Connect with us

GIR SOMNATH

ગીર સોમનાથમાં બાળ વિજ્ઞાન પરિષદ અને નેશનલ સાયન્સ ડ્રામાનું આયોજન

Published

on

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ સ્પર્ધા નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય અને તેનામાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકસે તેમનામાં નવીનતમ વિચારો નો ઉદભવ થાય તે છે. ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં આ સ્પર્ધાનું આયોજન શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023(NCSC- 2023) નો
મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ અંતર્ગત પાંચે સબથીમો (1) તમારી ઈકો સિસ્ટમને જાણો (2) આરોગ્ય પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવું (3) ઇકો સિસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ (4) સ્વનિર્ભરતા માટે ઇકો સિસ્ટમ આધારિત અભિગમ (5) ઇકો સિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ ઉપરોક્ત પાંચ વિષયમાંથી કોઇપણ એક વિષય પર તમારા એરિયાની સમસ્યા ના સમાધાન વિશેનો પ્રોજેક્ટ વર્ક કરી શકો છો. આ કાર્યક્રમમાં 10 થી 17 વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમ તારીખ 16/10/2023 ના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાશે. તેવું લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા તથા કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
દર વર્ષે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ (NCSM) નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ નું આયોજન કરે છે ગ્રામીણ વિસ્તારોમાં વૈજ્ઞાનિક સાક્ષરતા ફેલાવવાનો અને અંધશ્રદ્ધા દૂર કરવાનો એક મહત્વનો હેતુ છે. રાજ્ય દ્વારા સૌ પ્રથમ વિવિધ સ્તરે નાટક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં શ્રી ધર્મભક્તિ લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા નું આયોજન તારીખ 16/10/2023 ના રોજ આવેલ છે. આ બંન્ને કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નો મોં.979290965 પર સંપર્ક કરવો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIR SOMNATH

તાલાલાના આંકોલવાડી ગીર નજીક બાઇક અથડાતા બે યુવાનનાં મોત

Published

on

By

તાલાલા નજીક નવા વર્ષના પ્રારંભે જ એક ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક યુવાનનું ગંભીર ઇજા થવા પામી હતી. આંકોલવાડી રસુલપરા રોડ ઉપર બે બાઇક સામસામે અથડાતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીરથી રસુલપરા ગીર જતા માર્ગ ઉપર બે મોટરસાયકલ સામસામે અથડાતાં સિદી આદિવાસી જાકીર દિલીપભાઈ ચોટીયારા ઉ.વ.19 રે.તાલાલા તથા યારૂદીન રમજાનભાઈ મજગુલ ઉ.વ.27 રે.જાંબુર ગીરને ગંભીર ઈજા થતાં તુરંત સારવાર માટે 108 મારફત તાલાલા હોસ્પિટલે લાવેલ જેમાં જાકીર તથા યારૂદીનને ફરજ પરના તબીબ ડો.હિરેન કારેલીયાએ મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા.જયારે સરજીલ રજબ ચોવટ ઉ.વ.17 રે.તાલાલાને શરીરના વિવિધ અંગો ઉપર ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ છે. આ બનાવ અંગે પોલીસ વિગતો એકત્ર કરી પી.એસ.આઈ એ.સી.સિંધવે વધુ તપાસ હાથ ધરી છે.બે યુવાનોના અકસ્માતમાં મૃત્યુનાં સમાચારથી સિદી આદિવાસી સમાજમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

Continue Reading

GIR SOMNATH

સોમનાથમાં ભારતીય સંસ્કૃતિના રંગે રંગાતા 150 વિદેશીઓ

Published

on

By

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે ચોપાટીના મેદાન ઉપર હિમાલયના સિધ્ધ સંત પાયલોટ બાબાના સાનિધ્ય સાથેનો 111 કુંડી મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર સોમનાથ મહાયજ્ઞનનો આજરોજ ભકિતભાવ દબદબા સાથે પ્રારંભ થયો. ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ મેમનગર- અમદાવાદ આયોજીત આ મહાયજ્ઞમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશ બ્રહ્મભટ્ટ તથા ચિરાગભાઇ પટેલે આ અંગે વિગત આપતા જણાવ્યું કે સોમનાથ ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર વિશ્વશાંતિ અને સનાતન ધર્મના પ્રચાર- પ્રસાર માટે આ યજ્ઞ યોજાયેલ છે. 11 દિવસના આ યજ્ઞમાં 100 થી 150 જેટલા વિદેશી પુરૂષો અને મહિલાઓ- સંતો આમા જોડાયેલ છે. જેમાં રશીયાથી 70, યુક્રેનથી 40 અને જાપાનથી 30નો સમાવેશ થાય છે.
151 બાય 151 ફુટની વિશાળ યજ્ઞશાળા 45 દિવસ મહેનત કરી બનાવાઇ છે. જે યજ્ઞશાળા લોખંડ નહીં માત્ર ને માત્ર વાંસના બંબુઓ વપરાયા અને તેનો જોડાણ પણ ખીલ્લીથી નહીં પરંતુ દોરીથી બાંધવામાં આવ્યા છે. યજ્ઞશાળા ભૂમિને ગાયના છાણથી લીપણ કરવામાં આવેલ છે.
યજ્ઞશાળા ફરતે જવેરા વાવવામાં આવ્યા છે. જે યજ્ઞ પુર્ણાહુતિ દિને મોટા થઇ જશે. યજ્ઞમાં બાર જયોર્તિલીંગ પૂજન અને દરરોજ એક રૂદ્રનો યજ્ઞ થશે અને આહુતી અપાશે જેમાં બે વખત ગાયનું જ ઘી વપરાશે. આ માટે ઘીના 100 ડબ્બા રાજસ્થાનના પથમેડા ગામથી મંગાવાયા છે. દિવસમાં બે વખત એવી આહુતિ અપાશે કે યજ્ઞની જયોત લગભગ 20 થી 25 ફુટ ઉંચી દર્શનમય બનશે. કલકતાથી ખાસ આવેલ કારીગરોએ 45 દિવસ કામ કરી આ યજ્ઞશાળા બનાવી છે. તા.29-12 થી તા.9-1-24 સુધી ચાલનારા આ યજ્ઞના આચાર્ય પંડિત જગદીશજી શાસ્ત્રી, દેવીધુરા હિમાલય ઉતરાખંડ અને સહ યજ્ઞાચાર્ય પંડિત અશોકાનંદ શાસ્ત્રીજી સહીત 15 થી 20 પંડીતો શાસ્ત્રોકત વિધીથી યજ્ઞ કરાવશે. યજ્ઞ પ્રારંભ પૂર્વે આજરોજ સોમનાથના રામ મંદિરથી યજ્ઞશાળા સુધીની ભવ્ય ડીજે ગાડી, 111 કળશધારી કુમારીકાઓ, 2 અશ્વસ્વારો, 4 બગી અને ગુજરાતમાંથી આવેલા અલગ અલગ ક્ષેત્રના મહામંડલેશ્વરો ભગવાન શિવની ધૂન ભકિત અને જય જયકારા સાથે વાજતે ગાજતે યજ્ઞશાળા પહોંચી હતી.
યજ્ઞશાળા પ્રાંગણમાં શિવ પરિવાર, માં આદ્યશકિત તેમજ વિવિધ દેવોની પ્રતિકૃતિઓથી વાતાવરણને આધ્યત્મક બનાવાયું છે. જણાવાતી વિગત મુજબ બાબાએ જળ, ભુમી અને એર ટાઇટ ચેમ્બરમાં 72 કલાકની સમાધી પણ લઇ ચુકેલા છે. મુળ નામ કપિલ અદ્વેત સોમનાથગીરી અને હાલ પાયલોટ બાબા તરીકે ઓળખાતા આ મહાયોગી મંડલેશ્વરે આજે સોમનાથ મહાદેવને ધજા રોહણ કર્યું અને સોમેશ્વર પૂજા કરી તથા 8 જાન્યુઆરીના રોજ બાબા પાયલોટ સોમનાથ મહાદેવને અન્નકુટનો થાળ ધરશે.

Continue Reading

GIR SOMNATH

તાલાલામાં ખેડૂતોના હિતમાં ખાંડ ફેક્ટરી શરૂ કરવા ધારાસભ્યની રજૂઆત

Published

on

By

તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી કરવા સંસ્થા દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું.
સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા ના અધ્યક્ષ સ્થાને મળેલ સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત સભાસદોને સંબોધતા ધારાસભ્ય એ ઉમેર્યું હતું કે સંસ્થાને લીઝ ઉપર ભાડાપટ્ટે રાખવામાં પ્રાઈવેટ કંપની આગળ આવશે તો સંસ્થા તાલાલા,વેરાવળ,માળિયા,સુત્રાપાડા,વિસાવદર તાલુકાનાં ખેડૂતોનું વિશાળ હિત ધ્યાને લઇ સંસ્થા પ્રાઈવેટ કંપનીને લીઝ ઉપર આપવા તત્પર છે અને રહેશે.વાર્ષિક સભાના પ્રારંભે સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા એ સૌનું સ્વાગત કરી હિસાબો સાથે સંસ્થાના વાર્ષિક કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.અંતમા સંસ્થાના ઈનચાર્જ અધિકારી ચીનાભાઈ કામળીયા એ આભાર દર્શન કરી સભાનું સમાપન કર્યું હતું.
તાલાલા ખાંડ ફેકટરીની કરોડોની મશીનરી ધુળ ખાય છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી તાલાલા સ્ટેટ હાઇવે ઉપર મોકાની કિંમતી 140 વીઘા જમીનમાં પથરાયેલ છે.સંસ્થામાં કરોડોની મશીનરી છે.છેલ્લા બાર વર્ષથી ખેડૂતોની માલીકીની કરોડોની સંપત્તિ ધુળ ખાય છે.સંસ્થા દ્વારા દરવર્ષે કરોડોનું ટર્નઓવર થતું હતું પરિણામે ખેડૂતો તથા આ વિસ્તારને અમૂલ્ય લાભ થતો હતો તેમજ હજારો લોકોને આજીવિકા મળતી હતી જે છેલ્લા 12 વર્ષથી ઠપ્પ થઈ ગયો છે.
સંસ્થાની કરોડોની સંપત્તિનો લાભ ખેડૂતો તથા આ વિસ્તારને મળે માટે સંસ્થા ધમધમતી કરવી અનિવાર્ય હોય સરકાર તથા આ વિસ્તારના લોક પ્રતિનિધિઓ અસરકારક રજૂઆતો સાથે ખેડૂતો તથા આમ જનતાને યોગ્ય ન્યાય અપાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

Continue Reading

Trending