Site icon Gujarat Mirror

હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયા સહિતના ‘પાસ’ના નેતાઓને રાજદ્રોહમાંથી મુક્તિ

વિરમગામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં મોટી રાહત મળી છે. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસમા સુરત સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર નેતાઓને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરવામા આવ્યા છે.

સરકાર તરફે આપેલી અરજી અનુસંધાને હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ પરત ખેંચવા માટે સુરત સેશન્સ કોર્ટે મંજૂરી આપતા હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો આ કેસમાંથી છુટકારો થયો છે.

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસમાંથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના આરોપીઓને મુક્તિ મળી છે. રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત અન્ય અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. અગાઉ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ સામે બે વાર ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યાં હતા, પરંતુ હાર્દિક પટેલ હાજર ના રહીને વોરંટ રદ્દ કરાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં હાર્દિક પટેલે નીચલી કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા ધરપકડ વોરંટ રદ્દ કરવામાં આવ્યું હતું.

Exit mobile version