Site icon Gujarat Mirror

અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું

ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી

ભાજપમાં પણ આંતરિક ધૂંધવાટ, અલ્પેશ કથીરિયા અને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે વ્યક્ત કરી નારાજગી, જવાબદારો સામે પગલાં ભરવા મુખ્યમંત્રીને પત્ર

અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરૂધ્ધ ભાજપના જ નેતાઓએ લખેલા બોગસ પત્રકાંડમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી પાટીદાર યુવતીનું પણ રીઢા ગુનેગારોની માફક સરઘસ કાઢવાનો મુદ્દો હવે સળગ્યો છે અને રાજકીય આકાઓને વહાલા ભવા અમરેલી પોલીસે નીતિ- નિયમો નેવે મુકી આચરેલા આ અતિરેકના રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ઘેરા પડઘા પડયા છે.

આ મામલો અમરેલી ભાજપની આંતરીક ટાંટીયા ખેંચ અને ભવાઇનો હોવા છતા ઓફિસમાં નોકરી કરતી સામાન્ય પરિવારની દિકરીને પણ જાહેરમાં અપમાનિત કરવામાં આવતા ખુદ ભાજપમાં પણ સવાલો ઉઠયા છે અને પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરીયા ઉપરાંત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહીતના નેતાઓએ ખુલ્લી નારાજગી વ્યકત કરી છે અને યુવતીની ધરપકડથી માંડી સરઘસ કાઢવા સુધીના ઘટનાક્રમમાં કાયદાના લીરા ઉડયા હોવાનું જણાવ્યું છે.

ગુજરાતમાં આમ તો કોઈ ભાજપના નેતાનું નામ કૌભાંડ કે હપ્તાખોરીમાં આવવું સામાન્ય છે. ભાજપ નેતાઓ ગુના કરે પણ તેને કંઈ થતુ નથી.આવું જ કંઈક અમરેલીના યુવા ભાજપ નેતાના કારનામા સામે આવ્યા છે. અને આ કારનામા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે જ છતાં કર્યા છે. તેમનો લખાણ વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કૌશિક વેકરીયા પર લગાવવામાં આવેલા આરોપો બાદ પોલીસે તપાસ હાથ ધરી અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. તે મામલે સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને ત્યારબાદ એક પાટીદાર દીકરીની ધરપકડ કરવામાં આવી. જે બાદ હવે રાજકારણ ગરમાયુ છે.

આ સમગ્ર મામલે અચાનક પાટીદાર દીકરીની ધરપકડ કરવામાં આવી છે. અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાયુ છે. અચાનક રાત્રે મનિષ વઘાસીયાની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી દીકરીની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી લીધી અને તેનું સરઘસ પણ કાઢ્યું હતું. જે બાદ હવે પાટીદાર સમાજ સહીત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ મામલે ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓ એડવોકેટ પણ છે જેના કારણે તેમણે આ મામલે કહ્યું હતું કે, સૌથી પહેલા દીકરીની પોલીસે સૂર્યાસ્ત પછી ધરપકડ કરી હતી. બીજું કે તેને સાક્ષીની જગ્યાએ આરોપી બનાવી દીધી અને ત્રીજું કે તેનું સરઘસ કાઢ્યું. આ દરેક જગ્યાએ પોલીસની જ ભૂલ છે. દીકરી માત્ર મનિષ વઘાસિયાની ઓફિસમાં ટાઇપીસ્ટનું કામ કરતી હતી. પરંતુ પોલીસે તેની જ ધરપકડ કરી તેને આરોપી બનાવી દીધી.
અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રનો મામલે હવે પોલીસ દ્વારા નવા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે થયેલા કૃત્યનો પોલીસે કર્યો પર્દાફાશ. ભાજપના નેતા કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપના જ નેતાએ ઘડ્યું હતું.

અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયાએ પત્ર વાયરલ કર્યો હતો. અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અમરેલી એલસીબી- એસઓજી અને સાયબર પોલીસે કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રના ષડયંત્રનો ભેદ ઉકેલ્યો હતો.

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, અમરેલી જીલ્લામાં ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયેલ જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિક ના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી જેઓને કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો પોતે પોતાના માલિક કે કહ્યું તે પ્રમાણે ટાઇપ કરી આપ્યું હતું તેમ છતાં આ દીકરીને આરોપી બનાવી રાત્રે 12:00 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને બીજા દિવસે રિક્ધસ્ટ્રકશન નામે મુખ્ય રોડ પર આ દીકરીનું સરઘસ કાઢે તેમ મુખ્ય રસ્તા પર ચલાવી અને બનાવના સ્થળ પર લઇ ગયેલ જેમાં આ દીકરીને પણ રસ્તા પર ચલાવી અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાના અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કરેલ જેમાં કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રીના સમયે ધરપકડના કરાઈ અને કોઈ પણ મહિલાને ફોટો આવે તેમ લોકો વચ્ચે લાવવામાંનાં આવે તેમ છતાં સરઘસ કાઢવામાં આવેલ જેથી અમરેલી પોલીસ કોઈ કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ આ દીકરીની સાથે અન્યાય કરેલ છે. અમરેલી જીલ્લામાં ગુન્હેગાર બેફામ દારૂૂ, ખનીજ ચોરી વગેરેના આરોપી સામે ક્યારેય સરઘસ કાઢેલ નથી અને હાલ ઘણા ફરાર આરોપી અમરેલી જીલ્લામાં ખુલ્લે આમ ફરી રહ્યા છે તે આરોપીને ક્યારેય પકડવામાં આવતા નથી. જેથી આ અમરેલી પોલિસના અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરવા અમારી માંગ છે. તેવું પ્રતાપ દુધાતે જણાવેલ છે.

સમાજના આગેવાનો બહાર આવે, નરેશ પટેલને પ્રતાપ દુધાતે લખ્યો પત્ર
ભાજપના પટેલ નેતાઓએ જ અહમ સંતોષવા કૃત્ય કરાવ્યાનો આરોપ

અમરેલી ભાજપની આંતરિક ભવાઇમાં નિર્દોષ પાટીદાર યુવતિને આરોપી બનાવી જાહેરમાં સરઘસ કાઢવાના કાંડમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, આ ઘટના બંધારણની જોગવાઇની તદન વિરૂધ્ધ હોય, સમાજના આગેવાનોએ આ બાબતે બહાર આવી સમાજની દીકરીને સાથ- સહકાર આપવો જોઇએ અને આવી રીતે બિન અધિકૃત સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક પગલા ભરવા સરકાર પાસે માંગણી કરવી જોઇએ. સાથો સાથ જયારે રાજકીય મનસ્વી પ્રવૃતિ કરે ત્યારે સમાજના મોભી અને આગેવાનોને ખરો રાહ દેખાડવાની જવાબદારી છે જેથી આ બાબતે નિવેદન આપવા પણ માંગણી કરી છે.

પ્રતાપ દુધાતે પત્રમાં લખ્યું છે કે, અમરેલી જીલ્લામાં એક ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયેલ જે પૈકી પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિક ના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી જેઓને કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો પોતે પોતાના માલિક કે કહ્યું તે પ્રમાણે ટાઈપ કરી આપ્યું પરંતુ અમરેલી ભાજપ ના આગેવાનો દ્વારા આ કુવારી દીકરી છે, તે જોયા વગર તેને પણ ગુન્હેગાર બનાવી અને પોલીસે રાત્રે 12:00 કલાકે આ દીકરી ને ઘરે થી ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તાપર સરઘસના રૂૂપમાં કાઢીને આ ભાજપના પટેલ સમાજના જ આગેવાનો પોતાનો અહમ સંતોષવા આવા કૃત્ય કરી રહ્યા છે જયારે આ જ અમરેલી જીલ્લામાં ગુન્હેગાર બેફામ દારૂૂ, ખનીજ ચોરી, હત્યાઓ વગેરે ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે. તેના પોલીસે ક્યારેય સરઘસ કાઢેલ નથી.

પોતાના સમાજની દીકરીની રક્ષા ન કરે એ સ્ત્રી સશક્તિકરણના ભાષણો ન આપે
અમરેલી જિલ્લાના દુર્યોધનો- ધૃતરાષ્ટ્રોની નિર્લજજતા ઉપર જેનીબેન ઠુંમ્મરનો કટાક્ષ
અમરેલીના કોંગ્રેસના તોખાર મહીલા નેતા જેનીબેન ઠુંમરે પણ યુવતીનું રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢવાની ઘટના અંગે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે. ગેનીબેને સોશિયલ મીડીયામાં પોસ્ટ મુકી લખ્યું છે કે, અમરેલી ખાતે હું બધાને વિનંતી કરું છું કે દીકરીના જામીન નો થાય અને ઘરે નો પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે રાજકીય રંગ નો આપો. દીકરીનું ઘરે પહોચવું અગત્યનું છે. દુશ્મન પણ ઉંમરલાયક દીકરીને માફ કરી દે અને કોઈ ગંભીર ગુનો પણ નથી કર્યો આ દીકરીએ. આજના મોટા ગજાના આગેવાનો દીકરીના સરઘસ કઢાવે. નેતા તરીકે નામોશી કેવાય. પોતાના સમાજની દીકરીની રક્ષા ન કરે એ સ્ત્રી સશક્તિકરણના ભાષણો પણ ના જ કરે. પત્ર લખ્યોને તમે બધાને પકડી બતાવ્યા સરઘસ કઢાવ્યા પણ હત્યારાઓ, લૂંટારાઓ, ડ્રગ્સ અને દારૂૂ વેચનારાઓને નથી પકડાવી શકતા અને અમરેલીના નાયક અને નાથ બનવું છે.. પટેલ સમાજ થકી બન્યા હોય તો સમાજ થકી ઉતરી જતાં પણ વાર તો ના લાગે. જાતે જઈને દીકરીઓ ને જામીન અપાવડાવો તો મોટા ગજાના આગેવાન કેવાય. કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટો અન્યાય સહન નઈ થવા દઈએ. (અમરેલીના 5 ધારાસભ્ય અને સાંસદ માટે) સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ મેસેજમાં આજે અમરેલી માં મહાભારત જોયું અહીં દુર્યોધન દુ:શાસન સાથે કર્ણ પણ હતો ભીષ્મપિતા ગુરુદ્રોણ કૃપાચાર્ય સાથે સિંહાસન પર આંધળો ધૃતરાષ્ટ્ર ને જોયો દ્રોપદી ના ચીરહરણ થતા હતા પણ પાંડવો ને સૂતા જોયા નારી સન્માન માં એક પણ વિકર્ણ ના બોલ્યો હતા કેટલાક અભિમન્યુ કૌરવો થી ઘેરાયેલા લડવા, કપાવવા, તૈયાર પણ કોઈ કૃષ્ણ બની મદદે ન આવ્યા. તેવું લખાણ જોવા મળી રહ્યું છે.

Exit mobile version