Connect with us

ક્રાઇમ

ભાવનગરના રબારિકા ગામે દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 31 લાખનો દારૂ જપ્ત

Published

on


ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામમાં વાડી વિસ્તારમાં આવેલા એક ગોડાઉન જેવા મકાનમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસની એન્ટ્રી થતાં ટ્રકપડતી મુકી ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા.પોલીસે ટ્રકનીઝડતી લેતા તેમાંથી રૂા.31 લાખની વિદેશી દારૂની 613 પેટી મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિતકુલ રૂૂા.52,01,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ત્રણશખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.


પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના જેસર પીએસઆઇ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખુંટવડા પીએસઆઇએ બાતમી આપી હતી કે, એક સફેદ કલરના ટ્રકમાં વિદેશી દારૂૂનો જંગી જથ્થો આવી રહ્યો છે અને શિવરાજ ઉર્ફે મુન્નો રામભાઇ વીછીયા અને સુરેશ ભીખુભાઇ જેબલીયા નામના શખ્સ જેસર, ખુંટવડા અથવા તો વંડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડુંગરાળ વિસ્તારોમાં કોઇ જગ્યાએ કટીંગ કરવાના છે. આ બાતમી મળતા પોલીસ એકશનમાં આવી હતી અને પંચને સાથે રાખી ટ્રકની શોધખોળ શરૂૂ કરાઈ હતી.


દરમિયાનમાં જેસર પોલીસને બાતમી મળી હતી કે, રબારીકા ગામમાં વાડી વિસ્તારમાં આવેલા એક ગોડાઉન જેવા મકાન પાસે ટ્રક ઉભી છે અને કેટલાક શખ્સ દારૂનું કટીંગ કરી રહ્યાં છે એટલે પોલીસે આ બાતમીના આધારે રેડ પાડતાં એક મકાન પાસે સફેદ કલરની ટ્રક ઉભી હોવાનું જોવા મળ્યું હતું. જો કે, કટીંગ કરી રહેલા શખ્સોએ પોલીસ આવી રહી હોવાનું જોતા જ તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. પોલીસે ટ્રકની ઝડતી લેતા તેમાં રૂૂા.10,74,000ની કિંમતની દારૂૂની મોટી ગણી શકાય તેવી 179 પેટી મળી આવી હતી, તો રૂૂા.21,07,200ની કિંમતની દારૂૂની મોટી 434 પેટી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂૂા.20 લાખની કિંમતનો ટ્રક અને એક ટુ વ્હીલર મળી કુલ રૂૂા.52,01,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જેસર પોલીસે આ બનાવમાં ફરાર થઇ ગયેલા સિવરાજ ઉર્ફે મુન્નો અને સુરેશ જેબલીયા તેમજ ટ્રક ડ્રાઇવર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેમની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી છે. દારૂનો જંગી જથ્થો કોણે મોકલ્યો હતો અને આ જથ્થો કોને આપવામાં આવનાર હતા તેમજ આ બનાવમાં અન્ય કેટલા શખ્સની સંડોવણી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(તસ્વીર: વિપુલ હિરાણી)

કચ્છ

વાગડમાં ખૂન કા બદલા ખૂન: ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

Published

on

By

રાપરનાં ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે દુકાન આગળ 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના બનાવની અદાવત રાખી એક શખ્સે ગુલામ રસુલ પ્રાગજી સમા નામના યુવાનને છરીના ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી નિર્મમ રીતે હત્યા નીપજાવી હતી. બનાવ અંગે છ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નંદાસર ગામમાં રહેતા ચાંદાજી પ્રાગજી સમા અને તેમના કાકા બાપુજી માનસંગજી સમાનો જીવાજી કેણજી સમા, ચાંદાજી કેણજી સમા સાથે વર્ષ 2000માં ઝઘડો થયો હતો, જેમાં ચાંદાજીનું મોત થયું હતું. બનાવ અંગે જે-તે વખતે ચાંદાજી, બાપુજી સમા, પ્રાગજી માનસંગજી સમા, રવાજી વિશાજી સમા, ખાનજી વિશાજી સમા, સુમરારાજી વિશાજી સમા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી નિર્દોષ છૂટયા હતા, જે બનાવનો વેરભાવ રાખી સાહેબજી કેણજી સમા, જામાજી કેણજી સમા, અનિલ સાહેબજી સમા, જીવાજી કેણજી સમા, રાજુજી પથુજી સમા અને ફિરોઝ મોડજી સમા ફરિયાદી ચાંદાજી તથા અન્ય લોકો એકલા મળે ત્યારે ઝઘડો કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં રમજાન હમીરજી સમાએ આ લોકો તમને કે તમારા કુટુંબના માણસોને મારવા ભેગા થઇ કાવતરું ઘડે છે.


ચેતીને રહેજો, તેવી વાત પણ કરી હતી. દરમ્યાન આજે રાપરના ત્રંબૌ ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી ઇશાજી કાળુજી વાળંદની દુકાનના ઓટલા ઉપર ગુલામ રસુલ બેઠો હતો, ત્યારે પાછળથી ફિરોઝ મોડજી સમાએ આવી પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી, તેવામાં ગુલામ નીચે પડી જતાં તેની છાતીમાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને હાથ તથા હથેળીમાં પણ ખુન્નસપૂર્વક ઘા ઝીંકાયા હતા. હુમલાના આ બનાવ બાદ લોકો એકઠા થતાં આરોપી છરી લઇને નાસી ગયો હતો. બનાવ અંગે ફરિયાદી ચાંદાજીને જાણ થતાં તે અહીં દોડી આવ્યા હતા અને પોતાના ભાઇને સારવાર અર્થે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. ગઇકાલે ભુજના અવધનગરમાં યુવાનની હત્યા બાદ આજે વધુ એક યુવાનની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ફિરોઝ, સાહેબજી, અનિલ, જામાજી, જીવાજી તથા રાજુજી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમ્યાન એકાદ આરોપીને રાઉન્ડ-અપ કરી લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગરમ તાસીર ધરાવતા વાગડમાં ખૂન કા બદલા ખૂનની ઘટનામાં ત્રણ જણનાં ઢીમ ઢાળી દેવાયાં હતાં.

Continue Reading

કચ્છ

કચ્છની જેલમાં ‘જલસો’ કરતા કુખ્યાત કેદીઓના કારનામાનો પર્દાફાશ

Published

on

By

જેન્તી ભાનુશાળી મર્ડર કેસના આરોપી સૂરજીત, બૂટલેગર યુવરાજસિંહ, જામનગર વકીલ ખૂન કેસના રઝાક સોપારી સહિત નવ આરોપી મહેફિલ માણતાં ઝડપાયા

એસપી સાગર બાગમેરે ટીમો સાથે ઓચિંતો દરોડો પાડયો: જેલર, સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સસ્પેન્ડ


પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં રાતે પોલીસે દરોડો પાડતા છ નામચીન કેદીઓ શરાબ પીતા ઝડપાયા છે. આ ઉપરાંત જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે. કચ્છની જેલો શરૂૂઆતથી બદનામ છે.ભુજની ખાસ પાલારા જેલમાં કુખ્યાત અને નામચીન આરોપીઓ સજા કાપે છે. આ જેલમાંથી ખંડણી, હનીટ્રેપ સહિતની ગંભીર ઘટનાઓ સાથે મોબાઈલ પકડાતા હોય છે. પૂર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં અગાઉ મહેફીલ સાથે તમાકુ – ગુટખા અને મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા ગળપાદર જેલનો વીડીયો વાયરલ થયો હતો.આ ઘટના બાદ ઊંઘતા ઝડપાયેલા જેલતંત્રે તાબડતોબ પગલાં લઇને ઇન્ચાર્જ એવા જેલર ઉપરાંત સુબેદાર, હવાલદાર અને બે સિપાહી સહિત જેલ સ્ટાફના પાંચ જણની જવાબદારી પ્રાથમિક તબક્કે નક્કી કરી તેમને ફરજમોકૂફ કરવા સાથે રાજકોટ જેલ ખાતે બદલી કરી દીધી હતી.


આ ઘટનાક્રમો વચ્ચે હાલમાં ચર્ચામાં આવેલા નીતા ચૌધરી કેસના આરોપીઓ પણ આ જ જેલમાં છે. ભચાઉ પાસે પીએસઆઈ પર થાર ચડાવી દેવાની ઘટના બાદ ઝડપાયેલા કુખ્યાત બુટલેગર શરૂૂઆતથી જ ગળપાદરમાં છે. તેમજ ફરાર થયેલી અને એટીએસના હાથે ઝડપાયેલી પૂર્વ કોન્સ્ટેબલ અને રીલ સ્ટાર નીતા ચૌધરી ગળપાદરમાં છે. આ સિવાય પણ અનેક ગંભીર ગુનાઓના કેદી ગળપાદર જેલમાં કેદ છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, જેલમાં આરોપીઓની નસરભરાથ થઈ રહી છે.ત્યારે મોડી રાત્રે ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, આદીપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગળપાદર જેલમાં ઓચીંતો દરોડો પાડવામાં આવતા જેલ પ્રશાસનની તમામ પોલ પૂર્વ કચ્છ પોલીસે ખોલી નાખી છે. રાત્રે 10.30 કલાકે પોલીસે દરોડો પાડયો હતો. જે કાર્યવાહી સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા પકડાયા છે. ઉપરાંત ચાર મોબાઈલ મળી આવ્યા છે. બુટલેગર પાસે શરાબ પણ મળી આવતા નવ કેદી સામે એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ નવ ફરિયાદ નોંધાઈ છે.


સુત્રોના કહેવા પ્રમાણે ગળપાદર જેલમાં દારૂૂની મહેફીલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર અને પીએસઆઈ થાર ચડાવી દેવાના ગુનામાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલા યુવરાજસિંહ જાડેજા સહિત છ જણા પોલીસના હાથે પકડાયા છે. એક તરફ જેલમાં બહારથી કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ હોય છે તેવામાં મોબાઈલ, રોકડ, દારૂૂની બોટલો આવી કયાંથી તે સવાલ ઉઠી રહ્યો છે. જેલ સ્ટાફની મીલીભગત અને ટેબલ નીચેથી આવતી આવક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કિસ્સામાં રાજય જેલ વિભાગ દ્વારા જેલ સ્ટાફ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું પરંતુ હાલમાં આ મુદ્દો રાજય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.પોલીસે દરોડા બાદ હાઈ સિક્યુરીટી બેરેકની છત પરથી રોકડા પ0 હજાર અને ચાર્જર,પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 100 એમએલ દારૂૂ, યુવરાજસિંહનો આઈફોન -1,સુરજીતનો સેમસંગ ગેલેકસી મોબાઇલ,રજાક સોપારીનો એપલ 1પ પ્રોમેકસ,હિતુભાનો સાદો મોબાઈલ અને મોબાઈલના બે ચાર્જર મળી આવ્યા હતા. જેના પગલે જેલર એલ.વી. પરમાર, સુબેદાર આર.એસ. દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી. પટેલ, સિપાઇ રિવન્દ્ર ડી. મુળીયા અને શૈલેષ બી. ખેતરીયાને સસ્પેન્ડ કરાયા હતા.

હિસ્ટ્રીશીટર યુવરાજસિંહ, હિતુભા, રજાક સોપારી અને મનોજ વિરુદ્ધ ડઝનથી વધુ ગુના

આરોપી યુવરાજસિંહ વિરુધ્ધ પ્રોહિબિશન, મારમારી, હત્યાનો પ્રયાસ સહિતના ભચાઉ પોલીસમાં 22 ગુના તથા આરોપી મનોજ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પો. સ્ટેમાં પ્રોહિબિશનની કુલ 24 ફરીયાદ, આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા, બળાત્કાર સહિત કુલ 12 ગુના, આરોપી સુરજીત વિરુધ્ધ ચકચારી જેન્તી ભાનુશાલી હત્યાકેસમાં ફરીયાદ, શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના, આરોપી રજાક સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 19 ગુના નોંધાયા છે. આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુધ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી.

દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ સાથે ઝડપાયેલા કેદીઓ

મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (જૂની સુંદરપુરી)
રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (કાર્ગો ઝુપડા)
શીવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (નવી મોટી ચીરઈ)
ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (મહેશ્વરીનગર)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (અયોધ્યા)
યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જુની મોટી ચીરઈ)
સુરજીત દેવીસીંગ પરદેશી (પુના)
રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા (જામનગર)
હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી)

Continue Reading

ક્રાઇમ

ઓ..હો..મોડીરાત્રે સરાજાહેર જુગાર રમતી 5 મહિલા સહિત 10 ઝડપાયા

Published

on

By

જેતપુરના જુનાગઢ રોડ શાંતિનગરમાં મધરાત્રે પોલીસનો દરોડો: 36,680નો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લામાં શ્રાવણમાસ પહેલા જ ઠેરઠેર જુગારના હાટડા શરૂ થઈ ગયા છે ત્યારે ગઈકાલે મોડીરાત્રે વરસાદી માહોલ વચ્ચે પણ જેતપુરના શાંતિનગરમાં સરાજાહેર જુગાર રમતી પાંચ મહિલા સહિત 10 શખ્સોની પોલીસે ધરપકડ કરી 36,680નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ શાંતિનગરમાં મોડીરાત્રે વરસાદી માહોલ વચ્ચે સ્ટ્રીટ લાઈટના અજવાળે સરાજાહેર જુગારધામ ચાલતુ હોવાની બાતમી પરથી મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજ રામ બહાદુર ઠકુડી, સતિષ વિનોદભાઈ કારેલિયા, શંકર પીડિયાભાઈ ડોડિયાર, સંજય મખાભાઈ લુણી, મહેશ રમશુભાઈ ખરાડિયા, ઈલાબેન જોરુભાઈ વાળા, મધુબેન કિશનભાઈ હટિલા, સોનલબેન ઉર્ફે સવિતાબેન સંજયભાઈ લુણી, કમલાબેન મહેશભાઈ ખરાડિયા, મયુરી ફરાજ ઠાકુરીની ધરપકડ કરી હતી.


પોલીસે સરાજાહેર ચાલતા આ જુગાર ધામમાંથી 10,180ની રોકડ, 26,500ની કિંમતના 7 મોબાઈલ ફોન મળી 36,680નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી પીએસઆઈ વી.સી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ સિધ્ધપરા સહિતના સ્ટાફે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

Trending