Site icon Gujarat Mirror

‘યશોદા-કૃષ્ણ’નું પેઈન્ટિંગ રૂા.167 કરોડમાં વેચાયું

રાજા રવિ વર્માનું ચિત્ર સાયરસ પૂનાવાલાએ અધધધ કિંમતે ખરીદ્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર અને ચેરમેન સાઈરસ પૂનાવાલાનું કાર કલેક્શન ખૂબ જ સારું છે. જાણકારી અનુસાર, તેમને ખાસ રોલ્સ રોયસ સિલ્વર સ્પર લિમોઝીન જેવી ગાડીઓ પસંદ છે. તેમની પાસે કેટલીય જૂની વિન્ટેજ અને મોર્ડન કાર પણ છે. પણ આજે તેમનો કલા પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો. આજે તેમણે ભારતીય ચિત્રકલાના જનક ગણાતા રાજા રવિ વર્માની યશોદા અને કૃષ્ણ પેઇન્ટિંગને મુંબઈમાં થયેલી સફ્રનઆર્ટની સ્પ્રિંગ લાઈવ ઓક્શનમાં 167.20 કરોડ રૂૂપિયામાં ખરીદી લીધું છે.

રાજા રવિ વર્મા દેશના એ મહાન ચિત્રકાર છે જેણે તમામ ભારતીય દેવી દેવતાઓના ચિત્ર દોર્યા જે આજે પ્રજાના મનમાં સ્થિર થઈ ગયા છે. તેની સાથે જ આ પેઇન્ટિંગ હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘી વેચાતી આધુનિક ભારતીય કલાકૃતિ બની ગઈ છે. આ ઐતિહાસિક ખરીદી બાદ ભારતીય આર્ટ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સેટ થઈ ગયો છે, જેણે એમએફ હુસૈન જેવા દિગ્ગજના પાછલા રેકોર્ડને પણ તોડી નાખ્યા છે.

હરાજી પહેલા તેની અનુમાનિત કિંમત એટલે કે બોટમ પ્રાઈસ 80થી 120 કરોડ રૂૂપિયાની વચ્ચે લગાવી હતી, પણ સાઈરસ પૂનાવાલાની બોલી સૌથી વધારે રહી. પેઇન્ટિંગ ખરીદ્યા બાદ પૂનાવાલાએ કહ્યું કે, રાજા રવિ વર્માની આ ફેમસ પેઇન્ટિંગને સાચવવી તેમના માટે સૌભાગ્યની વાત છે. તેમણે એવો પણ વિશ્વાસ અપાવ્યો કે, આ નેશનલ ટ્રેઝરને સમય સમય પર સામાન્ય જનતાને જોવા માટે મોકો પણ આપવામાં આવશે, જે સામાન્ય સંગ્રાહકો આપતા હોતા નથી.

આ હરાજીએ પાછલા વર્ષે બનેલા એમએફ હુસૈનના પેઇન્ટિંગ અનટાઈટલ્ડ (ગ્રામ યાત્રા)ના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. હુસૈનનું એ આ પેઇન્ટિંગ લગભગ 118 કરોડ રૂૂપિયામાં વેચાયું હતું. રાજા રવિ વર્માની યશોદા અને કૃષ્ણે ડાયરેક્ટ 167 કરોડના આંકડાને પાર કરી સાબિત કરી દીધું કે આજે પણ ક્લાસિકલ ભારતીય કલાની માગ અને કિંમત વૈશ્વિક સ્તર પર ખૂબ જ ઊંચી છે. સફ્રનઆર્ટના કો-ફાઉન્ડર મીનલ વઝીરાનીએ તેને ઇન્ડિયન આર્ટ માર્કેટ માટે એક માઇલસ્ટોન ગણાવ્યું છે. આ ચિત્રમાં માતા યશોદા ગાયનું દોહન કરે છે અને બાળકૃષ્ણ માતાને વળગીને ઉભા છે, શ્રીમદ ભાગવતના હશમસ્કંધ આધારિત રાજા રવિ વર્માનું આ ચિત્ર છે.

Exit mobile version