વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલય ની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ અઇટઙ ના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આંદોલનની ચીમકી આપી છે.
આ અંગે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતા જણાવેલ કે, સરકાર દ્વારા અપાતી સુવિધાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતામાં તેઓ નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. સડેલું ભોજન પીરસાયું હોવાનો આક્ષેપ કરતા વિદ્યાર્થિનીઓએ રજુઆતમાં જણાવેલ કે, છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. રસોડામાં ઘણીવાર સડેલા ડુંગળી અને બટાકા નો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવું આ ભોજન આરોગવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કે દેખરેખ રાખવામાં આવતી નથી.
આ ઉપરાંત સુવિધાઓની સાથે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર છાત્રાલયની આસપાસ અસામાજિક તત્વો ની અવરજવર વધી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણ અસુરક્ષિત હોવાથી વિદ્યાર્થીઓમાં ફાળ પડી છે. હોસ્ટેલમાં રૂૂમોની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. અઇટઙ જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો.
વિદ્યાર્થી ની દીપિકા જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકી આંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 10 દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે અને જો નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.

