Connect with us

ગુજરાત

ધોરાજીના બિસ્માર રસ્તાઓ પર વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન

Published

on

ગાબડાંઓની ફરતે કોંગ્રેસે રાસ-ગરબા લીધા


ધોરાજીમાં છેલ્લા લાંબા સમયથી માર્ગો કમ્મરતોડ બની ગયા છે. માર્ગો પર ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડી ગયા હોય અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. બિસ્માર માર્ગોના મરામત કામ માટે નગરજનો છેલ્લા લાંબા સમયથી તંત્ર સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. પરંતુ તેને લક્ષમાં લેવાતી ન હોય અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ સર્જાયો છે.


શહેરના સરદાર ચોક, જેતપુર રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ, પોસ્ટ ઓફીસ ચોક, જુનાગઢ રોડ સહિતના વિસ્તારોના માર્ગો પર ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડી ગયા હોય, આ કંડમ બનેલા માર્ગો પર વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે તો જયારે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શહેરના નગરજનોને સારા માર્ગોની સુવિધા પૂરી પાડવામાં ધારાસભ્ય અને સાંસદ સહિતના પ્રજાના પ્રતિનિધિઓ પણ નિષ્ફળ જતા કોંગ્રેસ દ્વારા શહેરના આ બિસ્માર માર્ગો પર પડેલા ગાબડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.


તેમજ ગાબડાઓની ફરતે રાસ-ગરબા રમી અને રામધુન પણ બોલાવવામાં આવી હતી. ધોરાજી શહેરના તમામ રસ્તાઓ પર ખાડા રાજ છે. શહેરનો મેઇન રોડ એટલે જેતપુર રોડ જયાંથી દરરોજ સેંકડો લોકો, સ્કુલના વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સો આ રોડ પર અવરજવર કરે છે.

ક્રાઇમ

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

Published

on

By

ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યાર લાકડી, પથ્થર અને સળિયા વડે તૂટી પડ્યા

ભાવનગર જિલ્લાના તળાજાના વેપારીઓએ કિન્નરઓની દબંગગીરીને લઈ કરેલ ફરિયાદ બાદ ભિક્ષાવૃત્તિના વિસ્તારના વર્ચસ્વની લડાઈને લઈ તળાજાના બે કિન્નર ઉપર ઠાડચ ખાતે રહેતા કિન્નરએ પોતાના યુવાન પુરુષ સાગ્રીતોને સાથે લાવી મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.


જર, જમીન અને જોરું આ કહેવત તળાજા વિસ્તારના કિન્નરને પણ લાગુપાડતી ઘટના પાલીતાણા રોડ પર આવેલ સુંદરવન ગૌશાળા નજીક બનવા પામી છે.તળાજા હોસ્પિટલ ખાતે પોતાના ચેલાઓ પર થેયલ હુમલા ને લઈ સારવાર અર્થે દોડી આવેલ દીપિકામાસી એ આરોપ મૂક્યો હતોકે આજે સાંજના સમયે પોતાના અહીં રહેતા સાત ચેલા પૈકીના રિયામાસી અને જાગૃતિમાસી પાલીતાણા હાઇવે પર ભિક્ષાવૃત્તિ કરી રહ્યાહતા.આ સમયે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી એ પોતાના સાગ્રીતો જે એ વિસ્તારના પુરુષ છે તેને સાથે રાખી લાકડી,પથર અને સળિયા વડે હુમલો કરી મૂંઢમાર મારેલહતો.આ લોકોએ જતા જતા ધમકી આપી હતીકે હવે અહીંયા ભિક્ષાવૃત્તિ કરશો તો જાનથી મારી નાખીશું. આ અંગે ઘવાયેલા તમામ કિન્નરને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ આ ઘટના અંગેની જામ થતા ભાવનગર પોલીસનો સ્ટાફ તુરંત હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા કિન્નરોના નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

મારાજીવને પણ જોખમ: દીપિકામાસી
તળાજાના દીનદયાળ નગર ખાતે કિન્નર એકીસાથે રહે છે. તળાજા ના મુખ્યગુરુ તરીકે દીપિકામાસી છે. તેઓએ જણાવ્યું હતુ કે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી તરફથી છેલ્લા પંદરેક દિવસથી ધમકીઓ મળીરહી છે.આજે તેમના તરફથી પોતાના બે ચેલાપર હુમલો કરવામાં આવ્યો. મને પણ શોધે છે. મારા જીવનું જોખમ છે આ સમસ્યાનું નિરાકરણ તુરંત લેવામાં આવે તેવી પોલીસને વિનંતી છે.

Continue Reading

ગુજરાત

સુરેન્દ્રનગરમાં ડમ્પરે ચાર વાહનોને ઉલાળ્યા, બેનાં મોત

Published

on

By

અઙખઈ ચોકડી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટે્રકટર, બાઇક, એસ.ટી. બસ અને છોટા હાથીને અડફેટે લીધા


સુરેન્દ્રનગર શહેરની એપીએમસી ચોકડી પાસે સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા રોપાયેલ વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા દંપતી ટ્રેકટર લઈને જતા હતા.ત્યારે એક ડમ્પરે પાછળથી ભટકાતા ટ્રેકટરના પંખા પર બેસેલ મહિલા જમીન પર પટકાઈ હતી અને ડમ્પરના વ્હીલમાં આવી જતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ ડમ્પરના ચાલકે ટ્રેકટર ઉપરાંત બાઈક, એસ.ટી.બસ, છોટા હાથીને પણ અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયુ છે.


સુરેન્દ્રનગર શહેરમાંથી દોડતા ડમ્પર ફરી એકવાર યમદુત સમાન બન્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર એપીએમસી ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના પ્રભાતભાઈ હીરાભાઈ ઘોડ અને તેમના પત્ની આશાબેન લખતરમાં રહે છે અને રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના વૃક્ષોને પાણીના ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ કરે છે. તા. 9મીએ મોડી સાંજે દંપતી ટ્રેકટર લઈને ડીઝલ પુરાવવા જતા હતા. ત્યારે એપીએમસી ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેકટરના ડાબી સાઈડના પંખા પર બેસેલા આશાબેન નીચે પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ તેમના પરથી ફરી વળ્યુ હતુ. આ ઉપરાંત આ ડમ્પર ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જયો હતો.

જેમાં બાઈક સવાર સુરેશભાઈ શાંતીલાલ વણોલ અને પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઈજાઓ પહોંચી હતી. જયારે ડમ્પરે એસ.ટી.બસ અને છોટા હાથી સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડયુ હતુ. અકસ્માતમાં મોતને ભેટેલા આશાબેનના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે બાઈક સવાર સુરેશભાઈ વણોલ અને પ્રભાત વણોલને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન સુરેશભાઈ વણોલનું મોત થયુ છે. બનાવની પ્રભાતભાઈ ઘોડએ બી ડીવીઝન પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.

કાર અડફેટે રેલકર્મીનું મોત
દસાડાના બજાણા ગામ પાસેથી તા. 9મીએ રાત્રે પીપળીના અને રેલવે કર્મી તરીકે ફરજ બજાવતા હાજીખાન જતમલેક બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક બાઈક સાથે અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં હાજીખાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા સેડલાના પુર્વ સરપંચ મહોબતખાન, તાલુકા પંચાયતના પુર્વ ચેરમેન વિપુલભાઈ મેરાણી સહિતનાઓ દવાખાને ધસી ગયા હતા. પોલીસે લાશનું પીએમ કરાવી ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

રૂપાલાને ભાજપ તમામ જવાબદારીમાંથી મુકત કરે

Published

on

By

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ટાણે રાજપૂત સમાજે ધોકો પછાડયો


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ફરી એક વખત રાજપૂત સમાજે ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાનો મુદો ઉઠાવ્યો છે અને રૂપાલાને તમામ જવાબદારીમાંથી મુકત કરવા ભાજપ તથા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. લોકસભાની ચૂટણી સમયે રાજપૂત સમાજે રૂપાલા સામે મોરચો ખોલ્યો હતો પરંતુ તેમાં ખાસ સફળતા નહીં મળતા નવો મોરચો ખોલ્યો છે અને આગામી દશેરા સુધીમાં મુદત આપી છે અને દશેરા સુધીમાં નિર્ણય ન થાય તો રાજપૂત સમાજની સંકલન સમિતીની બેઠક યોજી ભાવી રણજીતી જાહેર કરવાની ચીમકી આપી છે.


રાજપૂત સમાજે કહ્યું છે કે, આવા વાણી વિલાસનો પ્રયોગ કરવા બદલ ક્ષત્રિય સમાજની રૂૂપાલા માફી માગે તેવી માંગણીઓ કરવામાં આવી છે. સાથોસાથ આવા નિવેદનો પર ભાજપના તમામ હોદ્દાઓ અને તમામ કક્ષાની જવાબદારીમાંથી રૂૂપાલાને મુક્ત કરવા માટે પણ માંગ કરાઈ છે.


રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડીયા પ્રેસ રિલીઝ મારફતે માંગ કરી છે. પરશોત્તમ રૂૂપાલાએ શ્રી રામ વિશે વાણી વાલાસ કર્યો છે તે બાબતે રાજપૂત સમાજ આકરા પાણીઓ છે. આ પહેલા પણ પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે મોટું આંદોલન કર્યું હતું.


રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ‘તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવેલ છે. આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે. સંકલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામાં આવેલ છે. રૂપાલા દ્વારા પુન: સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવેલ છે. અમારી માગણી છે કે ભાજપનું સંગઠનમાંથી રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે.

Continue Reading
રાષ્ટ્રીય21 mins ago

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

મનોરંજન37 mins ago

મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવારજનો શોકમાં ગરકાવ

ક્રાઇમ49 mins ago

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

ગુજરાત51 mins ago

સુરેન્દ્રનગરમાં ડમ્પરે ચાર વાહનોને ઉલાળ્યા, બેનાં મોત

ગુજરાત54 mins ago

રૂપાલાને ભાજપ તમામ જવાબદારીમાંથી મુકત કરે

ગુજરાત58 mins ago

પાલનપુરમાં ભારતનો બીજો 55 ફૂટ ઊંચો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ

ક્રાઇમ59 mins ago

પાંચ વર્ષની બાળા સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનાર અપરાધીને આજીવન કેદ

કચ્છ1 hour ago

કચ્છના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાતા તંગદિલી

ગુજરાત1 hour ago

12472 પોલીસ ભરતી માટે 16 લાખ ઉમેદવારો લાઈનમાં

ગુજરાત1 hour ago

કૂતરું આડું ઉતરતા બાઈક ઉથલ્યું, પાંચ વર્ષના બાળકનું કરુણ મોત

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય21 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત21 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત21 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

ગુજરાત2 days ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

Trending