Connect with us

International

વિમાન દુર્ઘટના: કોલંબિયાના રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં 8 ના મોત

Published

on

 

કોલંબિયામાં સોમવારે એક નાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેમાં સવાર તમામ આઠ લોકો માર્યા ગયા હતા.

કોલંબિયાના બીજા નંબરના સૌથી મોટા શહેર મેડેલિનમાં આ પ્લેન ક્રેશ થયું હતું. વિમાને સોમવારે સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી ઉડાન ભરી હતી. એક ઘર પર પડતા પહેલા પાયલટે એન્જિન ફેલ થવાની જાણકારી નજીકના એટીસીને આપી હતી. તે થોડા જ સમય પછી ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી કાળા ધુમાડાના જાડા ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. મૃતકોમાં છ મુસાફરો અને ક્રૂના બે સભ્યોનો સમાવેશ થાય છે.

Advertisement

મેયર ડેનિયલ ક્વિન્ટોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બેલેન રોસેલ્સ સેક્ટરમાં થયો હતો. તે બે એન્જિનવાળું પાઇપર એરક્રાફ્ટ હતું, જે મેડેલિનથી પિઝારો જઈ રહ્યું હતું. વિમાને જોખમની જાણ કરી હતી, પરંતુ તે એરપોર્ટ પર પરત ફરી શક્યું ન હતું.

 

Advertisement

જે મકાન પર વિમાન ક્રેશ થયું છે તેને નુકસાન થયું છે. જો કે, કોઈ જાનહાનિના સમાચાર નથી. તેના ઉપરના માળને નુકસાન પહોંચ્યું છે. સ્થળ પર વેરવિખેર ટાઇલ્સ અને તૂટેલી ઇંટની દિવાલો જોવા મળી હતી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મેડેલિન શહેર એન્ડીસ પર્વતોથી ઘેરાયેલી એક સાંકડી ખીણમાં આવેલું છે. આ પહેલા 2016માં બ્રાઝિલની ચાપેકોન્સ ફૂટબોલ ટીમને લઈ જતું વિમાન શહેરની નજીક પહાડો પર ક્રેશ થયું હતું. 16 ખેલાડીઓ સહિત 77 લોકોમાંથી 71ના મોત થયા હતા.

Advertisement
Continue Reading
Advertisement

International

T-20 વર્લ્ડ કપમાં હવે 20 ટીમ વચ્ચે થશે ટક્કર

Published

on

યજમાન હોવાના કારણે યુએસએ-વેસ્ટઈન્ડિઝ સીધા જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે, તમામ ટીમને
4 ગ્રૂપમાં વહેંચવામાં આવશે

ઇંગ્લેન્ડે ઝ20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. 16 ટીમોમાંથી, વિશ્વને T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ ટીમ મળી, પરંતુ હવે આગામી સિઝનમાં આ ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 16 નહીં પણ 20 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. 2024માં ઝ20 વર્લ્ડ કપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવશે અને વર્લ્ડ કપની આગામી સિઝન માટે ટૂર્નામેન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી સિઝનમાં 20 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. એટલું જ નહીં, આગામી સિઝનના ક્વોલિફાયર પણ રમાશે નહીં. યુએસએમાં પ્રથમ વખત ક્રિકેટની આટલી મોટી ઈવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.
યજમાન હોવાના કારણે યુએસએ અને વેસ્ટઈન્ડિઝ સીધા જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરશે. 20 ટીમની આ ટૂર્નામેન્ટ નોકઆઉટ પહેલા 2 તબક્કામાં રમાશે પરંતુ 2021 અને 2022માં રમાયેલા પ્રથમ રાઉન્ડ કે પછી સુપર 12 ફોર્મેટથી અલગ હશે. તમામ ટીમને 4 ગ્રુપમાં વેચવામાં આવશે. દરેક ગ્રુપમાં 5-5 ટીમ હશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પ્રવેશ કરશે. જ્યાં તમામ ટીમને 4-4થી 2 ગ્રુપમાં વેચવામાં આવશે. બંન્ને ગ્રુપની ટોપ 2 ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી કરશે. ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆતની 2 જગ્યા પહેલા જ યજમાન વેસ્ટઈન્ડિઝ અને યુએસએ માટે બુક છે. ત્યારબાદ 2022 વર્લ્ડકપના પ્રદર્શન અને 14 નવેમ્બર સુધી આઈસીસી ટી20 રેન્કિંગના આધાર પર આગામી 10 ટીમ નક્કી થશે. એટલે કે, 10 ટીમ પહેલાથી જ નક્કી છે.
આ સિવાય ટી20 વર્લ્ડકપ 2024ની અન્ય 8 ટીમનો નિર્ણય રીઝનલ ક્વોલિફિકેશનના આધાર પર થશે. આફ્રિકા, એશિયા અને યુરોપની પાસે 2-2 ક્વોલિફિકેશન સ્પોર્ટ છે. જ્યારે અમેરિકા અને પૂર્વી એશિયા પેસિફિકની પાસે 1-1 સ્પોર્ટ છે. રીઝનલ ક્વોલિફિકેશન જીતનારી ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન જેવી ટીમે ગ્રુપમાં જગ્યા બનાવી છે. ઊજઙગભશિભશક્ષરજ્ઞના રિપોર્ટ અનુસાર 20 માંથી 12 ટીમોને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ઝ20 વર્લ્ડ કપ 2024માં સીધી એન્ટ્રી મળશે. આમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ઝ20 વર્લ્ડ કપની ટોપ-8 ટીમો સિવાય વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના રૂૂપમાં બે યજમાન દેશો પણ સામેલ છે.

Advertisement
Continue Reading

International

વિજય હઝારે ટ્રોફીમાં સર્જાયા બે વર્લ્ડ રેકોર્ડ તમિલનાડુની ટીમે ફટકાર્યા 506 રન

Published

on

એન.જગદીસને 141 બોલમાં 277 રન બનાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ

વિજય હઝારે ટ્રોફીમાં સોમવારનો દિવસ વિશ્વ ક્રિકેટમાં ઐતિહાસિક સાબિત થયો છે. તમિલનાડુની ટીમે અરુણાચલ પ્રદેશ સામે રમતી વખતે ઘઉઈં ક્રિકેટમાં સૌથી વધુ રેકોર્ડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ (506/2) બનાવ્યો હતો. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ ઈંગ્લેન્ડ (498/4)ના નામે હતો. તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 506 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં એન. જગદીસન હીરો હતો, જેણે માત્ર 141 બોલમાં 277 રન બનાવ્યા હતા. આ લિસ્ટ અ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને બનાવેલો સર્વોચ્ચ સ્કોર છે. જગદીશને અહીં રોહિત શર્મા (264)નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
અરુણાચલ પ્રદેશે ટોસ જીતીને તમિલનાડુને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે તેના માટે દુ:સ્વપ્ન સાબિત થયું. મેચની શરૂૂઆતથી જ બી. સાઈ સુદર્શન અને જગદીશને ઉત્તર-પૂર્વ ભારતની આ ટીમના બોલરોને પછાડ્યા હતા. બંનેએ શરૂૂઆતની વિકેટ માટે ઝડપી ઈનિંગ્સ રમીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા કે આજે તેમની ટીમ અહીં નવા રેકોર્ડ બનાવવા આવી છે. બંને બેટ્સમેનોએ પોતપોતાની સદી ફટકારી અને પ્રથમ વિકેટ માટે 416 રન બનાવી લિસ્ટ અ ક્રિકેટમાં ઓપનિંગ પાર્ટનરશિપનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અગાઉ આ રેકોર્ડ ક્રિસ ગેલ અને માર્લોન સેમ્યુઅલ્સ (કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી)ના નામે હતો, જેમણે 372 રનની ભાગીદારી કરી હતી.
જેના કારણે તમિલનાડુનો સ્કોર 50 ઓવરમાં 506 રનના વિશાળ સ્કોર સુધી પહોંચી ગયો હતો. ઘઉઈં ક્રિકેટમાં આ પ્રથમ વખત છે, જ્યારે વિશ્વની કોઈપણ ટીમે 500નો આંકડો પાર કર્યો હોય. અગાઉ, ઘઉઈં ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, તેણે 17 જૂન 2022ના રોજ એટલે કે આ વર્ષની શરૂૂઆતમાં 157 દિવસના રોજ નેધરલેન્ડ્સ સામે એમ્સ્ટેલવીનમાં 498 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ લગભગ 5 મહિનામાં તમિલનાડુએ આ રેકોર્ડ તોડીને પોતાનો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement
Continue Reading

International

ફિફા વર્લ્ડ કપ-2022: નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

Published

on

સેનેગલ સામે નેધરલેન્ડે અંતિમ મિનિટોમાં ગોલ ફટકારી 2-0થી જીત મેળવી, ઇરાન સામે ઇંગ્લેન્ડનો 6-2થી ભવ્ય વિજય

ફિફા વર્લ્ડ કપનો જંગ જમી રહ્યો છે જેમાં સોમવારે યોજાયેલી રોમાચંક મેચમાં સેનગેલ સામે નેધરલેન્ડની ટીમનો 2-0ના સ્કોરથી જયારે ઇરાન સામે ઇગ્લેન્ડની ટીમનો 6-2થી શાનદાર વિજય થયો હતો.
ફફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ અની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે.
21 નવેમ્બરની બીજી અને ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ અની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે. આ મેચમાં ગોલકીપરનો દબદબો રહ્યો હતો. છેલ્લી 20 મિનિટ સુધી મેચમાં એક પણ ગોલ થયો ન હતો. અંતિમ મિનિટોમાં નેધરલેન્ડની ટીમે ગોલ કરીને આ મેચમાં જીત મેળવી હતી. સેનેગલ સામે નેધરલેન્ડની આ મેચ કતારના અલ થુમામા સ્ટેડિયમમાં યોજાઈ હતી.
નેધરલેન્ડની ટીમના ખેલાડીઓ ડેવી ક્લાસેન અને કોડી ગાકપો એ 1-1 ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બંને ટીમના ગોલકીપરે જોરદાર પ્રદર્શન કરીને છેલ્લે સુધી એક પણ ગોલ મારવા દીધો ન હતો. મેચની અંતિમ મિનિટમાં ગોલ કરીને નેધરલેન્ડે વર્લ્ડકપની વિજયી શરુઆત કરી હતી. ગ્રુપ અની આ બીજી મેચ હતી. આ પહેલા આ ગ્રુપની બે ટીમો કતાર અને ઈકવાડોર વચ્ચે મેચ થઈ હતી. જેમાં ઈક્વાડોરનો વિજય થયો હતો.
ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય થયો છે.ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ માર્યા હતા. ફિફા વર્લ્ડકપની આ બીજી મેચમાં કુલ 8 ગોલ જોવા મળ્યા હતા. મેચના પહેલા હાફમાં ઈંગ્લેન્ડના 3 ગોલ જોવા મળ્યા હતા. જ્યારે બીજા હાફમાં ઈંગ્લેન્ડના 3 અને ઈરાનના 2 ગોલ જોવા મળ્યા હતા.
21 વર્ષ 77 દિવસની ઉંમરવાળો બુકાયો સાકા ઈંગ્લેન્ડ માટે વર્લ્ડકપની એક મેચમાં એક કરતા વધુ વખત ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.જુડ બેલિંગહામ (19 વર્ષ 145દિવસ) માઈકલ ઓવેન (18વર્ષ 190દિવસ) પછી વર્લ્ડ કપ ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી યુવા ગોલસ્કોરર બન્યો છે. ફિફા વર્લ્ડ રેંકિગમાં ઈંગ્લેન્ડની ટીમ 5માં સ્થાને છે. જ્યારે ઈરાનની ટીમ આ રેંકિગમાં 20માં સ્થાને છે.ઈંગ્લેન્ડની ટીમના ફિફા વર્લ્ડકપ રેર્કોડની વાત કરીએ તો આ ટીમ વર્લ્ડકપમાં 29 મેચ જીતી છે. જ્યારે ઈરાનની ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે.
આ મેચમાં ઈરાનના મેહદી તારેમી એ 2 ગોલ કર્યા હતા. જેમાંથી 1 ગોલ પેનલ્ટી ગોલ હતો.ઈંગ્લેન્ડ તરફથી જુડ બેલિંગહામ, રહીમ સ્ટર્લિંગ, જેક ગ્રેલીશ અને માર્કસ રેશફોર્ડ એ 1 ગોલ, જ્યારે બુકાયો સાકા એ 2 ગોલ કર્યા હતા.

હિજાબ આંદોલનના સમર્થનમાં ઇરાની ખેલાડીઓએ રાષ્ટ્રગાન ન ગાયું
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ-2022માં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇરાનની ફૂટબોલ ટીમે સોમવારે ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા પોતાનું રાષ્ટ્રગાન ગાવાની ના પાડી દીધી હતી. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું તો ઇરાનની ટીમના બધા ખેલાડીઓ ચુપ હતા. ઇરાનના બધા ખેલાડીઓએ રાષ્ટ્રગાન ગાયું ન હતું.મેચમાં ઇંગ્લેન્ડે ઇરાન સામે 6-2થી વિજય મેળવ્યો હતો. ઇરાનની ફૂટબોલ ટીમના બધા ખેલાડીઓએ આવું પોતાની સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનનું સમર્થન કરવા માટે કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઇરાન ફૂટબોલ ટીમના કેપ્ટન અલીરેજા જહાનબખ્સે કહ્યું હતું કે ટીમના બધા ખેલાડી મળીને એ નક્કી કરશે તેમને સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગાન ગાવું છે કે નહીં. ઇરાનમાં 16 સપ્ટેમ્બરે પોલીસ લોકઅપમાં મહસા અમીની નામની મહિલાનું મોત થયું હતું. તે પછી ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે. હિઝાબ વિરોધી પ્રદર્શન દરમિયાન પોલીસે કુર્દ મૂળની મહિલા મહસા અમીનીની તેહરાનમાં ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી અમીનીનું મોત થયું હતું. તેના પર ઇરાનની અંદર મહિલાઓથી સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડના મતે મહસાએ હિઝાબ પહેર્યો ન હતો. ત્યા મહિલાઓ માટે હિઝાબ ફરજીયાત છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ