Connect with us

Sports

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી શકે પાકનો ઈમાદ વસીમ

Published

on

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ગરબડ ચાલુ છે. બોર્ડથી નારાજ અનુભવી ઓલરાઉન્ડર ઈમાદ વસીમે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇમાદ અને પીસીબી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ કોઇનાથી છુપાયેલો નથી. ઇમાદે આક્ષેપ કર્યો હતો કે તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શન છતાં બોર્ડ તેની અવગણના કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ જ તેમની નિવૃત્તિનું કારણ પણ હતું.
હવે જ્યારે પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વના હોદ્દા પર ફેરફારો થયા છે ત્યારે તેણે ફરીથી વાપસી કરવાના સંકેત દેખાડી દીધા છે.
જ્યારે 34 વર્ષીય ઓલરાઉન્ડરને પૂછવામાં આવ્યું કે તેણે માત્ર 34 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લીધી? આના પર તેણે જવાબ આપ્યો, નિવૃત્તિનો નિર્ણય મારો અંગત નિર્ણય હતો. મને લાગે છે કે મારે જે મનની સ્થિતિમાં હોવું જોઈએ તે સ્થિતિમાં હું નહોતો. તેણે આગળ કહ્યું, નમેં માનસિક રીતે શાંત રહેવા માટે આ મોટો નિર્ણય લીધો હતો. આ જીવન છે. અહીં કંઈપણ શક્ય છે. મેં નિવૃત્તિનો નિર્ણય યુ-ટર્ન લેવા માટે નથી લીધો. નિવૃત્તિ એ મારો મોટો નિર્ણય હતો. ચાલો જોઈએ કે જીવનમાં આગળ શું લખાય છે.

Sports

ટી-20 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 33 લાખ રૂપિયા

Published

on

By

ટી-20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂૂ થશે. આમાં ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. આ પછી ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આતુરતાથી ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ મેચની ટિકિટ ખરીદવી સરળ નથી રહી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટના ભાવ આસમાને છે. એક વેબસાઇટ પર તેને લાખો રૂૂપિયામાં વેચવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ મેચની ટિકિટની શરૂૂઆતની કિંમત માત્ર 500 રૂૂપિયા હતી. સત્તાવાર વેચાણ દરમિયાન આ કિંમત છે. પરંતુ આ પછી આ મેચની ટિકિટની કિંમત આકાશને સ્પર્શવા લાગી હતી. ભારત-પાકિસ્તાન મેચ માટે ટઈંઙ ટિકિટની શરૂૂઆતી કિંમત લગભગ 400 ડોલર હોવાનું કહેવાય છે. આ લગભગ 33 હજાર રૂૂપિયા થાય. બીજી વેબસાઇટ પર તેને 40 હજાર ડોલરમાં વેચવામાં આવી રહી છે. જો આપણે તેને ભારતીય ચલણમાં જોઈએ તો તે લગભગ 33 લાખ રૂૂપિયા હશે.

જયફિૠંયયસ નામની અમેરિકન વેબસાઇટ છે. રમતગમતની સાથે અન્ય ઈવેન્ટની ટિકિટ પણ તેના પર વેચાય છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની કિંમત લાખોમાં છે. મહત્વની વાત એ છે કે સમયની સાથે ટિકિટની કિંમત પણ વધી રહી છે. હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની બે ટિકિટ માટે સીટગીટ પર 179.5 હજારનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જ્યારે તમે ટિકિટ ખરીદો છો, ત્યારે તમારે ટેક્સ પણ ચૂકવવો પડશે. આ રીતે ટિકિટની કિંમત 50-60 લાખ રૂૂપિયાને પાર કરી જશે.

Continue Reading

Sports

ISPL બુધવારે સચિન તેંડુલકર-અક્ષયકુમારની ટીમ વચ્ચે મુકાબલો

Published

on

By

  • અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડ દિગ્ગજો ટીમ ઉતારશે, 6 ટીમો, 18 મેચ, 15મીએ ફાઇનલ

 

સ્ટ્રીટ ક્રિકેટની તર્જ પર ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શરૂૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટ 6 માર્ચથી શરૂૂ થશે અને ટાઇટલ મેચ 15 માર્ચે રમાશે. લીગની શરૂૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જેમાં સચિન તેંડુલકરની ટીમ અક્ષય કુમારના દિગ્ગજ ખેલાડીઓ સાથે ટકરાતી જોવા મળશે. ખાસ વાત એ છે કે તે જ સમયે સ્ટ્રીટ ક્રિકેટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટીમની પસંદગી કરવામાં આવશે. એટલે કે બંને કેપ્ટન મેદાનની વચ્ચે ઉભા રહીને પોતાની ટીમને તૈયાર કરશે.
આઇએસપીએલ ટુર્નામેન્ટ 6 માર્ચથી શરૂૂ થશે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે. આ આખી ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમવાની છે અને તે 10 ઓવરના ફોર્મેટમાં રમાશે. આઇએસપીએલની પ્રથમ સિઝનમાં કુલ છ ટીમો ભાગ લેશે અને કુલ 18 મેચો રમાશે, જેમાં 2 સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ સામેલ હશે.

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની તમામ મેચો દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ પોતાની ટીમો ઉતારી છે. ટૂર્નામેન્ટમાં અમિતાભ બચ્ચનની ટીમ માઝી મુંબઈ, અક્ષર કુમારની શ્રીનગર કે વીર, હૃતિક રોશનની બેંગ્લોર સ્ટ્રાઈકર્સ, સૂર્યાની ચેન્નાઈ સિંઘમ્સ, રામ ચરણની ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ અને સૈફ અલી ખાનની ટાઈગર્સ ઑફ કોલકાતા સામસામે જોવા મળશે.

આઇએસપીએલની શરૂૂઆત એક પ્રદર્શની મેચથી થશે, જે 6 માર્ચે રમાશે. આ મેચમાં સચિન તેંડુલકરની ટીમનો સામનો અક્ષય કુમારની ટીમ સાથે થશે. પ્રદર્શન મેચમાં ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. ઈરફાન પઠાણ, સિદ્ધાંત ચતુર્વેદી, યુસુફ પઠાણ, પ્રતિક બબ્બર, પ્રવીણ કુમાર, રામ ચરણ, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, ગૌરવ તનેજા, સુરેશ રૈના, એલ્વિસ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રિયાઝ અલી, રોબિન ઉથપ્પા, મુનવર પટેલ, મુનાફ પટેલ જેવા મોટા નામ ભાગ લેતા જોવા મળશે.

ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ
6 માર્ચ – પ્રદર્શન મેચ – માસ્ટર્સ ઈલેવન વિ ખિલાડી ઈલેવન,શ્રીનગર કે વીર વિ માઝી મુંબઈ
7 માર્ચ – ચેન્નાઈ સિંઘમ્સ વિ ટાઈગર્સ ઓફ કોલકાતા, ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ વિ બેંગલોર સ્ટ્રાઈકર્સ
8 માર્ચ – ચેન્નાઈ સિંઘમ્સ વિ બેંગ્લોર સ્ટ્રાઈકર્સ, ટાઈગર્સ ઓફ કોલકાતા વિરુદ્ધ માઝી મુંબઈ
9 માર્ચ ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ વિ માઝી મુંબઈ, બેંગલોર સ્ટ્રાઈકર્સ વિ શ્રીનગર કે વીર
10 માર્ચ – માઝી મુંબઈ વિ ચેન્નાઈ સિંઘમ્સ, ટાઈગર્સ ઓફ કોલકાતા વિ ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ
11 માર્ચ બેંગ્લોર સ્ટ્રાઈકર્સ વિ કોલકાતા ટાઈગર્સ, શ્રીનગર કે વીર વિ ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ
12 માર્ચ – ચેન્નાઈ સિંઘમ્સ વિ શ્રીનગર બ્રેવ્સ, માઝી મુંબઈ વિરુદ્ધ બેંગ્લોર સ્ટ્રાઈકર્સ
13 માર્ચ – કોલકાતા ટાઈગર્સ વિ શ્રીનગર બ્રેવ્સ, ચેન્નાઈ સિંઘમ્સ વિ ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ
14 માર્ચ – પ્રથમ અને બીજી સેમિફાઇનલ
15 માર્ચ – ફાઈનલ

Continue Reading

Sports

ગુજરાત જાયન્ટસનું ખાતું ન ખુલ્યું, યુપી વોરિયર્સની 6 વિકેટે જીત

Published

on

By

વિમેન્સ પ્રીમિયર લીગની 8મી મેચ શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.આ મેચમાં એલિસા હીલીની આગેવાની હેઠળની યુપી વોરિયર્સ અને બેથ મૂનીની આગેવાની હેઠળની ગુજરાત જાયન્ટ્સની ટીમો સામસામે હતી.યુપી વોરિયર્સે આ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવીને સિઝનની બીજી જીત નોંધાવી હતી.જ્યારે ગુજરાત જાયન્ટ્સની આ ત્રીજી મેચ હતી અને હજુ પણ તેમનું ખાતું ખૂલ્યું નથી.ગુજરાતની આ સતત ત્રીજી હાર હતી.જ્યારે પોઈન્ટ ટેબલમાં યુપીની જીતથી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો અને ટીમ ચોથા સ્થાને સરકી ગઈ.જો આ મેચની વાત કરીએ તો પહેલા રમતા ગુજરાત જાયન્ટ્સની ટીમ માત્ર 142 રન જ બનાવી શકી હતી.ટીમે તેની 5 વિકેટ પણ ગુમાવી દીધી હતી.ફોબી લિચફિલ્ડે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા.જ્યારે યુપી માટે બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું.સોફી એક્લેસ્ટોને 4 ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તે શ્રેષ્ઠ બોલર રહી હતી.તેના સિવાય રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.જવાબમાં એલિસા હીલી અને કિરણ નવગીરે 143 રનના સરળ લક્ષ્યનો પીછો કરતી વખતે યુપી વોરિયર્સ માટે સારી શરૂૂઆત કરી હતી અને 42 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.આ પછી ટીમને એક પછી એક બે આંચકાઓનો સામનો કરવો પડ્યો અને ટીમે 50 રનમાં બે વિકેટ ગુમાવી દીધી.ચમારી અટાપટ્ટુ પણ 17 રનમાં આઉટ થઈ ગઈ હતી અને સ્કોર ત્રણ વિકેટે 86 રન થઈ ગયો હતો.ગ્રેસ હેરિસે 33 બોલમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટીમને 6 વિકેટે આસાન વિજય અપાવ્યો હતો.દીપ્તિ શર્મા પણ 14 બોલમાં 17 રન બનાવીને અણનમ રહી હતી.

Continue Reading

Trending