આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ પણ સરકારને UNનો ટેકો
હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા ભારત સમિતિ બનાવશે
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જરૂૂરી લાગે તે કોઈપણ રીતે સમર્થન આપવા તૈયાર છીએ. આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમે હિંદુ લઘુમતીઓ પર હુમલાના વિરોધમાં છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે બાંગ્લાદેશમાં તાજેતરના અઠવાડિયામાં જે હિંસા થઈ છે તેમાં ઘટાડો થાય. સેક્રેટરી જનરલના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે, અમે કોઈપણ જાતિ આધારિત હુમલા અથવા હિંસા ભડકાવવાની વિરુદ્ધ છીએ.
બાંગ્લાદેશી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા 27 જિલ્લાઓમાં વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ટોળાના હુમલામાં હિંદુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા ત્યારથી ફેલાયેલી અરાજકતામાં ઓછામાં ઓછા 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે.
અમેરિકી પ્રવક્તાએ એ પણ સ્વીકાર્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ ગ્રહણ કર્યા પછી યુએનને એક સમાવિષ્ટ સરકાર રચના પ્રક્રિયાની અપેક્ષા છે. યુનુસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર બાંગ્લાદેશમાં યુએનના સ્થાનિક સંયોજક ગ્વિન લેવિસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, યુએન આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે શાંતિ અને સર્વસમાવેશકતા માટેના આહ્વાનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.
કટ્ટરવાદી ખાલિદ હૂસૈન બાંગ્લાદેશની વચગાળાની સરકારનો ધાર્મિક મંત્રી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હવે નવી વચગાળાની સરકાર ની રચના કરવામાં આવી છે.આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. બાંગ્લાદેશની નવી સરકારમાં અન્ય 16 સભ્યોનો પણ સમાવેશ થાય છે જેમને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે અબુલ ફૈયાઝ મોહમ્મદ ખાલિદ હુસૈન (અઋખ ખાલિદ હુસૈન) છે. ખાલિદ હુસૈનને મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. અબુલ ફૈયાઝ એક કટ્ટરપંથી નેતા છે અને તેની સામે હિંદુ વિરોધી હિંસામાં સામેલ હોવાનો પણ આરોપ છે.
આંતરરાષ્ટ્રીય
યુગાન્ડાની ઓલિમ્પિક એથ્લેટ રેબેકાને સળગાવનારનું પણ મોત
તાજેતરમાં, યુગાન્ડાની ઓલિમ્પિયન રેબેકા ચેપ્ટેગીનું દુ:ખદ અવસાન થયું હતું. તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. કેન્યામાં રવિવારે બનેલી આ ઘટનાએ રમત જગતને ચોંકાવી દીધું હતું. રેબેકાના શરીરનો લગભગ 75 ટકા ભાગ બળી ગયો હતો. આ રમતવીરે પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. જ્યાં તે 44મા સ્થાને રહી હતી. એક રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં રેબેકાનો એક્સ બોયફ્રેન્ડ ડિક્સન નડીએમા પણ દાઝી ગયો હતો જેના કારણે તેનું પણ મોત થઇ ગયું છે. તેણે કેન્યાની મોઈ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં ડિક્સનને પણ ઘણી ઈજાઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેનું શરીર લગભગ 30 ટકા બળી ગયું હતું. સંજોગથી, રેબેકાને પણ અકસ્માત બાદ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં જીવન માટે સંઘર્ષ કરતા તેનું મોત નીપજ્યું હતું.
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં રાહુલ ગાંધીના આક્રમક તેવર
લોકસભાના પરિણામ બાદ કોંગ્રેસમાં નવસંચાર થયો છે. વિવિધ મુદ્દાઓ ઉપરના તેમના ભાષણો એક નવી જ રાજ્કીય આબોહવા બનાવી રહ્યા છે. જ્યારે સામા પક્ષ ઙખ મોદી શાંત બની રહ્યા છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મોડી રાત્રે વોશિંગ્ટન ડીસીમાં ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભારતમાં કોંગ્રેસ અને અમારા સહયોગીઓ ભાજપ અને આરએસએસ વિરુદ્ધ વૈચારિક યુદ્ધ લડી રહ્યા છે. જે ભારતના બે સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણ દર્શાવે છે. અમે બહુમતવાદી અભિગમમાં માનીએ છીએ, જ્યાં દરેકને વિકાસ કરવાનો અધિકાર છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે 2014 પછી ભારતીય રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. અમે એક આક્રમક રાજકારણ જોયું જે અમારી લોકશાહીના માળખા પર હુમલો કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા બનવું એ મારા અગાઉના કામોનું જ વિસ્તરણ છે.
અમે બહુવચનવાદી અભિગમમાં માનીએ છીએ અને અમે એક વિઝનમાં વિશ્વાસ કરીએ છીએ જ્યાં દરેકને વિકાસ કરવાનો અધિકાર હોય. ભારતમાં બધી કલ્પનાઓને મુક્તપણે ખીલવાની તક મળવી જોઈએ, જ્યાં તમે કયા ધર્મનું પાલન કરો છો, તમે કયા સમુદાયના છો અથવા તમે કઈ ભાષા બોલો છો તેના આધારે તમારા પર જુલમ ન થતો હોય. બીજી બાજુ, એક કઠોર અને કેન્દ્રિય અભિગમ છે. જેની સામે અમે લડી રહ્યા છીએ. ભારતની સંસ્થાઓનું રક્ષણ કરવાના પ્રયાસ કરીએ છીએ, નબળા વર્ગોની સુરક્ષા કરીએ છીએ. નીચલી જાતિઓ, આદિવાસીઓ, લઘુમતીઓ અને ગરીબ લોકોને રક્ષણ આપવા પ્રયાસ કરીએ છીએ.
ભારત જોડો યાત્રા બાદ મે એવા પ્રયાસો કર્યા કે હું જેટલા લોકોનો અવાજ બની શકતો હતો તે મે કર્યું. એટલા માટે જ તમારે સમજવું પડે કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે. તમારે કૃષિજગતમાં ત્યાં ચાલી રહેલા સંઘર્ષો, નાણાકીય વ્યવસ્થા અને કર પ્રણાલીમાં ઊંડે સુધી જવું પડશે. તમારે લોકો સાથે વાત કરવી પડશે અને પછી તેમના દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવું પડશે અને વ્યાપક પરિપ્રેક્ષ્ય રજૂ કરવું પડશે. ઈં.ગ.ઉ.અ.ઈં. ગઠબંધનનું દેશ માટેનું વિઝન બીજેપીના કેન્દ્રિય અને સરમુખત્યારવાદી દ્રષ્ટિકોણથી સંપૂર્ણપણે અલગ હશે.
આંતરરાષ્ટ્રીય
કમલા રાષ્ટ્રપતિ બનશે તો ઇઝરાયલ ગાયબ થઇ જશે: ટ્રમ્પ
પે્રસિડેન્ટ ડિબેટમાં ગર્ભપાત, મહિલા, વિશ્ર્વ શાંતિના મુદ્દે બંને ઉમેદવારો વચ્ચે વાક્રયુદ્ધ
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ બની રહી છે. મંગળવારે મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ ડિબેટ થઈ હતી. જેમાં બંને ઉમેદવારોએ પોતપોતાના આક્ષેપો કરીને વિરોધીને ચૂપ કરી દીધા હતા. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલ પર અમેરિકાની વર્તમાન નીતિ ઘણી નકામી છે. જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો આગામી બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જોકે હેરિસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કાઉન્ટર એટેકમાં કમલા હેરિસે સવાલો ઉઠાવ્યા હતા અને ટ્રમ્પની ગર્ભપાત નીતિની ટીકા કરતા કહ્યું હતું કે ટ્રમ્પ કોઈ પણ મહિલાને કહેશે નહીં કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ.
યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વ્હાઇટ હાઉસની પ્રતિસ્પર્ધી કમલા હેરિસની અમેરિકાના સાથી ઇઝરાયેલને બચાવવા માટે બહુ ઓછા પ્રયાસો કરવા બદલ ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કમલા હેરિસના નેતૃત્વમાં બે વર્ષમાં ઈઝરાયેલનો નાશ થઈ જશે. ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન કહ્યું હતું કે, તે ઈઝરાયેલને નફરત કરે છે. જો તે રાષ્ટ્રપતિ બને છે, તો હું માનું છું કે હવેથી બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ નહીં રહે. ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેન્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પનો તેમના પર ઇઝરાયેલને નફરત કરવાનો આરોપ ‘સંપૂર્ણપણે સાચો નથી’ અને તેમણે તેમના જીવન અને કારકિર્દી દરમિયાન તે દેશને ટેકો આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર કાઉન્ટર એટેકમાં, ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે ટ્રમ્પની ગર્ભપાત નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા. કહ્યું, નસ્ત્રકોઈએ પણ સરકાર સાથે સંમત થવા માટે તેમની શ્રદ્ધા અથવા ઊંડી માન્યતાઓને છોડી દેવી ન જોઈએ, અને ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ મહિલાને કહેવાનો કોઈ અધિકાર નથી કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ. મને લાગે છે કે અમેરિકન લોકો માને છે કે અમુક સ્વતંત્રતાઓ, ખાસ કરીને પોતાના શરીર વિશે નિર્ણય લેવાની સ્વતંત્રતા, સરકાર દ્વારા છીનવી ન જોઈએ, કમલાએ કહ્યું.
તેના જવાબમાં ટ્રમ્પે ગર્ભપાત કાયદાનો બચાવ કરતા કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં બાળકોને જન્મ પછી મારી નાખવામાં આવે છે. મધ્યસ્થે વિક્ષેપ પાડ્યો અને કહ્યું, ‘આ દેશમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં બાળકને જન્મ આપ્યા પછી મારી નાખવાનું કાયદેસર હોય.’ ટ્રમ્પે છ સપ્તાહના ગર્ભપાત પ્રતિબંધને સમર્થન આપવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે ડેમોક્રેટ્સ તેમની ગર્ભપાત નીતિઓમાં કટ્ટરપંથી છે.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત23 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત23 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય