જુનાગઢ
લીલી પરિક્રમાનો ખખડધજ રસ્તો રિપેર ન થતા લોકોમાં રોષ

કારતક સુદ અગિયારસથી શરૂૂ થતી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પણ આવી પહોંચે છે.
ત્યારે વન વિભાગ અને તંત્ર દ્વારા પરિક્રમા રૂૂટ પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી અને બાદમાં સરકડીયા હનુમાન એ બીજો પડાવ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો જેના કારણે શ્રદ્ધાળુઓ સરકડીયા હનુમાનના બદલે મારવેલાની ઘોડી તરફના માર્ગ પરથી પરિક્રમા કરતા હોય છે.ત્યારે સરકડીયા હનુમાનના મહંતે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા અને શરૂૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પરિક્રમાનો જીણા બાવાની મઢી થી સરકડીયા હનુમાન જવાના રૂૂટ પર તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ ફેલાયો છે અને વહેલી તકે રસ્તાનું કામ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે..
કારતક સુદ અગિયારસથી શરૂૂ થતી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પણ આવી પહોંચશે ત્યારે વન વિભાગ અને તંત્ર દ્વારા પરિક્રમા રૂૂટ પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે ગિરનારની લીલી પરિક્રમા નો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી અને બાદમાં સરકડીયા હનુમાન એ બીજો પડાવ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો જેના કારણે શ્રદ્ધાળુઓ સરકડીયા હનુમાન ના બદલે મારવેલાની ઘોડી તરફના માર્ગ પરથી પરિક્રમા કરતા હોય છે ત્યારે સરકડીયા હનુમાનના મહંતે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
જુનાગઢ
લીલિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાત

અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે ત્યારે જિલ્લાના લીલીયા તાલુકાના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ,નાના લીલીયામાં રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા નામના 22 વર્ષના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયુ હતું.યુવકના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમના મૃતદેહને અહીંની હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમ કરાયું હતું.આ બનાવ અંગે લીલીયા પોલીસે તપાસ આગળ ધપાવી છે.યુવક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.યુવક છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
જુનાગઢ
સૌરાષ્ટ્રમાં ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો જૂનાગઢનો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

સૌરાષ્ટ્રભરમાં રીઢા ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો નામચીન ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલા (ઉ.વ.32, રહે. નવી ચોબારી, જિ. જૂનાગઢ, હાલ રસુલપરા શેરી નં.2, કોઠારીયા સોલ્વન્ટ, હીરાબેનના મકાનમાં ભાડેથી) બે પિસ્તોલ સાથે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે ઢોલરા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. રૂૂ.40 હજારની બે બંદૂક કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા મુજબ, તાજેતરમાં પોપટપરાનો કુખ્યાત આરોપી ભરત કુગશીયા હથિયાર સાથે તેની વાડીમાંથી ઝડપાયો હતો.તેની પૂછપરછમાં આ ફિરોઝ ઉર્ફે લાલાનું નામ ખુલ્યું હતું.તેની શોધખોળમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ઢોલરા ચોકડી પાસેથી નીકળવાનો છે.ત્યાં વોચ ગોઠવી તેને દબોચી લેવાયો હતો.લાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,લાલો વર્ષ 2016માં જૂનાગઢના પત્રકાર કિશોર નાનાલાલ દવેની હત્યામાં સંડોવાયેલો હોય,પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.તે છ વર્ષ સુધી જેલમાં રહ્યો ત્યાં ઉત્તરપ્રદેશના રીઢા ગુનેગાર રાજુ ભૈયા સાથે મુલાકાત થઈ હતી.
જેલમાંથી છૂટ્યા બાદ તેના થકી તે હથિયારના ગેરકાયદે ધંધામાં સંડોવાયો અને સૌરાષ્ટ્ર ભરમાં પોતાના હથિયાર સપ્લાયની ચેઇન બનાવી નાના મોટા રીઢા ગુનેગારોને હથિયાર વેચતો હતો.
પોતે આ પિસ્તોલ વેચવા ગ્રાહકની શોધમાં રાજકોટ બાજુ આવ્યો હતો અને પાકી બાતમી મળતા જ પકડી લેવાયો હતો.અત્યાર સુધીમાં કેટલા હથિયાર વેચ્યા? એ મુદ્દે તેના રિમાન્ડ તજવીજ હાથ ધરી છે.તેની સામે હત્યા ઉપરાંત આર્મ્સ એક્ટ,ખંડણી, મારામારી,ધમકી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ છે.આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ તથા એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી તથા હેડ.કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી દ્વારા કરવામાં આવી હતી.
Uncategorized
ગુટકા ખાવાની આદત ભારે પડી: યુવક ચાલુ બસમાંથી પટકાયો

કેશોદના અજાળ ગામે રહેતા યુવકને ગુટકા ખાવાની આદત ભારે પડી હોય તેમ ધોરાજીથી રાજકોટ આવતી વખતે યુવાન ગુટકા ખાવા ટ્રાવેલ્સ બસના દરવાજે ઉભો રહ્યો હતો તે દરમિયાન ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના અજાળ ગામે રહેતા ભાવેશ દામોદરભાઈ કનેરિયા નામનો 42 વર્ષનો યુવાન ગુરુકૃપા ટ્રાવેલ્સમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ કનેરિયા પોતે ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવિંગ કામ કરે છે અને ધોરાજીથી રાજકોટ આવતો હતો ત્યારે ગુટકા ખાવા ભાવેશ કનેરિયા દરવાજા પાસે ઉભો રહ્યો હતો તે દરમિયાન ચાલુ બસમાંથી નીચે પડી જતા ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો