વાંકાનેરમા વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેનો પેન્શનરોએ વિરોધ કરીને પેટા તિજોરી કચેરી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
રજુઆતમા જણાવાયુ છે કે તાજેતરમાં સરકાર ના નાણાં વિભાગ દ્વારા રાજયની કેટલીક પેટા તિજોરી કચેરીઓ બંધ કરવાનો નિર્ણય કરેલ છે. સરકાર ના નાણા વિભાગ દ્વારા થયેલ આ નિર્ણય ચોકકસ નીતિને આધિન હશે પરંતુ તાલુકા મથક-વાંકાનેરમાં તિજોરી કચેરીની જરૂૂરિયાતને સમર્થન આપતા પ્રજાકીય અભિગમ માટેના વિચારાધીન મુદ્દાઓ રજુ કર્યા હતા.
જેમા વાંકાનેર તાલુકા પેટા તિજોરીમાં બેંક ઓફ બરોડા બેંકની બે શાખાના 355, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની બે શાખાના 686 તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા-તીથવાના 34 પેન્શરો મળી 1075 પેન્શનરોનું વહીવટી કામ છે. આ તમામ પેન્શનરો, સુપર પેન્શનરો(80 વર્ષ ઉપરના) તથા ફેમીલી પેન્મશનરો (પેન્શરનું અવાન થતા કુટુંબના સભ્યો) ને કોઈપણ પ્રકારના નાના કામ માટે પણ 30 કી.મી. દુર જીલ્લા તિજોરી કચેરી-મોરબી મુકામે જવું પડે તે ઉમરના સંદર્ભમાં કેટલું મુશ્કેલછે ? તે આપ સમજી શકશો.
પુખ્ત વિચારણાને અંતે સરકારે આ નિર્ણય કરેલ છે તે સમજી શકાય છે પરંતુ સિનિયર સીટીઝન પ્રત્યેની સરકારની હકારાત્મક નીતિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે મફત સારવાર સુવિધા,મુસાફરીમાં ક્ધશેસન, પવિત્ર ધાર્મિક યાત્રામાં વિશેષ સવલતો આપવાની માનવીય અભિગમની હકારાત્મક નીતિ અમલમાં મુકેલ છે ત્યારે તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય સવિશેષ સીનીયર તથા સુપર સીનીયર સીટીઝનોને જ નકારાત્મક અસરકર્તા હોઈ આ બાબતે ફેર વિચારણા કરી વહીવટી મુશ્કેલીઓના એક પાસાને બાજુ પર રાખી માનવીય અભિગમના બીજા પાસાને પ્રાધાન્ય આપી વાંકાનેરની તિજોરી કચેરી ચાલુ રાખવા અમારી નમ્ર વિનંતી છે.
