Site icon Gujarat Mirror

લોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત

 

 

સંસદના બજેટ સત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ હોબાળાને કારણે હજુ સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા શરૂ થઈ શકી નથી. આ બધા વચ્ચે pm મોદી આજે સાંજે 5 વાગ્યે અભિભાષણ પર ચર્ચા કરવાના હતા. જોકે વિપક્ષ દ્વારા સતત હોબાળો થવાના કારણે વડાપ્રધાનનું ભાષણ રદ કરવામાં આવ્યું હતું. આ સાથે પીઠાસીન અધિકારી સંધ્યા રાયે કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી છે.

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પીએમના લોકસભામાં નિર્ધારિત સંબોધન પહેલા થઈ હતી. શાહે સ્પીકર ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી, જે પણ હાજર હતા. ગૃહમાં આખો દિવસ હોબાળો ચાલુ રહ્યો.

પીઠાસીન અધિકારી સંધ્યા રાયે સાંજે 5 વાગ્યે જ્યારે ગૃહ શરૂ કર્યું ત્યારે વિપક્ષી સભ્યો બેનરો સાથે વેલમાં ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અગાઉ, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ નહેરુ પરિવાર પર નિશાન સાધતા અનેક પુસ્તકો લહેરાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું એવા પુસ્તકો વિશે વાત કરવા માંગુ છું જે નહેરુ પરિવારની ગદ્દારી, મક્કારી અને ભ્રષ્ટાચારના કિસ્સાઓથી ભરેલા છે.’ તેમણે એડવિના-નહેરુના કિસ્સાઓ, સોનિયા ગાંધીના 10 વર્ષના શાસન અને ઈન્દિરા ગાંધી પરના પુસ્તકો બતાવ્યા હતા. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ પીઠાસીન અધિકારી તરફ કાગળના ટુકડા ફેંક્યા હતા.

સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના હોબાળા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘વિરોધનો એક રસ્તો હોય છે, તે શબ્દો અને તર્કોથી થાય છે. તમે શાસનને મજબૂર ન કરી શકો. સભાગૃહનું જેટલું અપમાન કરશો, તે દેશ જોઈ રહ્યો છે.’

 

Exit mobile version