Connect with us

ગુજરાત

પાડાના વાંકે પખાલીને ડામ: માઈક ખરીદનારે પણ લાઇસન્સ લેવું ફરજિયાત

Published

on

અમદાવાદ પોલીસે હાઈકોર્ટમાં કરેલું સોગંદનામું

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણનાં મુદ્દે થયેલી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થતા આજે અમદાવાદ પોલીસ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. તેમજ લાઉડ સ્પીકર ખરીદરનારે તેનાં જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તેમજ પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા પોલીસ મંજૂરી આપી શકશે.

પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે વરધોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહીં. હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા. ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહી. શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે. તેમજ ચોક્કસ ડેસીબલ સુધીના ધ્વનિ પ્રમાણેના લાઉડ સ્પીકરને જ મંજૂરી આપવાનો નિયમ છે. નિયમ છતાંય સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર બેફામ વાગી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ આવા ગુના નોંધવાની જોગવાઈ કરાઈ હોવાની પોલીસની કબુલાત કરી છે. કલમ 188માં આવેલા સુધારા બાદ હવે જાહેરનામા ભંગ બદલ હવે સીધી એફઆઇઆર પર કોર્ટ કાર્યવાહી થઈ શકશે. જાહેર રસ્તા કે અન્ય સ્થળે ડીજે ટ્રક કે વાજિંત્રોના ઉપયોગ માટે સાત દિવસ અગાઉથી પરવાનગી લેવાની રહેશે. સક્ષમ પોલીસ અમલદાર ગમે તે સમયે આ પરવાનગી જોવા માંગે તો તેને બતાવવી પડશે. રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે ટ્રક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

Trending