Connect with us

પોરબંદર

પોરબંદર-શાલિમાર ટ્રેન પોણો કલાક મોડી થતા યાત્રિકોને પરેશાની

Published

on

દિવાળીના પર્વ પર લોકો ફરવા અને પોતાના વતન જવા માટે બસ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરોને એટલો ધસારો જોવા મળી રહ્યો છે. પોરબંદરથી ઉપડતી સાલીમાર ટ્રેન ગઈકાલે બપોરે પોણો કલાક મોડી આવતાં યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અને રેલવે તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.
પોરબંદરથી સાલીમાર જતી 12905 નંબરની ટ્રેન રાજકોટ જંકશન પર બપોરે તેના નિર્ધારીત સમય 1:15ને બદલે પોણી કલાક કરતા પણ વધુ સમય મોડી પહોચી હતી. જેના કારણે રાહ જોઈ રહેલા હજારો મુસાફરોને હેરાનગતિ થઈ હતી. ભર બપોરે ટ્રેન મોડી આવતા લોકો તડકામાં સેકાયા હતા.
રાજકોટ રેલવે જંકશન પરથી રોજની 35થી 40 ટ્રેનો પસાર થાય છે. જેમાં હાલના તબ્બકે લગભગ બધી જ ટ્રેનો ફૂલ થઈ ગઈ છે અને 250થી 300નું વેઈટીંગ ચાલી રહ્યુ છે. આજથી દિવાળી વેકેશન શરૂૂ થયા પહેલા જ રેલવે જંકશન પર મુસાફરોની ભારે ભીડ દેખાઈ રહી છે. તેમાં પણ બપોરના જ સમયે ટ્રેન મોડી આવતા તેમને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
દિવાળી પર્વ પર ટ્રેનમાં બહોળી સંખ્યામાં લોકો મુસાફરી કરશે જેના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા પણ મળશે. પરંતુ રેલવે અધિકારી દ્વારા જણાવ્યા મુજબ મુસાફરી પહેલા લોકોએ ઘરેથી રેલવેને લગતી એપ્લીકેશન પર ચકાસણી કરી ટ્રેનનો સાચો સમય જાણીને હાલ ટ્રેન મોડી છે કે સમયસર તે જોઈ પ્લેટફોર્મ પર પહોચવુ જેથી કરી મુસાફરોને હેરાનગતિ ના રહે અને ટ્રેનના ચોક્કસ સમયે મુસાફર ટ્રેન સુધી પહોચી શકે.

પોરબંદર

વગર મોસમની કેરીના એક બોકસના રેકોડબ્રેક રૂા.15510 ભાવ ઉપજ્યા

Published

on

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 4 બોક્સ કેરીની આવક થઇ હતી અને એક બોક્સના 15510 રૂૂપિયા જેવા રેકોર્ડબ્રેક ભાવે તેનું વેચાણ થયું હતું. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે બે દિવસ પહેલા 600થી 700 રૂૂપિયે કિલો લેખે કેરીના ત્રણ બોક્સનું વેચાણ થયું હતું. ત્યાર બાદ ગઈકાલે વધુ 4 બોક્સ કેરીની આવક થઇ હતી.
આ અંગે યાર્ડમાં પેઢી ધરાવતા કેતનભાઈ રાયચુરાએ જણાવ્યું હતું આજે ખંભાળા પંથકમાંથી બે બોક્સ કેરીની આવક થઇ હતી.
આથી હરરાજીમાં તે 1551 રૂૂપિયાની કિલો એટલે કે 1 બોક્સના 15510 રૂૂપિયાના ભાવે વેચાણ થયું હતું. યાર્ડના અને કદાચ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ ભાવ સૌથી ઉંચો હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચાર દાયકાથી તેઓ ફ્ળોનો હોલસેલ વેપાર કરે છે. સીઝન દરમિયાન જે ભાવ બોક્સનો હોય છે તે ભાવે આજે એક કિલો કેરીનું વેચાણ થયું છે.
એ સિવાય અન્ય એક વેપારી નીતિનભાઈ દાસાણીને ત્યાં પણ જાંબુવંતીની ગુજ્ઞ નજીક આવેલ જ્ઞર્મમાંથી બે પેટી કેરીની આવક થઇ હતી. ત્યાં પણ કિલોના 1551 રૂૂપિયાના ભાવે બન્ને પેટીની હરરાજી થઇ હતી. આમ ચાર બોક્સ કેરીનો ભાવ 62040 રૂૂપિયા ઉપજ્યો હતો. સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં જ શિયાળા દરમિયાન પણ યાર્ડમાં આ વર્ષે કેરીની આવક થઇ છે. છેલ્લા બે વર્ષથી શિયાળા દરમ્યાન જ યાર્ડમાં કેરીની આવક થાય છે ત્યારે સુકા મેવા કરતા પણ વધુ ભાવે કેરીનું વેચાણ થતા ઉપસ્થિત ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થયા હતા.
કેતનભાઈએ હરરાજીમાં ઉપસ્થિત સૌનું પેંડાથી મોઢું મીઠું કરાવી ગુલાબના ફૂલથી કેરીના વધામણા કર્યા હતા. જો કે કેરીનું હોલસેલમાં 1551 રૂૂપિયાના કિલો લેખે વેચાણ થયું હતું ત્યારે તેનું રીટેલમાં શું ભાવે વેચાણ થાય છે અને આટલી મોંથી કેરી કોણ ખરીદે તે પણ જોવાનું રહ્યું છે. જો કે લોકો ઉનાળાની ગરમી કેરીનો સ્વાદનો સ્વાદ માણતા હોય છે, પરંતુ ભર શિયાળા કેરીનો સ્વાદ માણવા મળે તો કેટલાક કેરીના શોખીનો કોઈ પણ ભાવે ખરીદે છે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું.

Continue Reading

પોરબંદર

પોરબંદરના રાજકારણી વિરૂધ્ધ 20 લાખની છેતરપિંડીની ફરિયાદ

Published

on

પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી ગોરાણીયા વિરુદ્ધ જિલ્લા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેમને ઉછીના અપાયેલા 20 લાખ રુપિયા હજુ પરત ન કરતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના રહેવાસી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી લીલાભાઈ ગોરાણીયા વિરુદ્ધ દિનસુધાબેન પ્રભુદાસ ઠકરાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં લાખણશી ગોરાણીયાએ વર્ષો પહેલાં 20 લાખ રુપિયા ઉછીના લઇ હજુ સુધી પરત ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.
લાખણશી ગોરાણીયા સમાજસેવક ફરિયાદની વિગતો જોઇએ તો ફરિયાદી દિનસુધાબેન ઠકરારે કરેલી અરજીમાં જણાવાયું છે કે વર્ષો પહેલા તેમના પતિ પાસેથી ઉછીના લીધેલ 20 લાખ રૂૂપિયા પરત આપવામાં આવ્યાં નથી. પોરબંદરમાં લાખણશી લીલાભાઈ ગોરાણીયા સમાજસેવક હોવા સાથે રાજકારણમાં પણ છે. તેઓ જેસીઆઈ સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હાલના પ્રમુખ પણ છે.
2014માં આપ્યાં 20 લાખ પોરબંદરના બિરલા હોલ રોડ પર આવેલ દીપપ્રભુ બંગલામાં રહેતા દિનસુધાબેન ઠકરારે આજે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને ઉલ્લેખીને એક ફરિયાદ અરજી આપેલી છે. જેમાં જણાવ્યું છે કે દિનસુધાબેનના સ્વર્ગસ્થ પતિએ તારીખ 4 /7 /2014 ના રોજ ચાર લાખ રૂૂપિયા અને છ લાખ રૂૂપિયાની રકમ લાખણશી ગોરાણીયાને હાથ ઉછીના પેટે આપેલ હતી. ત્યારબાદ એ જ રોજ તારીખ 4/ 7/ 2014 ના રોજ બીજા ચાર લાખ અને છ લાખની રકમ હાથ ઉછીના પેટે આપી હતી એટલે કુલ 20 લાખ હાથ ઉછીના પેટે લાખણશી ગોરાણીયાને આપેલા હતાં. ત્યારબાદ વર્ષ 2016માં પ્રભુદાસ જગજીવનદાસ ઠકરારનું નિધન થઈ ગયું હતું.
દિનસુધાબેનને નાણાંની જરુર પડી પતિના નિધન બાદ દિનસુધાબેનને રૂૂપિયાની જરૂૂર પડતા તેમણે લાખણશી ગોરાણીયા પાસેથી અનેકવાર રકમ પરત મેળવવા માંગણીઓ કરી હતી. પરંતુ હાલ 27 /11/ 2023 સુધી 20 લાખ રુપિયા પરત આપવામાં આવેલા નથી. જેથી આજે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને રૂૂપિયા પરત અપાવવા માટે ફરિયાદ અરજી કરેલ છે. તેમણે બિડાણમાં 20 લાખના વ્યવહારની બેન્ક ડિટેલ પણ શામેલ કરી છે.
લાખણશી ગોરાણિયાની પ્રતિક્રિયા જ્યારે તેમની સામે કરવામાં આવેલી 20 લાખ રુપિયા પરત ન આપવાની અરજી વિશે પૃચ્છા કરવામાં આવી ત્યાતે લાખણશી ગોરાણીયાએ ફરિયાદને સામાજિક પ્રતિષ્ઠા બગાડવા માટેનું ષડયંત્ર છે તેમ કહ્યું હતું. લાખણશી ગોરાણીયા સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ લગ્ન પ્રસંગે વ્યસ્ત હોવાથી કાલે મળશે તેમ જણાવ્યું હતું અને આ સમગ્ર બાબતમાં તેઓની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા બગાડવાનું એક ષડયંત્ર હોવાનો બચાવ કરેલો હતો.

Continue Reading

પોરબંદર

પોરબંદરમાં બેફામ કારચાલકે પાંચને ઉલાળ્યા, મહિલા TRBનું મોત

Published

on

પોરબંદર શહેરના કર્લી પુલ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઈ સ્પીડે આવતી કારે ગંભીર અકસ્માત સર્જતા ત્રણ જેટલા મોટરસાયકલને હડફેટે લેતા કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
પોરબંદર શહેરના કર્લી પુલ પર રાત્રીના સમયે એક હોન્ડા સીટી કારએ ગંભીર અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં કારે ત્રણ જેટલા વાહન ચાલકોને હડફેટે લેતા કુલ પાંચ જેટલા વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અને ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનુ મોત નિપજ્યું હતુ.
આ ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,જેને પગલે પુલ પર ભારે ટ્રાફીક સર્જાયો હતો.
અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કાર ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અને તેઓ કાર ચલાવતી સમયે પણ પીધેલા હોઇ અને ચાલુ કારે પાર્ટી કરતા હોવાનું અનુમાન છે. કમલાબાગ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને કારમાં કેટલા લોકો સવાર હતા અને તેઓ કોણ હતા તથા નશો કરેલી હાલતમા હતા કે કેમ તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
અમદાવાદના ઈસ્કોન બ્રીજની ઘટનાની યાદ તાજી કરાવતી પોરબંદરની ઘટનામાં કાર ચાલક નશામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જ્યારે કારમાંથી વિદેશી દારૂ અને ગ્લાસ પણ મળી આવ્યા હોવાની લોક મુખે ચર્ચા ચાલી રહી છે. આ બનાવ બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની ચક્રોગતિમાન કર્યા છે.

Continue Reading

Trending