અમરેલી
સાવરકુંડલામાં ઇંગોરિયા યુદ્ધની તૈયારીઓ શરૂ
વર્તમાનમાં ઇંગોરિયાનું સ્થાન સી.ડી. અને કોકડાએ લીધું: લોકોમાં ઉત્સાહ
દીપાવલીની રાત્રે સાવરકુંડલા શહેર માં જામતું ઈંગોરીયા યુધ્ધ છ દાયકા પહેલાથી રમતી આ લડાઈ આજે પણ એજ જુસ્સા થી રમાય છે ઈંગોરીયા બાદ સી.ડી. અને આજે કોકડા એ સ્થાન લીધું છે આ રમત ને જોવા હજારો લોકો દૂર દૂર થી જોવા સાવરકુંડલા આવે છે.સાવરકુંડલા માં છેલ્લા છ દાયકા પહેલાં થી ઈંગોરીયા યુધ્ધ ખેલાય છે ત્યારે ઈંગોરીયા શુ છે એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરીયા નું વૃક્ષ આશરે આઠ થી દસ ફૂટ નું હોય છે તેના ચીકુ જેવા ફળ ને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારો માંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે.
ત્યારબાદ ઉપરથી છાલ ને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર ના તેમાં દારૂૂ-ગંધક-સુરોખાર અને કોલસા ની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે છે ત્યારબાદ નદી ના માટી ના પથ્થર ના ભુક્કા થી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય જેને દીવાળી ની રાત્રી એ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયા ના થેલા ભરી લડાયકો આગ નું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે આ ઈંગોરીયા ને સળગાવવા માટે કાથી ની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખી ને ટોળી ઓને દૂર દૂર સુધી ખસેડી દઈ છે હાલ માં જેમ દાડમ ના ફુવારા નીકળે છે તેવા આગ ના ફુવારા સાથે ગોળી ની જેમ દૂર સુધી રોકેટ ની જેમ જાય છે.
આ રોમાંચિત લડાઈ માં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કી ના દ્રશ્યો સર્જાય છે કયારેક કોઈ ના કપડાં પણ દાજી જાય છે જોકે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે અને રાત ના દસ વાગ્યા થી સવાર સુધી આ ઈંગોરીયા ની લડાઈ ચાલે છે. સમય ન બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયા ની લડાઈ માં પણ પરિવર્તન થયું છે લડાઈ નું નામ તો ઈંગોરીયા ની લડાઈ જ રહ્યું પરંતુ ઈંગોરીયા ના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન સી.ડી. એ લીધું હતું આથી ઈંગોરીયા બહુ ઓછા જોવા મળે છે તેના બદલે કોકડા ને દારૂૂખાનું ભરી તૈયાર કરાઈ છે માધ્યમો બદલાયા પરંતુ લડાઈ નો આજેપણ ચાલુ જ રહેશે હાલ ના સમય માં મોટી માથાકુટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે આ અનોખી લડાઈ ને જોવા આજે પણ દૂર દૂર થી લોકો સાવરકુંડલા ખાતે આવે છે રાતભર આગ ની લડાઈ બાદ સવારે એકબીજા યુવાનો ગળે ભેટી નવા વર્ષ ની શુભેચ્છા ઓ પાઠવી આનંદ થી છુટા પડે છે.
અમરેલી
જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઇ પર હુમલો
જેટી પર વાહન લાંગરવા મામલે થયું હતું ઘર્ષણ, ધારાસભ્યના જમાઇ ચેતન શિયાળે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા એકને ઇજા
અમરેલીના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને બબાલ થયા બાદ ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો થતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. તેમને તત્કાળ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયા કાંઠે ધારાસભ્ય હીરા સોંલકીના વેવાઈ ને તેમની જ્ઞાતિના યુવક સાથે બોટ લાંગરવાની જેટી પર બોટ રાખવા બાબતે ચકમક ઝરી હતી જે અંગે ધારાસભ્યના વેવાઈ દ્વારા પોતાના દીકરા ચેતન શિયાળ જે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ છે અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે તે જાફરાબાદ બંદર ચોક પાસે આવેલ જેટી એ પહોચ્યા હતા ને સામે જૂથના યુવાન સામે રિવોલ્વર કાઢી હતી ત્યારે સામે જૂથના યુવક દ્વારા ચેતન શિયાળને માથાના ભાગે મચ્છી કાપવાની કુહાડી મારી દીધી હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. બોટ કિનારે રાખવા બાબતે રાત્રે ઘટેલી ઘટના થી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સામે જૂથના યશવંત નામના યુવાન ને હાથના ભાગે આંગળી નજીક રિવોલ્વર માંથી છૂટેલી ગોળી વાગી હોવાની વિગતો મળી રહી છે. અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ રાજુલા બાદ તાત્કાલિક ભાવનગર સારવારમાં ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાફરાબાદ જેટી પર વહાણ લાંગરવાને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે રિવોલ્વર કાઢી હતી. ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે. ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા સામે પક્ષેથી હુમલો થયો હતો. યશવંત નામના માછીમારે ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કરતાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને માછીમાર યશવંતને પણ આંગળીના ભાગે ગોળી વાગી હતી. ચેતન શિયાળને તત્કાળ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. ઉલ્લેખનિય છે કે ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે . જેટી પર વહાણ રાખવાને લઈને બંને પક્ષે માથાકૂટ થયા બાદ આ બનાવ બન્યો હતો.
અમરેલી
અમરેલીથી સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપતા વડાપ્રધાન
નવા પ્રોજેકટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને ગતિ મળશે: મોદી
લાઠીના દુધાળામાં નિર્માણાધીન ભારતમાતા સરોવરનું લોકાર્પણ: લાઠીમાં જનસભાને સંબોધન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂૂપ બતાવી વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.
વડાપ્રધાને અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુન:જીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી. વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે. આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના-નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને વન ડ્રોપ, મોર ક્રોપનો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કર્યું હતું.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2007માં અમર ડેરીની શરૂૂઆત વખતે 25 ગામોમાં સહકારી સમિતિ હતી. આજે 700થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે. શ્વેત તથા હરિત ક્રાંતિ સાથે આપણે સ્વીટ રિવોલ્યૂશન શરૂૂ કર્યું હતું. ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેક્ટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે.
આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઊભી થઈ છે.ઊર્જાક્ષેત્રે અમરેલી અવ્વલ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ દૂધાળા ગામને સોલાર ગામ બનાવવા માટેનું અભિયાન શરૂૂ કર્યું છે. જેનાથી ગામલોકોના વીજબીલના નાણાં બચશે. દૂધાળા હવે દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઈ રહ્યું છે.
અમરેલીના પનોતા પુત્રોને યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
સ્પેનના રોકાણથી રાજકોટના ઉદ્યોગને લાભ થશે
એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉદ્યોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્રના લઘુઉદ્યોગોની તો પાંચેથય આંગળીઓ ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્વની છે. દેશના શહેરો અને ગામડાઓમાં કેટલું સામર્થ્ય છે, તે ગુજરાતે બતાવ્યું છે.
અમરેલી
રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ધરા ધણધણી ઊઠી
રવિવારનો સમય હતો, લોકો ઘરમાં જ હતા અને અચાનક અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. સાંજના 5:18 વાગે ભુકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે. આ સિવાય ભૂકંપના ઝટકા ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં થયો છે. અત્યાર સુધીમાં આ ભૂકંપને લઈને કોઈની જાનમાલના નુકસાનની માહિતી સામે નથી આવી.
અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે.