Connect with us

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલના વિરોધમાં ભારતના ચેન્નાઇ-કોલકાતામાં દેખાવો

Published

on

ઇઝરાયેલ અને હમાસ વિરૂધ્ધ છેડાયેલ યુધ્ધમાં ભારતના મોટાભાગના લોકો ઇઝરાયેલ સાથે ઉભા છે ત્યારે ભારતના બે શહેરો ચેન્નાઇ અને કોલકતામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં દેખાવો થયા હતા.
ઈઝરાયેલ એવો દાવો કરી રહ્યું છે કે યુદ્ધમા દુનિયાના 80 દેશો તેમના ટેકામાં ઉભા છે. ત્યારે ભારતના પણ બે શહેરો ચેન્નાઈ અને કોલકાતામાં ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયા હતા. બીજી બાજુ SIO ઈન્ડિયા નામના સંગઠને પણ ઈઝરાયેલ વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
પેલેસ્ટિનિયન નાગરિકો પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. ત્યારે યુદ્ધના ભણકારા વચ્ચે તમિલનાડુ મુસ્લિમ મુનેત્ર કઝગમ પેલેસ્ટાઈનના ટેકામાં ચેન્નાઈમાં રસ્તા પર ઉતર્યા હતા. વધુમાં કોલકાતામાં પણ લઘુમતી યુવા મંચના સભ્યોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો કર્યા હતા. લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં બેનરો સાથે નારાક લગાવ્યા હતા. સંગઠનોએ એવું પણ કહ્યું કે ભારતે આ મુદ્દે નિષ્પક્ષ વલણ અપનાવવું જોઈએ અને ઇઝરાયેલને આંધળુ સમર્થન કરવાથી બચવું જોઈએ.
સંગઠનને કહ્યું કે ઈઝરાયેલ સતત પેલેસ્ટાઈન પર હુમલો કરે છે. ગાઝા પટ્ટીને અપાતી પ્રાથમિક સુવિધાઓ પણ છીનવી લેવમાં આવી છે. આથી પેલેસ્ટાઈનિઓને ટેકો આપવાનો સમય આવી ગયો છે. ઈઝરાયેલના આતંક સામે આપણે તેનો અવાજ બનવું જોઈએ. આપણે પ્રાર્થના દ્વારા અથવા દરેક સંભવિત રીતે પેલેસ્ટાઈન સાથે ઊભા રહેવું જોઈએ. ઈન્ડિયા વિથ પેલેસ્ટાઈન કેપ્શનના નેજા હેઠળ અમેં પેલેસ્ટાઈન સાથે ઉભા રહેશુ તેમ અંતમાં સંગઠને જણાવ્યું હતું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

કફ સિરપથી બાળકોનાં મોત મામલે ભારતીય ઉદ્યોગપતિને 20 વર્ષની જેલ

Published

on

By

  • ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કુલ 21 લોકોને સજા ફટકારી

ભારતમાં ઉત્પાદિત ઝેરી કફ સિરપ પીવાથી 68 બાળકોના મોતના મામલામાં ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય ઉદ્યોગપતિ રાઘવેન્દ્ર પ્રતાપ સહિત 21 લોકોને સજા ફટકારી છે.મધ્ય એશિયાના દેશમાં 2022 અને 2023 ની વચ્ચે ઓછામાં ઓછા 86 બાળકોને ઝેરી ઉધરસની કફ સિરપ આપવામાં આવી હતી, જેમાંથી 68 બાળકો મૃત્યુ પામ્યા હતા.ઉઝબેકિસ્તાનમાં ડોક-1 મેક્સ સિરપની આયાત કરનાર કંપનીના ડિરેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

ઉઝબેકિસ્તાનની સર્વોચ્ચ અદાલત અનુસાર, તે ભ્રષ્ટાચાર, કરચોરી અને છેતરપિંડીનો દોષી સાબિત થયો હતો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાન્યુઆરી 2023 માં જણાવ્યું હતું કે ખાંડની ચાસણીના નમૂનાઓ દર્શાવે છે કે તે ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ, ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાતા ઝેરી પદાર્થોથી દૂષિત છે જે ઓછી માત્રામાં પણ પીવામાં આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.જીવલેણ બની શકે છે.આ પછી ભારતે કફ સિરપ બનાવતી કંપની મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં આવ્યા છતાં કાર્યવાહી ન થઈ: જયશંકર

Published

on

By

  • સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર હુમલાના ગુનેગારોને અમેરિકા પકડે: વિદેશ પ્રધાન

વિદેશ મંત્રી એસ. જયશંકરે કાલે કહ્યું હતું કે ભારત ગયા વર્ષે લંડનમાં તેના હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં સામેલ ગુનેગારોની તેમજ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની આશા રાખે છે. તેમની સામે પગલાં લેવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે કેનેડાને વિઝા આપવાનું સ્થગિત કરવું પડ્યું કારણ કે તેના રાજદ્વારીઓને વારંવાર પવિવિધ રીતે ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતાથ અને અમે જોયું કે ‘તે સમયે કેનેડિયન સિસ્ટમ તરફથી બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી હતી.’

ભારતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું હતું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આક્ષેપ કર્યાના થોડા દિવસો બાદ દેશે આ પગલું લીધું હતું. જો કે, થોડા અઠવાડિયા પછી વિઝા સેવાઓ ફરી શરૂૂ થઈ. ભારતે ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
ભારત આગ્રહ કરી રહ્યું છે કે કેનેડા સાથેનો તેનો ‘મુખ્ય મુદ્દો’ તે દેશમાં અલગતાવાદીઓ, આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વોને આપવામાં આવેલી જગ્યા છે. એસ જયશંકરે કહ્યું, ‘અમને આશા છે કે સાન ફ્રાન્સિસ્કોમાં અમારા કોન્સ્યુલેટ પર હુમલાના ગુનેગારોને સજા મળશે. અમે લંડનમાં અમારા હાઈ કમિશન પર હુમલો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ અપેક્ષા રાખીએ છીએ. અમે અમારા રાજદ્વારીઓને (કેનેડામાં) ધમકી આપનારાઓ સામે કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પેલેસ્ટાઇનમાં નરસંહાર, ભૂખમરાના પગલે વડાપ્રધાનનું રાજીનામું

Published

on

By

  • હમાસે ફતહ પાર્ટી સાથે મળી નવી સરકાર રચવા બીડું ઉઠાવ્યું

ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે- રાજીનામું લેખિત રુપમાં 26 ફેબ્રુઆરીએ આપ્યું છે. તેણે રાજીનામાની પાછળનું કારણ ગાઝા શહેરમાં વધતી હિંસા અને યુદ્ધના કારણે ભુખમરીની સ્થિતિને જોતા આપ્યું છે.

શતયેહના રાજીનામા બાદ મુસ્લિમ દેશમાં ઉહાપોહ મચી ગયો છે. આ વચ્ચે હમાસે ફતહ પાર્ટીની સાથે મળીને નવી સરકારના ગઠનનું પ્લાનિંગ શરુ કરી દીધું છે. આગામી સપ્તાહે મોસ્કોમાં એક મીટિંગ થઈ શકે છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્ન્યાહૂએ જાહેરાત કરી છે કે ગાઝામાં હમાસના પૂર્ણ ખાતમા બાદ ઇઝરાયેલ નક્કી કરશે કે ગાઝાનું ભવિષ્ય શું હોવું જોઈએ?

પેલેસ્ટાઈન પ્રાધિકરણના અધ્યક્ષ મહમૂદ અબ્બાસને સોમવારે પોતાનું રાજીનામું સોંપીને શતયેહે કહ્યું- રાજીનામું આપવાનો નિર્ણય વેસ્ટ બેંક અને જેરુસલેમમાં અભૂતપૂર્વ હુમલા અને ગાઝા પટ્ટીમાં યુદ્ધ, નરસંહાર અને ભુખમરા પછી આવ્યું છે. તેમણે કહ્યું- હું જોઉં છું કે નવા પડકારો માટે નવી સરકારી અને રાજનીતિક વ્યવસથાની જરુરિયાત છે જે ગાઝામાં અને પેલેસ્ટાઈનમાં એકતા અને શાંતિ પર આધારિત જરુરિયાતોને પૂરી કરે.

Continue Reading

Trending