જામકંડોરણા નુ સ્થાનીક નમાલુ તંત્ર ને કારણે વખતોવખત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે જગ જાહેર છે. સફાઈવેરો ઉઘરાવવા પાણીદાર અધીકારીઓ સવલતો આપવામા કેમ પાછીપાની કરે છે જે જામકંડોરણાવાસીઓ ને સમજાતુ નથી. ફરીથી આવો જ કડવો અનુભવ જામકંડોળાના ગોકુલધામમાં રહેતા કિસનભાઈ મનસુખભાઈ પટેલને થયો છે.
જે મિડીયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી કીસનભાઈના જણાવ્યા અનુસાર પોતાના વિસ્તારમા ભુગર્ભ ગંદા અને બદબુદાર વહેતા પાણીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જામકંડોરણાનુ સ્થાનીક તંત્ર ધ્યાન આપતુ નથી. જેની ફરીયાદ જામકંડોરણાના ધારાસભ્ય જયેસભાઈ રાદડીયાને કરવા મજબુર બન્યા છે.

