Connect with us

આંતરરાષ્ટ્રીય

વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પાક. એન્કર ઝૈનબે માફી માગી

Published

on

ભારત વિરોધી ટિપ્પણી વિવાદમાં ભારતમાંથી કાઢી મુકાયેલી પાકિસ્તાની પત્રકાર ઝૈનબ અબ્બાસે આખરે મૌન તોડ્યુ છે. હવે મોડે મોડે તેને તેના નિવેદનને લઈને માફી માંગી છે. પાકિસ્તાની સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર ઝૈનબ અબ્બાસે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ માટે સત્તાવાર પ્રસારણ ટીમનો ભાગ હતી. ઝૈનબ હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે પાકિસ્તાનની શરૂૂઆતની મેચ દરમિયાન પણ જોવા મળી હતી. સ્થાનિક વકીલ દ્વારા દિલ્હીમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ સુરક્ષાના કારણોસર તેને ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ઝૈનબ અબ્બાસે હવે આ મુદ્દે ખુલાસો કરીને વિવાદ પુરો કરવાનો પ્રયાસ કર્યો છે. ઝૈનબે કહ્યું કે, હું હંમેશા ખૂબ જ ભાગ્યશાળી અને આભારી છું કે મને મુસાફરી કરવાની અને મને ગમતી રમતે પ્રેઝન્ટ કરવાની તક મળી છે. ઝૈનબે કહ્યું કે, તેની ભારતની મુલાકાત સુખદ હતી અને તેણીનો દેશ નિકાલ નથી કરાયો. બીજી તરફ ઝૈનબ અબ્બાસે પોતાના એક્સ એકાઉન્ટ પર નોટમાં પોતાની જૂની પોસ્ટ માટે માફી માંગી છે. તેણીએ લખ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે મારા મૂલ્યો અથવા હું આજે જે વ્યક્તિ છું તેને પ્રતિબિંબિત કરતી નથી.
આવી ભાષા માટે કોઈ બહાનું કે સ્થાન નથી અને જેને દુ:ખ થયું હોય તેની હું દિલથી ક્ષમા ચાહું છું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

સૈયદના સૈફુદ્દીનને પાક.નું સર્વોચ્ચ સન્માન

Published

on

દાઉદી વોહરા સમાજના ધાર્મિક નેતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સમ્માનિત કર્યા છે. તે આ સન્માન મેળવનારા ચોથા ભારતીય બન્યા છે. આ સમ્માન તે લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તર પર નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા બતાવી હોય. માનવીય કાર્યો માટે પણ આ સમ્માન આપવામાં આવે છે.
પાકિસ્તાને આ સમ્માન 1990માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ, 1998માં એક્ટર દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને આપ્યુ હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સૈયદનાને સમ્માનિત કર્યા હતા. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન તેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યુ કે તેમણે હેલ્થ, એજ્યુકેશન અને પર્યાવરણમાં યોગદાન માટે સમ્માન આપવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વમાં શાંતિનો સંદેશ આપવા માટે પણ તેમણે સમ્માનિત કરાયા છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સૈયદનાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમણે પાકિસ્તાનમાં કેટલાક અલગ અલગ પ્રયાસ કર્યા છે, જેનાથી દેશના સામાજિક આર્થિક વિકાસને ગતિ મળી છે.સૈયદના 20 નવેમ્બરે પાકિસ્તાન સરકાર અને દાઉદી વોહરા સમાજના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમણે કરાચી યૂનિવર્સિટીમાં સૈયદના સૈફુદીન સ્કૂલ ઓફ લોનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. પાકિસ્તાનમાં વોહરા સમાજની થોડી વસ્તી છે અને ખાસ કરીને તે કરાચીમાં જ છે. કરાચીમાં વોહરા સમાજની એક સંસ્થા પણ છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

અમેરિકાની નેવાદા યુનિ.માં ફાયરિંગ, હુમલાખોર સહિત ચારનાં મોત

Published

on

અમેરિકાના લાસ વેગાસ શહેરમાં નેવાદા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના સામે આવી. આ ઘટનમાં શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું છે. પોલીસે કહ્યું કે આ હુમલામાં 3 લોકોના મોત થયા છે તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. સંદિગ્ધ શૂટર પણ મૃત મળ્યો છે. બુધવારે બપોર પહેલા આ ઘટના બની અને પછી પોલીસ અહીં પહોંચી હતી.
મીડિયા રિપોર્ટના અનુસાર પોલીસે કહ્યું કે ઘટના યુનિવર્સિટીમાં બીમ હોલ પાસે બની છે. અહીં બિઝનેસ સ્કૂલ અને અન્ય સુવિધાઓ છે. અત્યાર સુધી પીડિતોને વિશેની કોઈ માહિતિ મળી નથી. આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસને પણ વિદ્યાર્થીઓને આ વિસ્તાર ખાલી કરવાની અપીલ કરી છે. પરંતુ પોલીસ ચીફનું કહેવું છે કે કેમ્પસ હવે સુરક્ષિત છે. અહીં કોઈ ખતરો નથી. આ ઘટનામાં ઘાયલ પીડિતોને સ્થાનિક હોસ્પિટલ લઈ જવાયા છે. પણ ગોળીબારી શા માટે કરાઈ તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.
પોલીસે કહ્યું કે આ ઘટના બીમ હોલની પાસે બની જે બિલ્ડિંગનો એક ભાગ છે. તેમાં બિઝનેસ સ્કૂલ અને અન્ય અનેક સુવિધાઓ છે. એક પોસ્ટમાં વિદ્યાર્થીઓ આ વિસ્તાારને ખાલી કરવાનો પણ આગ્રહ કરાયો પણ પછી પોલીસ તપાસમાં તે સેફ ગણાઈ હતી. વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસે કહ્યું છે કે તે લાસ વેગાસની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અદનાન કરાચીમાં ઠાર

Published

on

ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ માર્યો હતો. હંજલા 2016માં પમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા.
એટલું જ નહીં, હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં ઇજઋના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 ઇજઋ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ ગઈંઅ દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓ, ખાસ કરીને એવા આતંકવાદીઓ કે જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલા કરવાના હતા તેમને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને પીઓકેના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.
હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અદનાનની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદનાન અહેમદને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેમનું અવસાન થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હંજલાએ તાજેતરમાં તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું હતું.
એટલું જ નહીં તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકીઓને તે પાકિસ્તાન તરફથી સૂચના આપી રહ્યો હતો.

Continue Reading

Trending