મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદના રોજ 2 હજારથી વધુ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન
મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ પ્રતિવર્ષ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ મહાકાળી માતાજીના ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોનું આગમન થાય છે અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેને પગલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ અંગે પત્રકાર પરિષદ યોજી મહંત હરિ નારાયણ ગિરીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ સત્તાધાર ખાતે સાધુ સંતો જાય છે ત્યારબાદ અહીં આવતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પંચ દશનામ અખાડા, જુના અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડાના પંચ અને અન્ય સાધુ સંતો મળીને લગભગ 2000 થી 2500 સંતોનું આગમન થશે.જેને પગલે ભક્તજનોના સહયોગથી આગામી તા. 19 ના સાધુ સંતો નુ આગમન થશે અને 20 ના રોજ ભંડારા નુ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ ભંડારો ક્યારથી યોજાઈ છે તે પૂછતા મહંતે જણાવ્યું હતું કે જ્યારથી આસ્થાના પ્રતીક એવા શિરાત્રીના મેળાનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવે છે ત્યાંથી જ આ વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત મહંતે વધુમાં જણાવ્યું હતું કે આ ભંડારા ના કાર્યક્રમ વેરાવળ પ્રભાસપાટણ અને આજુબાજુ ના વિસ્તાર ના લોકો દ્વારા સહયોગ થી આ કાર્યક્રમ નુ આયોજન થાય છે

