Site icon Gujarat Mirror

આવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને આપેલા દિશા નિર્દેશો અનુસાર હવે (1) ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને સામાજીક-આર્થિક અને જાતિ આધારીત ગણતરી 2011 અથવા (2) કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી તૈયાર કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલા કોઇ પણ સરવે અંતર્ગત આવાસ યોજનાઓની સહાય માટે લાયકાત ધરાવતા હોય અથવા પાત્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ કરવા પાત્ર હોય અથવા (3) રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આવાસને લગતી વખતોવખત બહાર પાડવામાં આવનાર આવાસ યોજનાઓની સહાય માટે તે યોજનાના ધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ કલ્યાણ યોજનાઓ જેમના માટે બનાવવામાં આવે છે તેવા દરેક જરૂૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાનો લાભ 100 ટકા પહોંચાડવાનો સેચ્યુરેશન એપ્રોચ અપનાવવાની પ્રેરણા આપેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે આવાસ વિહોણા વધુ ગ્રામીણ ગરીબોને આવાસ માટે ઘર થાળનો પ્લોટ મળતો થશે તેમજ બધા જરૂૂરતમંદ લાભાર્થીઓને આવરી લઈને આ સેચ્યુરેશન એપ્રોચ પણ સાકાર કરી શકાશે.

Exit mobile version