Connect with us

સૌરાષ્ટ્ર

પ્રાચીન સ્થળો અને પુરાતત્ત્વ વિભાગની કચેરીનો જીણાદ્દાર કરવા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને જયાબહેન ફાઉન્ડેશનની રજૂઆત

Published

on

સૌરાષ્ટ્ર વિસ્તારમાં શોધાયેલ સેંકડો હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો અને રક્ષીત સ્મારકોને સાચવવાની, તેની કાયમી રક્ષા કરવાની માંગણી કરતા જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પડયા જણાવે છે કે વિશ્વમાં બે-ચાર આંગળીના વેઢે ગણી શકાઇ તેટલા જ દેશોમાં આવી પ્રાચીન સંસ્કૃતિના સ્થળો છે. જેમાં આપણો દેશ, આપ્યું રાજ્ય ગુજરાત, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. જે બદલ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સૌરાષ્ટ્ર વિસ્તારના જીલ્લાઓમાં પ્રાચીન સંસકૃતિ શોધવા અને શોધાયેલ છે, તેને બચાવવા તેમજ સાચવવા, યોગ્ય રક્ષા કરવા, ગુજરાત સરકારની પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાની, સહાયક પુરાતત્વ નિયામકની કચેરી, જયુબીલી બાગ, રાજકોટ ખાતે આવેલ છે. આ એ જ કચેરી છે, જે સૌરાષ્ટ્ર રાજય સમયે રાજયની તથા મહાદ્વિભાષી મુંબઇ રાજય સમયે સમગ્ર ગુજરાત અને મુંબઇ શહેર વિસ્તારની વડી કચેરી હતી., બાદમાં ગુજરાત રાજયની સ્થાપના થતા, આ સહાયક પુરાતત્વ નિયામકની કચેરી બની જેના કાર્યક્ષેત્રમાં 11 જિલાનું કાર્ય તથા જાહેર થયેલા 199 રક્ષીત સ્મારકને સાચવવાની અતિમહત્વની જવાદારી છે. જે શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિ માટેઆપણે દુનિયા સમક્ષ ગર્વની લાગણી અનુભવીએ છીએ તેને શોધવા અને સાચવવા માટેની આ કચેરીનું, ટેકનીકલ અને વહીવટી કર્મચારીઓનું મહેકમ ર6 કર્મચારીઓનું છે. જે વધારવું જરૂરી છે. પરેશ પંડયા જણાવે છે કે જયાબહેન ફાઉન્ડેશન પ્રાચીન સંસ્કૃતિ બચાવ અભિયાનના ભાગરૂપે રાજય સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, રાધવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, મુળુભાઇ બેરા, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યઓ, જયેશભાઇ રાદડીયા, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, દર્શીતાબેન શાહ, મહેન્દ્રભાઇ પાડલીયાને સૌરાષ્ટ્રના પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા, પુરાતત્વ વિભાગની રાજકોટ સ્થીત ઓફીસને મહેકમ મુજબ પુરો સ્ટાફ ઉપરાંત પુરતા સાધનો, વાહનો મળી રહે, તે માટે પોતાની વગનો સંસ્કૃતિના હિતમાં ઉપયોગ કરી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા પુરાતત્વ વિભાગના મંત્રી હર્ષભાઇ સંઘવીને આ પ્રશ્ર્નનું નિરાકરણ થઇ ત્યાં સુધી રજુઆત કરવા જયાબહેન ફાઉન્ડેશન તરફથી રજુઆત પત્ર મોકલવામાં આવેલ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

અમરેલી

રાજુલામાં વિજલેણું નહીં ભરનાર 50 ગ્રાહકોના કનેકશન કાપી નખાયા

Published

on

50 કનેક્શન કાપી નાખવામાં આવ્યા આગામી 10 દિવસમાં આ લેણું ભરવામાં નહીં આવે તો તમામના કનેક્શન રદ કરવામાં આવશે.. રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની પાસેથી રૂૂપિયા 6 કરોડને 22 લાખ રૂૂપિયાનું વીજ લેણું રાજુલા પીજીવીસીએલ નું નીકળે છે અવારનવાર લેખિત નોટિસ આપવા છતાં આ બિલ ભરવામાં આવેલ નથી આથી આજથી કડક કાર્યવાહીનો કરવામાં આવ્યો છે
આજરોજ રાજુલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 48 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી તે બિલ ન ભરે ત્યાં સુધી તે કનેક્શન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી ચૂક જ સમયમાં આ બાકી રહેલી 6 કરોડ 22 લાખની રકમ કરવામાં જો ગ્રાહકો નિષ્ફળ સાબિત થશે તો તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને વસુલાત કરવામાં આવશે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર રામભાઈ બલાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના કરી જાય તે માટે અપીલ કરી હતી.

Continue Reading

ભાવનગર

ભાવનગરમાં બેન્ક મેનેજરના ત્રાસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Published

on

ભાવનગરમાં ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને બેંક મેનેજર સહિત બે શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યા વહોરી લીધા નો બનાવ બનવા પામ્યો છ આ અંગે જાણવા મળતીવિગતો મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ નવયુગ સોસાયટીમાં રહેતા જીજ્ઞાસાબેન અલ્પેશભાઇ પડાયાએ બોરતળાવ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અલ્પેશભાઇએ ભાવનગર રેલ્વે હોસ્પિટલ પાસે આવેલ કેનેરા બેન્કમાં એ.સી. રિપેરીંગનું કામ રાખેલ હતું. તમામ એ.સી.નું રિપેરીંગ થઇ ગયા બાદ અલ્પેશભાઇએ એ.સી.નું ટેમ્પરેચર 24 થી 26 રાખવા જણાવ્યું હતું. પરંતુ અલ્પેશભાઇની સુચના અવગણીને એ.સી.નું ટેમ્પરેચર 16 ઉપર રાખતા એ.સી.માં ફરીથી ગેસ લિકેજની ઘટના બની હતી. જે બાદ બેન્કના મેનેજર આશિષ વાસુદેવ કાંબલે, ભાવિન નામના બંન્ને શખ્સોએ અલ્પેશભાઇના મોબાઇલમાં ફોન કરી અવાર-નવાર બિભત્સ ગાળો આપી તેમજ જાનથી મારી નાંખવાની અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, માનસિક ત્રાસ આપતા હતા.
બાદ મેનેજર આશીષ તેમજ ભાવિનની ધમકીથી ડરી જઇ, માનસિક ત્રાસથી અલ્પેશભાઇએ તેમના ઘરે ગત તા. 22-10-2023ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લેતા તેમના પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જો કે, દલીત યુવકના મોત બાદ યુવકે બંન્ને શખ્સોના ત્રાસથી આ પગલું ભર્યાનું ખુલવા પામતા જીજ્ઞાશાબેને કેનેરા બેન્કના મેનેજર આશિષ કાંબલે તેમજ ભાવિન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending