Connect with us

Sports

ટીમ ઈન્ડિયા સામે પાંચ વિકેટ ઝડપીશ પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીની શેખી

Published

on

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાલે શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં 46 વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત 5 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને ભારત સામે નવા બોલ સાથે બોલિંગ ફેંકતો જોવાનું રસપ્રદ રહેશે. જો કે, શાહીન અત્યાર સુધીની બે મેચમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો છે. બંને મેચમાં (નેધરલેન્ડ અને શ્રીલંકા સામે) તેને માત્ર 1-1થી જ સફળતા મળી છે. શાહીન આફ્રિદીએ વન-ડે વર્લ્ડ કપ પહેલા રમાયેલા એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા સામે બે મેચ રમી હતી. ભારત વિરૂૂદ્ધ ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં શાહીને 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા. જો કે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપર-4 તબક્કાની બીજી મેચમાં ભારત સામે શાહીન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારત સામે માત્ર એક જ સફળતા મેળવી શક્યો. તેણે 10 ઓવરમાં 7.90ની ઇકોનોમી સાથે 79 રન આપ્યા હતા. ભારત સામે શાહીન આફ્રિદીના એકંદરે વન-ડે રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાની બોલરે ભારત સામે અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમી છે, જેમાં તેણે 31.20ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

લખનૌની ઘરઆંગણે 8 વિકેટથી ચેન્નાઇ સામે ધમાકેદાર જીત

Published

on

By

  • ડી-કોકની 43 બોલમાં 54 અને રાહુલની 53 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ

આઈપીએલ 2024 ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. લખનઉના એક્ના સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈયેલી મેચમાં લખનઉની ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચ 8 વિકેટથી જીતી લીધી. મેચમાં ચેન્નાઈની બોલિંગની સાથે બેટિંગ પણ નબળી જોવા મળી અને લખનઉનું ઓવરઓલ પરફોર્મન્સ શાનદાર જોવા મળ્યું.

લખનઉના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. જો કે ચેન્નાઈની ટીમની શરૂૂઆત બહુ સારી રહી નહીં. અજિંક્ય રહાણે અને રચિન રવિન્દ્ર ઓપનિંગ કરવા ઉતર્યા હતા પણ રવિન્દ્ર શૂન્ય રને આઉટ થઈ ગયો. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ 13 બોલમાં 17 રન કરીને વિકેટ ગુમાવી બેઠો. ચેન્નાઈની ટીમ સેટ થાય તે પહેલા તો વિકેટ પડતી ગઈ. ત્યારબાદ રહાણે 24 બોલમાં 36 રન કરીને આઉટ થઈ ગયો. દુબે પણ આજે કમાલ કરી શક્યો નહીં અને 8 બોલમાં 3 રન કરીને પેવેલિયન ભેગો થયો. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલો સમીર રિઝવી પણ 5 બોલમાં 1 રન કરીને આઉટ થઈ ગયો. મોઈન અલી પણ કમાલ કરી શક્યો નહીં અને 20 બોલમાં 30 રન કરીને આઉટ થઈ ગયો. લખનઉની ટીમ તરફથી ક્રુણાલ પંડ્યાએ 2 વિકેટ જ્યારે હેનરી, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, સ્ટોઈનિસે 1-1 વિકેટ લીધી. આ રીતે ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન કર્યા. છેલ્લે ધોની 9 બોલમાં 28 રન અને રવિન્દ્ર જાડેજા 40 બોલમાં 57 રન કરીને અણનમ રહ્યા હતા. ચેન્નાઈની ટીમે લખનઉની ટીમને 177 રનનો લક્ષ્યાંક આપ્યો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ તરફથી ક્વિન્ટોન ડી કોક અને કે એલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા અને શાનદાર પ્રદર્શન કર્યું. ડી કોક 43 બોલમાં 54 રન કરીને આઉટ થયો જ્યારે કે એલ રાહુલ 53 બોલમાં 82 રન કરીને આઉટ થયો. આ રીતે લખનઉ સુપર જાયન્ટ્સે 2 વિકેટ ગુમાવીને 6 બોલ બાકી હતા અને 180 રન કરી લક્ષ્યાંક મેળવી લીધો.

Continue Reading

Sports

28મીથી બાંગ્લાદેશમાં T-20 સિરીઝ રમવા જશે વિમેન્સ ટીમ

Published

on

By

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં ધમાલ મચાવ્યા બાદ હવે ભારતીય મહિલા ક્રિકેટર્સ પાંચ મેચની ટી-20 સિરીઝ માટે બાંગલાદેશના પ્રવાસે જશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બંગલાદેશ સામે 28 એપ્રિલથી 9 મે દરમ્યાન પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે જશે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ભારત 23 એપ્રિલે બાંગલાદેશ પહોંચશે અને 10 મેના રોજ પરત આવશે.

23 એપ્રિલ (ડે-નાઇટ), 30 એપ્રિલ (ડે-નાઇટ), 2 મે, 6 મે અને 9 મે (ડે-નાઇટ)એ રમાનારી તમામ મેચ સિલ્હટમાં રમાશે. ડે-નાઇટ મેચ ભારતીય સમય અનુસાર 6.30 વાગ્યે શરૂ થશે, જ્યારે અન્ય મેચ બપોરે બે વાગ્યે શરૂ થશે. બંગલાદેશમાં સપ્ટેમ્બર- ઑક્ટોબર 2024માં મહિલા ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. એની તૈયારી માટે આ સિરીઝ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Continue Reading

Sports

T-20 વર્લ્ડ કપની ટીમમાં 10 ખેલાડીઓ ફાઈનલ

Published

on

By

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમ પસંદ કરવા માટે જ્યારે ભારતીય પસંદગીકારો આ મહિનાના અંતમાં મળશે, ત્યારે તેઓને મોટા પડકારનો સામનો કરવો પડશે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમમાં 10 ખેલાડીઓની જગ્યા ક્ધફર્મ થઈ ગઈ છે, જ્યારે 5 ખેલાડીઓને લઈને ટક્કર થશે. દેખીતી રીતે 10 ખેલાડીઓમાં તમામ મોટા નામ સામેલ છે. નવાઈની વાત એ છે કે આ યાદીમાં રિંકુ સિંહનું નામ દેખાતું નથી.આઈપીએલ 2024માં પ્રદર્શન એ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે કે ખાલી પાંચ જગ્યાઓ કોણ હશે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ માટે આ સરળ કાર્ય નહીં હોય. તેનું કારણ એ છે કે બાકીની જગ્યાઓ માટે ઘણા દાવેદારો છે. ચાલો જોઈએ કે આ 5 જગ્યાઓ પર કોણ હોઈ શકે છે…

રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ફેવરિટ વિકેટકીપર છે. તેને રિપ્લેસ કરવા માટે સંજુ સેમસન, ઈશાન કિશન, કેએલ રાહુલ, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ પંતના બેકઅપના દાવેદારોમાં છે. જો કે, પ્રદર્શનના આધારે અત્યાર સુધીના સૌથી મજબૂત દાવેદાર સંજુ સેમસન અને કેએલ રાહુલ છે.પહેલાં એવા અહેવાલો આવી રહ્યા હતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે, પરંતુ કેપ્ટને આવી વાતોને નકારી કાઢી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને ટીમમાં જોવા મળે, પરંતુ જો કેએલ રાહુલને સંજુ સેમસન સાથે ટીમમાં રાખવામાં આવે છે, તો ફક્ત એક જ વ્યક્તિને સ્થાન મળશે. ખરેખર, કેએલ રાહુલ પણ ઓપનિંગ કરી શકે છે. જોકે, તાજેતરના સમયમાં યશસ્વી ઓપનિંગમાં સતત શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. જો શુભમન અને યશસ્વી બંનેની પસંદગી થશે તો રિંકુ સિંહનું સ્થાન જોખમમાં આવી જશે.

જો સંજુ સેમસન અથવા કેએલ રાહુલ બેકઅપ વિકેટકીપર તરીકે હશે તો યશસ્વી જયસ્વાલનો ઓપનિંગનો દાવો મજબૂત છે, જ્યારે શુભમન ગિલ પણ રેસમાં છે. હવે વાત આવે છે કે કુલદીપ યાદવનો પાર્ટનર કોણ હશે, રવિન્દ્ર જાડેજા સિવાય યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈને સ્પિન આક્રમણમાં તક છે. જો કે, અક્ષર પટેલ પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે દાવો કરી રહ્યો છે.

ટીમમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. જો મોહમ્મદ શમી ફિટ ન હોય તો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે અવેશનો દાવો મજબૂત દેખાય છે. જો કે યુવા સ્પીડ સ્ટાર મયંક યાદવ, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને હર્ષલ પટેલ પણ ફોર્મમાં છે.હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન છે, તેથી માનવામાં આવે છે કે તે ટીમમાં જ રહેશે. તેના સિવાય શિવમ દુબે બીજા પેસ ઓલરાઉન્ડર તરીકે પ્રબળ દાવેદાર છે. શિવમે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ સતત પ્રદર્શન કર્યું છે. જો કે, તે બોલિંગ નથી કરી રહ્યો, તેમ છતાં તેના સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.

ટી-20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં આ 10 ખેલાડીઓના સ્થાનની પુષ્ટિ થઈ ગઈ છે
રોહિત શર્મા
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા
જસપ્રીત બુમરાહ
રવિન્દ્ર જાડેજા
રિષભ પંત
અર્શદીપ સિંહ
મોહમ્મદ સિરાજ
કુલદીપ યાદવ

Continue Reading

Trending