Site icon Gujarat Mirror

જામજોધપુર એસ.ટી.ડેપોમાંથી ખોટી માહિતી મળતા મુસાફરો હેરાન-પરેશાન

જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

જામજોધપુર એસ.ટી ડેપોમા ઈન્કવાયરી વિભાગમાં લેડલાઇન નંબર લેન્ડલાઈ નંબર . (028 98) 22 0 098 નંબર પર જામજોધપુર ના વેપારી સુનિલ મહેતા તા. 19 -4 – 26 ના રોજ પોતાના પરિવાર ને ભાયાવદર જવાનું હોય સાંજે7- 13 કલાકે ફોન કરેલ ફરજ પરના કર્મચારી દ્વારા જામજોધપુર થી ભાયાવદર જવા માટે સવારે 10 -00 વાગે બસ મળશે એવો જવાબ આપેલ જયારે સુનિલ ભાઈના પરિવારજનો 9-50વાગે એસ.ટી ડેપોએ જતા બસ નિકળી ગયેલ જણાવેલ ઇન્કવાયરી પર તપાસ કરતા ભાયાવદર જતી ઓખા ઉપલેટા રૂૂટ ની બસ 9 – 40 વાગ્યે નીકળી ગઈ હતી આમ વેપારી સુનિલ ભાઈ મહેતા નો પરિવાર જરૂૂરી કામે થયા માટે નિકળેલ અને પહોંચી શકેલ નહી અને આમ ઇન્ક્વાયરી વિભાગ માં મુસાફરોને ખોટી સમયની માહિતી આપતા અને જવાબદાર કર્મચારી ની બેદરકારી ને કારણે આ વેપારી પરિવારનું અગત્યનું કામ રજડી પડતા વેપારી સુનિલ ભાઈ મહેતા દવારા એસ.ટી વિભાગના જવાબદાર કર્મચારી સામે યોગ્ય તપાસ કરી પગલા લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીને પત્ર પાઠવેલ છે.

Exit mobile version