Site icon Gujarat Mirror

ચોટીલામાં હાઈવેના રિપેરીંગની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવા આદેશ

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આણંદપુર ચોકડી પર નેશનલ હાઈવેના રિપેરિંગ કામની સમીક્ષા કરી છે. આણંદપુર ચોકડીથી જલારામ મંદિર સુધીનું રિપેરિંગ કામ છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

રાહદારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટરે તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી મિહિર ટાંકને સ્થળ પર બોલાવ્યા હતા. બંને અધિકારીઓએ સ્થળની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી. ુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરે હાઈવે ઓથોરિટીના અધિકારીને કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી છે. તેમણે આ કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આ પગલાંથી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા છે.

Exit mobile version