તે મધ્ય મુંબઈમાં કોમર્શિયલ હબ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને દક્ષિણ મુંબઈની નજીક સ્થિત છે.

10 લાખની અંદાજિત વસ્તી સાથે, ધારાવી વિશ્વની સૌથી ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે અને રોગચાળા દરમિયાન તે ખરાબ રીતે અસરગ્રસ્ત હતી. વર્ષ 2008માં ‘સ્લમડોગ મિલિયોનેર’ નામની મૂવી રિલીઝ થયા બાદ આ વિસ્તારને ઘણી લોકપ્રિયતા મળી હતી, જેણે અનેક પુરસ્કારો જીત્યા હતા.

Advertisement
Continue Reading

Breaking News

રાજકોટમાં ચૂંટણી ટાણે જ ડીજી વિજિલ્ન્સનો નામચીન બુટલેગરના અડ્ડા પર દરોડો,શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ

રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારોમાં પોલીસના નાક નીચે ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ નામનો નામચીન બુટલેગરનો અડ્ડો ચાલતો

Published

on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીના પ્રચારના પડઘમ આજે શાંત થઈ ગયા છે. આગામી તારીખ ૧ ડિસેમ્બર રોજ વિધાનસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. ચૂંટણી પ્રચારમાં પોલીસના નાક નીચે દારૂની રેલમછેલ થતી હોવાની ચર્ચા વચ્ચે આજે રાજકોટમાં ચૂંટણી ટાણે જ સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. જેના કારણે શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારોમાં પોલીસના નાક નીચે ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ નામનો નામચીન બુટલેગરનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા અહી અડ્ડા પર સાંજે સ્ટેટ મોનીટરીંગ વિભાગની ટીમે ઓચિંતા ત્રાટકીને દરોડો પાડ્યો હતો.

રાજકોટમાં છેલ્લાં 6 માસમાં ફરી લિસ્ટેડ બુટલેગરને ત્યા ત્રાટકી ડીજી વિજિલ્ન્સે  શહેર પોલીસની પોલ છતી કરી હતી.ડીજી વિજિલન્સ દ્વારા કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિને ત્યાં દરોડો પાડતા શહેર પોલીસ  દોડતી થઈ ગઈ હતી.ચૂંટણી લક્ષી લિસ્ટેડ બુટલેગરોની શહેર પોલીસે કરેલ ચકાસણીની કામગીરીની પોલના સ્ટેટ મોનિટરીગ સેલ દ્વારા લિરા ઉડાવી દીધા હતા.

Advertisement

Continue Reading

Breaking News

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ ગાયક દલેર મહેંદીનું સોહનામાં આવેલું ફાર્મ હાઉસ સીલ કરાયું

પ્રાથમિક માહિતી મુજબ, સોહનાના દમદમા ગામમાં ગાયક દલેર મહેંદીનું ફાર્મ હાઉસ છે. વહીવટીતંત્રનું કડક વલણ અહીં જોવા મળી હતી. પ્રશાસને દલેર મહેંદી સહિત ત્રણ લોકોના ફાર્મહાઉસને સીલ કરી દીધા છે.

Published

on

ગુરુગ્રામથી મંગળવારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના પ્રખ્યાત ગાયક દલેર મહેંદીનું સોહનામાં ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તંત્રે સોહનામાં દમદમા તળાવ પાસે ગાયક દલેર મહેંદી સહિત ત્રણ લોકોના ફાર્મ હાઉસને સીલ કરી દીધું છે.પ્રાથમિક માહિતી મુજબ, સોહનાના દમદમા ગામમાં ગાયક દલેર મહેંદીનું ફાર્મ હાઉસ છે. વહીવટીતંત્રનું કડક વલણ અહીં જોવા મળી હતી. પ્રશાસને દલેર મહેંદી સહિત ત્રણ લોકોના ફાર્મહાઉસને સીલ કરી દીધા છે.

મંગળવારે સાંજે ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર એન્ફોર્સમેન્ટ (ડીટીપીઇ) અમિત માધોલિયા દમદમા તળાવમાં બોટમાં બેસીને તળાવની બીજી બાજુએ પહોંચ્યા જ્યાં આ ત્રણ ગેરકાયદે ફાર્મ હાઉસ હતા. ડીટીપીઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને અનુસરીને આ ફાર્મ હાઉસોને સીલ કર્યા છે. ત્રણેય ફાર્મહાઉસ લગભગ સાતથી આઠ એકરમાં બાંધવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે પંજાબી ગીતો ગાઈને કરોડો લોકોના દિલો પર રાજ કરનાર સિંગર પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તેના પર માનવ તસ્કરીનો પણ આરોપ છે. પટિયાલાની ટ્રાયલ કોર્ટે માનવ તસ્કરીના 19 વર્ષ જૂના કેસમાં દલેર મહેંદીને પણ દોષિત ઠેરવ્યો છે. આ પછી, 16 માર્ચ, 2018 ના રોજ, તેને બે વર્ષની સજા કરવામાં આવી હતી.

Advertisement

દલેર મહેંદી પર કબૂતર બાજીનો આરોપ હતો. આ અંગે 2003માં બક્ષી સિંહ નામના વ્યક્તિએ પટિયાલા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દિલેર મહેંદી અને તેના ભાઈ શમશેર મહેંદીએ તેની પાસેથી 13 લાખ રૂપિયા લીધા હતા. આ પૈસા તેને ભારતથી કેનેડા મોકલવા માટે લેવામાં આવ્યા હતા. જોકે, ન તો દલેરે તેને કેનેડા મોકલ્યો કે ન તો તેના પૈસા પરત કરવામાં આવ્યા. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ