Site icon Gujarat Mirror

જમીન રી-સરવેમાં ભૂલો દૂર કરવા વધુ એક વર્ષની મુદત, પરિપત્ર જાહેર કરાયો

ગુજરાતમાં જમીન રી-સરવેમાં ભૂલોને લઇ સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ક્ષતિઓ દૂર કરવાની અરજી માટે સમય વધારાયો છે,જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યા છે,ક્ષતિ દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રી-સરવેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવે છે.

રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે.હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે તેમજ રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગઈ હોય તો સરકારે તક આપી છે જેને લઈ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે.

ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી- ગઅ રૂૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક – ઊંઉંઙની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.જમીનમાં હિસ્સા માપણીની અરજી અરજન્ટ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી 21 દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવા કહેવાયુ હતુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જમીન રી-સેર્વેમાં ગોટાળા અને ભ્રષ્ટાચારના કારણે અનેક વિવાદો થયા છે. અને ઉગ્ર આંદોલનો થયા હતા અને સરકાર ઉપર પણ સતત માછલા ધોવાઇ રહ્યા છે.

Exit mobile version